Posts

Showing posts with the label Solar Eclipse

સૂર્યગ્રહણનું લાઇવ પ્રસારણ--વાયા ઇન્ટરનેટ

જુલાઇ ૨૨, ૨૦૦૯નું ખગ્રાસ સૂર્યગ્રહણ નજરોનજર નિહાળવાનો લાખો મેં એક જેવો અવસર ગુજરાતને મળ્યો. પરંતુ દુર્ભાગ્યે તે અવસરનો લાભ ઉઠાવવાનો મોકો ગુજરાતની જનતાને સંભવતઃ મળવાનો નથી. ચંદ્ર આપણા સૂર્યને ઢાંકે તે પહેલાં અરબી સમુદ્ર પરથી (ભારતીય સમય મુજબ આજે સવારે સાડા ચાર વાગ્યે) ચડી આવેલાં વરસાદી વાદળોએ ખુદ સૂર્યને ઢાંકી દીધો છે. ઇસરોના ઇન્સેટ ઉપગ્રહે લીધેલી તસવીરો જોતાં લાગે છે કે બંગાળના ઉપસાગર પરથી વધુ વાદળો વાયા મધ્યપ્રદેશ ગુજરાતના આકાશમાં કરફ્યૂ ઓર્ડર ફરમાવવા સરકી રહ્યા છે. પરિણામે ગુજરાતમાં અમદાવાદ, નડિઆદ, વડોદરા તેમજ સુરત જેવાં શહેરોમાં વાદળોની ઓથે ઢંકાયેલો સૂર્ય જોવા મળે એવી સંભાવના ઓછી છે. આમ છતાં આવતી કાલે ગુજરાતના માથે વાદળોની સ્થિતિ શી હશે તેનું પૂર્વાનુમાન લગાવવું મુશ્કેલ છે, કેમ કે અરબી સમુદ્રનાં વાદળો ક્રમશઃ ઉત્તર તરફ શિફ્ટ થઇ રહ્યાં છે. વાદળોની હિલચાલ જાણવા માટે ભારતના હવામાનખાતાની વેબસાઇટ http://imd.gov.in તપાસીને ચાહો તો કાલના હવામાનનો વર્તારો મેળવી શકો છો. બુધવારની સવારે સ્વચ્છ આકાશમાં સૂર્યદેવના દર્શન થાય તો તેના જેવું કંઇ નહિ. નહિતર સૂર્યગ્રહણ જોવા માટેનો બીજો એક વિકલ્પ અજમાવ...