ફરી આવી ચૂક્યું છે... હાથીનું ટોળું !

વિજયગુપ્ત મૌર્યનાં બેસ્ટ સેલર પુસ્તકો ‘શેરખાન’ અને ‘કપિનાં પરાક્રમો’ ફરી નવા સ્વરૂપે મુદ્રિત કર્યા બાદ બેસ્ટ સેલરની શ્રેણીમાં આવતું તેમનું વધુ એક પુસ્તક ‘હાથીના ટોળામાં’ અઢી દાયકે આજે ફરી પ્રગટ થયું છે. ‘હાથીના ટોળા’માં કુલ ૧૯ પ્રકરણોમાં વહેંચાયેલી સળંગ વારતા છે, જેમાં આસામના જંગલોની, ત્યાંના હાથીઓની તેમજ હાથીઓ વિરુદ્ધ માનવજાતના ‘સાયલેન્ટ’ યુદ્ધની વાત આવે છે. આ વારતા લખતાં પહેલાં વિજયગુપ્ત મૌર્યએ આસામનાં જંગલોમાં અનેક દિવસો વીતાવ્યા હતા. દૂરદરાજના વનપ્રદેશોમાં તેઓ ગજરાજ પર બેસીને કલાકોના કલાકો ફર્યા હતા અને આસામની જીવસૃષ્ટિને બહુ નજીકથી તેમણે પોતાની અભ્યાસુ નજરે નિહાળી હતી. આ જાતઅનુભવે તેમને કલમ દ્વારા જે કૃતિ રચવાની પ્રેરણા આપી તે કૃતિ એટલે ‘હાથીના ટોળા’માં ! વિજયગુપ્ત મૌર્યનાં પુસ્તકોનું પુનર્મુદ્રણ કરવાની એક મજા છેઃ ‘સફારી’ના લેખન-સંપાદન દરમ્યાન ખગોળશાસ્ત્ર, ભૂસ્તરશાસ્ત્ર, ભૌતિકશાસ્ત્ર, જીવવિજ્ઞાન, પદાર્થવિજ્ઞાન, ટેક્નોલોજિ વગેરે જેવાં ધરખમ વિષયો સાથે સતત કામ પાડવાનું થતું હોય છે. મગજનો બરાબર કસ કાઢી લેતાં આવાં વિષયો વચ્ચે વિજયગુપ્ત મૌર્યની એકાદ જંગલકથાના (આંશિક) સંપાદનનો તેમજ સંપૂર...