
રૂપિયાની નવી સંજ્ઞા માટે શોધ-સંશોધન ભારતમાં પંદરમી સદી દરમ્યાન દાખલ કરાયેલા રૂપિયાના ચલણને ડોલરની, પાઉન્ડની તેમજ યુરોની માફક પોતાની આગવી સંજ્ઞા નથી. આંકડાની આગળ Rs શબ્દ લખવાનો ધારો આપણે ત્યાં વર્ષોથી ચાલ્યો આવે છે. પરંતુ એ સંજ્ઞા ભારત ઉપરાંત પાકિસ્તાન, શ્રી લંકા, નેપાળ જેવા દેશો પણ વાપરે છે. વિશ્વબજારમાં ભારતીય રૂપિયાની લેવડદેવડ જોતાં ભારતના નાણાં મંત્રાલયે થોડા વખત પહેલાં રૂપિયાનો નોખો સિમ્બોલ તૈયાર કરવાનું ઠરવ્યું. ભારતની અસ્મિતાની ઝલક જેમાં જોવા મળે, Indian Rupee નો પ્રથમદર્શી ભાવ જેમાં વ્યક્ત થતો હોય અને કમ્પ્યૂટરના યુનિકોડમાં જેને ઢા ળવાનું શક્ય બને તેવા સિમ્બોલની ભારતના નાણાં મંત્રાલયને ત લાશ હતી--અને તે માટે તેણે ઓપન ફોર ઓલ સ્પર્ધા રાખી. નાણાં મંત્રાલયે નક્કી કરેલાં ધારાધોરણો જાળવીને ભારતીય રૂપિયા માટે નવો સિમ્બોલ તૈયાર કરનારે પોતાના બે આર્ટવર્ક રૂપિયા ૫૦૦ના ડ્રાફ્ટ સાથે નાણાં મંત્રાલયને મોકલવાનાં હતાં. જે સ્પર્ધકનો સિ મ્બોલ ફાઇનલ પસંદગી પામે તેને ભારત સરકારે રૂપિયા અઢી લાખનું કેશ પ્રાઇઝ આપવાનું ઠરવ્યું છે. માર્ચમાં શરૂ થયેલી સ્પર્ધા ૧ ૫મી એપ્રિલે પૂરી થઇ. હવે રિઝલ્ટની રાહ જોવ...