Posts

Showing posts from May, 2010

‘સફારી’નો નવો અવતાર : A change for the better

Image
આ લોકપ્રિય સામયિક ઑગસ્ટ, ૧૯૮૧ માં પહેલી વખત પ્રગટ થયું ત્યાર પછી આજ દિન સુધીમાં તેના જુદા જુદા કુલ ૧૪ અવતાર વાચકોએ જોયા છે. અંકની ગ્રાફિકલ રજૂઆતથી માંડીને લેખનશૈલી સુધીના જે ફેરફારો ‘સફારી’માં કરાયા તે બધા સમયને અનુરૂપ હતા એટલું જ નહિ, પણ દરેક નવો અવતાર તેના પૂર્વજ કરતાં ચડિયાતો સાબિત થયો. Change for the better એ અંગ્રેજી ઉક્તિને હર્ષલ પબ્લિકેશન્સ સમયની માગ મુજબ પ્રેક્ટિકલ અમલમાં મૂકતું આવ્યું છે. આ દિશામાં વધુ એક પગલું ચાલુ અંકે ભર્યું છે. અંક નં. ૧પ૦થી અપનાવાયેલું ‘સફારી’નું સ્વરૂપ ચાલુ અંકે બદલાય છે. આ વખતનો પંદરમો અવતાર જો કે તેના પુરોગામી અવતારો કરતાં કેટલીક બાબતે તદ્દન નોખો છે. દાખલા તરીકે ‘સફારી’ના નવા સ્વરૂપમાં સૌથી મહત્ત્વનો (તેમજ પહેલી નજરે ઊડીને આંખે વળગે તેવો) સુધારો કાગળની ગુણવત્તામાં થયો છે. અત્યાર સુધી ‘સફારી’નું મુદ્રણ ન્યૂઝ પ્રિન્ટ પર થતું હતું. આ કાગળની પ્રમાણમાં ટૂંકી આવરદા અનેક વાચકોને કઠતી હતી. મુખ્યત્ત્વે એટલા માટે કે ‘સફારી’નો દરેક અંક વાચકો પોતાના કલેક્શનમાં વર્ષો સુધી સાચવી રાખતા હોય છે અને જરૂર પડ્યે જે તે અંક રેડી રેફરન્સ તરીકે વાપરતા હોય છે. (‘સફારી’ને સામયિ