Posts

Showing posts from February, 2012

ફૂડ સિક્યૂરિ‌ટિ બિલ : ફૂલપ્રૂફ કે ફિતૂર ?

Image
'The Indian National Congress pledges that every family living below the poverty line either in rural or urban areas will be entitled, by law, to 25 kgs of rice or wheat per month at Rs. 3 per kg.' દેશના ગરીબોને ત્રણ રૂપિયે કિલોના ભાવે અનાજ પૂરું પાડવાનું વચન આપતું ઉપરોક્ત વાક્ય ૨૦૦૯ની લોકસભા ચૂંટણી વખતે કોંગ્રેસે પોતાના ઘોષણાપત્રમાં છાપ્યું હતું. સરકાર ગમે તે પક્ષની હોય, પરંતુ ચૂંટણીપરિણામો બાદ પોતાના ઘોષણાપત્રને અભેરાઇએ ચડાવી દેવાની આગુ સે ચલી આતી પરંપરાને દરેક પક્ષ અનુસરે છે. કોંગ્રેસે થોડા વખત પહેલાં એ પરંપરામાં જરા અપવાદ સર્જ્યો અને ૨૦૦૯માં દેશના ગરીબોને સસ્તા ભાવનું અનાજ પૂરું પાડવાનો જે વાયદો તેણે કર્યો હતો તેના અમલીકરણનો મેગાપ્રોજેક્ટ એકાએક હાથ ધર્યો. ફૂડ સિક્યૂરિટિ બિલના નામે બહુ ચગેલો એ મેગાપ્રોજેક્ટ સંસદમાં ભારે ધાંધલ બાદ આખરે પાસ થઇ ગયો. ધાંધલ મચ્યાનું કારણ એ કે પ્રોજેક્ટ રૂા. ૧,૦૦,૦૦૦ કરોડનો છે. આ ખર્ચાળ મેગાપ્રોજેક્ટ દેશમાં વ્યાપેલો ભયંકર ભૂખમરો દૂર કરવાના ઉમદા આશયથી હાથ ધરાયો હોત તો પ્રજાના પૈસા લેખે લાગત, પણ કોંગ્રેસે ફૂડ સિક્યૂરિટિ બિલના નામે પોલિટિકલ સોગઠી ખે