Posts

Showing posts from August, 2009

આ વર્ષે ફરી અવળી કાઠીએ બેસતું ભારતીય ચોમાસું

વરસાદની આગાહીને લઇને ભારતના હવામાનશાસ્ત્રીઓ હંમેશાં આમજનતા માટે હાંસીપાત્ર ઠરતા આવ્યા છે. આર. કે. લક્ષ્મણ જેવા કેટલાય કાર્ટૂનિસ્ટો તેમનાં વ્યંગચિત્રોમાં મૌસમ ભવને કાઢેલા વર્ષાના વર્તારાની ઠેકડી ઉડાવતા રહ્યા છે. ભારતના ચોમાસાની પેટર્નનો છએક વર્ષથી રસપૂર્વક તેમજ જરા ઊંડાણપૂર્વક અભ્યાસ કર્યા પછી હવે લાગે છે કે હવામાન ખાતાના ભારતીય નિષ્ણાતો બિચારા વગર વાંકે લાફિંગ સ્ટોક બને છે. ભારતીય ચોમાસાની પેટર્ન એટલી સંકીર્ણ છે કે વરસાદ ક્યારે પડશે અને વળી કેટલો પડશે તેનું પૂર્વાનુમાન કરવું ભારે કઠિન છે. ચોમાસું વાદળોનો દિશામાર્ગ એટલી હદે બદલાતો રહે છે કે બત્રીસ લાખ ચોરસ કિલોમીટરમાં ફેલાયેલા ભારતમાં ચોક્કસ કયા સ્થળે અને કયા સમયે મઘેરાજાની મહેર થાય એ કહી શકાતું નથી. આ વખતનું ભારતીય ચોમાસું સરેરાશ કરતાં ક્યાંય નબળું છે. દેશના કેટલાક ભાગોમાં વરસાદે તેનું સરેરાશ લેવલ જાળવ્યું નથી. બીજી તરફ અમુક વિસ્તારોમાં (દા.ત. ગુજરાત ખાતે પોરબંદરમાં અને માંગરોળમાં) બારેય મેઘ ખાંગા થયા છે. સિઝનની કુલ વર્ષા કરતાં ક્યાંય વધુ હેલી ત્યાં વરસી છે. દેશભરમાં એક લાંબા વિરામ બાદ તાજેતરમાં કેટલાંક રાજ્યોમાં ચોમાસાનો બીજો રાઉન્ડ શ

कारवाँ गुज़र गया, गुबार देखते रहे !

Image
સંપાદકનો પત્ર 'સફારી' August, 2009 સંગીતમાં રસ ધરાવો છો? જવાબ ‘હા’માં હોય તો સંગીત સાથે જોડાયેલી બે જાણીતી હસ્તીઓની તસવીરો ઉપર આપી છે. બન્નેનું ચીવટપૂર્વક અવલોકન કરો. કર્યું? તો હવે એક સિમ્પલ પ્રશ્નનો જવાબ આપોઃ ફોટામાં દેખાતી હસ્તીઓ કોણ છે? બન્નેનાં નામ આપો. ‘આ તો પેલો અમેરિકન પૉપસ્ટાર માઇકલ જેક્સન છે.’ એવું મનોમન બોલી ઊઠ્યા હો તો અભિનંદન! જવાબ સાચો છે. પરંતુ એ તો મૂળ સવાલનો માત્ર પચાસ ટકા જવાબ થયો. બીજી તસવીરમાં દેખાતા મહાનુભાવને ઓળખી બતાવો ત્યારે પ્રશ્નનો પૂરેપૂરો જવાબ આપ્યો ગણાય. આ કામ ઘણાખરાને કદાચ અઘરૂં લાગે, એટલે જવાબનો ફોડ વેળાસર પાડી દઇએ. ઉપર જમણી તસવીર ભારતના વિખ્યાત સરોદવાદક ઉસ્તાદ અલી અકબર ખાનની છે, જેમનું નિધન જૂન માસમાં અમેરિકા ખાતે થયું. વળી એ જ અરસામાં થયું કે જ્યારે કિંગ ઑફ પૉપ કહેવાતો માઇકલ જેક્સન અમેરિકામાં મૃત્યુ પામ્યો. જોવાની વાત એ છે કે જેક્સનની વિદાયના સમાચાર ભારતભરનાં અખબારોએ તેમના પ્રથમ પાને મોટા મથાળા સાથે તેમજ સંખ્યાબંધ તસવીરો સાથે છાપ્યા. પરંતુ ઉસ્તાદ અલી અકબર ખાનનું નિધન થયાના ન્યૂઝને માઇકલ જેક્સનની ચિરવિદાયના ન્યૂઝ જેટલું મહત્ત્વ મળ્યું નહિ.