Posts

Showing posts with the label Bofors

‌દિલ્‍લીમાં નવી ‌ગિલ્‍લીઅે ખેલવા જેવો પહેલો દાવ : શસ્‍ત્રોનું નવીનીકરણ

Image
ઓગસ્ટ, ૧૯૪૭માં અંગ્રેજોએ ભારતમાંથી હંમેશ માટે વિદાય લીધી ત્યારે લગભગ ૩૨ લાખ ચોરસ કિલોમીટરનું વિશાળ ક્ષેત્રફળ ધરાવતા આપણા દેશના લશ્કરી સંરક્ષણ માટે તેઓ પરચૂરણ શસ્ત્રો મૂકતા ગયા હતા. ભારતીય ખુશ્કીદળને તેમણે પ્રથમ વિશ્વયુદ્ધના સમયની .૩૦૩ એન્ફિલ્ડ રાઇફલો, કેટલીક જૂનવાણી સબ-મશીનગન તથા ૨૫ રતલી ગોળા ફેંકી શકતી 25 - Pounder કહેવાતી તોપો આપી હતી. હવાઇદળને વાપીતી અને ડાકોટા પ્રકારનાં વિમાનો સુપરત કર્યાં હતાં, તો નૌકાદળને અડધો ડઝન મનવારો સોંપી હતી. ઉપરાંત મોર્ટાર અને પેટ્રોલ બોટ જેવાં થોડાંક આચરકૂચર શસ્ત્રો હતાં, જેમના વડે કદી યુદ્ધ જીતી શકાય નહિ. ભારતનો શસ્ત્રભંડાર કંગાળ હતો, છતાં એ બાબતે તત્કાલીન વડા પ્રધાન પંડિત નેહરુ ગાફેલ રહ્યા. શસ્ત્રોના આધુનિકરણમાં તેમણે બિલકુલ રસ ન દાખવ્યો. છેવટે શસ્ત્રોનો પ્રશ્ન આપમેળે જ નેહરુનું ધ્યાન ખેંચનારો બન્યો. પાકિસ્તાને ઓક્ટોબર, ૧૯૪૭માં કાશ્મીર પર આક્રમણ કર્યું ત્યારે ભારતીય જવાનો પાસે એ જમાના પ્રમાણે લાકડાની તલવાર જેવાં શસ્ત્રો હતાં. પહાડી મોરચે ખેલાયેલા એ યુદ્ધે અનેક જવાનોનો ભોગ લીધો અને તે બલિદાનો સાથે ભારતે કાશ્મીરનો લગભગ પોણો લાખ ચોરસ કિલોમીટર જેટલો પ્રદ...

બોફર્સ કટકી કેસઃ કાંત્યું પીંજ્યું રૂ નું રૂ !

Image
દિલ્હીની તીસ હજારી કોર્ટમાં ગયે મહિને એક લાંબા કેસનો એકદમ ફિલ્મી ઢબે અંત આવ્યો. કેસ પેલી કાળમુખી બોફર્સ તોપની ખરીદીમાં થયેલા કટકી કૌભાંડને લગતો હતો. છેલ્લાં ત્રેવીસ વર્ષથી તે મંથર ગતિએ, પણ નાટકીય રીતે ચાલતો હતો. અલબત્ત, કેસ પોતે ક્લાઇમેક્સ સુધી પહોંચે એ પહેલાં જ તેના પર પૂર્ણાહૂતિનો પડદો ટ્રેજિક રીતે પડી ગયો. ટ્રેજિક એટલા માટે કે તીસ હજારી કોર્ટમાં ચીફ મેટ્રોપોલિટન મેજીસ્ટ્રેટે એકદમ ફિલ્મી અંદાજમાં બોફર્સ કેસનું ‘ધ એન્ડ’ જાહેર કર્યું. મેજીસ્ટ્રેટનું વાક્ય આમ હતું-- 'वो अफ़साना जिसे अंजाम तक लाना ना हो मुमकिन,  उसे एक खूबसूरत मोड़ दे कर छोड देना ही अच्छा !' આ ફિલ્મી ડાયલોગે ત્રેવીસ વર્ષ લાંબા બોફર્સ કેસના અફસાનાનું માર્ચ ૫, ૨૦૧૧ના રોજ એક ઝાટકે અને એકાએક પૂર્ણવિરામ આણી દીધું છે. ૧૫૫ મીલીમીટરનું નાળચું ધરાવતી કુલ ૪૧૦ બોફર્સ તોપો માટે ભારતે સ્વીડન સાથે માર્ચ ૨૪, ૧૯૮૬માં રૂપિયા ૧,૪૩૭ કરોડનો સોદો કર્યો ત્યારથી એ તોપ યુદ્ધમેદાનમાં ગર્જી નથી એટલી રાજકારણમાં ગાજી છે.  રણભૂમિને બદલે રાજકારણમાં બોફર્સના નામે પહેલો ધડાકો એપ્રિલ ૧૬, ૧૯૮૭ના રોજ થયો કે જ્યારે સ્વીડિશ રેડિઓએ પહેલી વાર બોફર્...