Posts

Showing posts from May, 2009

...અને હવે આકાશમાંથી જ્ઞાનની સરવાણી (વાયા એજ્યુસેટ)

શાળાના વર્ગખંડોમાં ભણાવવામાં આવતા વિજ્ઞાન, ગણિત, ઇતિહાસ અને અંગ્રેજી જેવા વિષયો સરેરાશ વિદ્યાર્થી માટે હંમેશાં સરદર્દ સાબિત થતા હોય છે. વાસ્તવમાં કોઇ વિષય પોતે કદી નિરસ હોતો નથી, પરંતુ તેની નબળી રજૂઆત વિષય પ્રત્યે અણગમો પેદા કરતી હોય છે. ક્યારેક પાઠ્યપુસ્તકોમાં લખેલાં ભંદ્રભદ્રી વાક્યો તો ક્યારેક વિષયની રજૂઆત મૌલિક રીતે ન કરી શકનાર શિક્ષકો વિદ્યાર્થીને જે તે વિષય પ્રત્યે અણગમો પેદા કરવામાં કારણભૂત બનતા હોય છે. આ હકીકત છે, જેનું ભાન કદાચ ગુજરાત સરકારને બહુ મોડેથી થયું છે. ખેર, મોડું તો મોડું, પરંતુ એક આવકાર્ય પગલું તેણે હમણાં ભર્યું છે. રાજ્યની લગભગ ૨૨,૦૦૦ શાળાઓના વર્ગોને હવે રાજ્ય સરકારે વર્ચ્યુઅલ ક્લાસરૂમમાં ફેરવવાનું નક્કી કર્યું છે. પાંચેક વર્ષ પહેલાં અંતરિક્ષના સરનામે મોકલાયેલા ઇસરોનો એજ્યુસેટ નામનો ઉપગ્રહની તે માટે મદદ લેવાનો પ્લાન છે. પ્લાનની રૂપરેખા ટૂંકમાં આટલી-- (૧) સરકાર હસ્તકની કુલ ૨૨,૦૦૦ સ્કૂલોના પાંચમા અને સાતમા ધોરણમાં ભણતા વિદ્યાર્થીઓને વિજ્ઞાન, ગણિત અને અંગ્રેજી એ ત્રણ વિષયો ઇન્ટરએક્ટિવ ઢબે ભણાવવા. (૨) આ માટે બધી સ્કૂલોમાં ૪૨ ઈંચના એલ.સી.ડી. ટેલિવિઝન સેટ ૨૦૦૯ના અંત સુધ

ભાજપને હાર અને કોંગ્રેસને હારતોરા!

૨૦૦૪ની લોકસભા ચૂંટણીનાં પરિણામોનું પાંચ વર્ષ બાદ (જરા જુદી રીતે) વન્સ મોર થયું છે. કોંગ્રેસના સમર્થકો માટે પરિણામો બેશક ખુશાલીના છે, તો ભાજપના સમર્થકોમાં સોપો પાડી દેતો માતમ છવાયો છે. આવું કેમ બન્યું? દેશભરમાં કોંગ્રેસી પંજો કેમ ફરી વળ્યો અને લાખો-કરોડો મતોને કેમ સમેટી ગયો? ભાજપે ક્યાં ખોટ ખાધી અને કોંગ્રેસ ક્યાં ખાટી ગયું? કારણો ઘણાં છે, પરંતુ ત્રણ મહત્ત્વના મુદ્દા તપાસવા જેવા છે. (૧) પંદરમી લોકસભા ચૂંટણી લડવા માટે ન કોંગ્રેસ પાસે કે ન તો ભાજપ પાસે પ્રજાને અપીલ કરી શકતો ઠોસ મુદ્દો હતો. કોંગ્રેસે વિકાસનું ગાણું ગાયું, તો ભાજપે સ્વીસ બેન્કનું કાળું નાણું ખેંચી લાવવાનું સ્વપ્ન પ્રજાને બતાવ્યું. સ્વીસ બેન્ક કઇ ચીડિયાનું નામ છે તે દેશના ઘણાખરા લોકોને ખબર ન હોય એ સ્વાભાવિક વાત છે. પરિણામે ભાજપના પક્ષે કોઇ પણ જાતના અજેન્ડા વિનાની ચૂંટણી લડાઇ. વાસ્તવમાં ભાજપે તેની ભૂતપૂર્વ સરકારે કરેલાં વિકાસકાર્યોને હાઇલાઇટ કરવાની જરૂર હતી, પરંતુ એવું તેણે કર્યું નહિ અને સ્વીસ બેન્કના મુદ્દાને પકડી રાખ્યો. સરવાળે પ્રજાના ઘણાખરા વર્ગનો ઝોક કોંગ્રેસતરફી કદાચ એટલા માટે રહ્યો કે ભાજપના સ્વીસ બેન્ક મુદ્દા કરતાં ક