Posts

Showing posts with the label Politics

ચૂંટણીમાં જા‌તિવાદ અને પ્રાંતવાદના ‌વિઘાતક ફન્ડા પછી પહેલી વારનો નવો અજેન્ડા : વિકાસ

Image
એ ક જરૂરી ખુલાસો: અહીં જે મુદ્દા પર વિશ્લેષણાત્મક ચર્ચા કરી છે તેમાં વાત રાજકીય આગેવાનોની તેમજ રાજકારણની છે, પણ ચર્ચાનું ફોકસિંગ રાષ્ટ્રહિત સિવાય કશે નથી એટલે મુદ્દો વાંચ્યા પછી તેના પર મનોમંથન કરતી વખતે ફોકસિંગ પણ રાષ્ટ્રહિત પર જ રાખજો. ૧૯૪૭માં ભારતને આઝાદી મળી ત્યારે પંડિત નેહરુ, સરદાર પટેલ, ગોવિંદ વલ્લભ પંત, રાજેન્દ્ર પ્રસાદ, સરદાર બલદેવ સિંહ, શ્યામાપ્રસાદ મુખરજી વગેરે જેવા વિરાટ પ્રતિભાના રાજકીય આગેવાનો ભારતના રાજકારણમાં સક્રિય હતા. આ દરેકનો અભિગમ પ્રજાભિમુખ હતો, વિચારસરણી દેશહિતને લગતી હતી અને કાર્ય વિચારસરણી મુજબનું હતું. દેશના રાજકારણમાં નૈતિક મૂલ્યોનો ઊંડો પ્રભાવ હતો, એટલે પારદર્શકતા પણ હતી. આ સ્થિતિ જો કે ૧૯૬૦ પછી બદલાવા લાગી. વિદેશનીતિઓમાં રચ્યાપચ્યા રહેતા પંડિત નેહરુ દેશના આંતરિક મામલાઓમાં ગાફેલ રહ્યા, એટલે રાષ્ટ્રહિત જોખમમાં આવી પડ્યું. દેશ સામે ઊભી થયેલી આંતરિક તેમજ (ચીન જેવી) આંતરરાષ્ટ્રીય સમસ્યાઓ વણઉકેલ રહી અને પ્રજાવિમુખ શાસનનો નવો દોર શરૂ થયો. આ દોર નેહરુની દીકરી ઇન્દિરાએ આગળ ચલાવ્યો અને નિષ્ઠા, નૈતિકતા, રાષ્ટ્રવાદ, રાષ્ટ્રહિત વગેરેની રાજકારણમાંથી સંપૂર...

કોમનવેલ્થ ગેમ્સઃ વાધરી માટે ભેંસ મારવાનો ધંધો !

પહેલાં એક ટ્રેજિક કોમેડી જેવો પ્રસંગ વાંચો. કોમનવેલ્થ ગેમ્સની દયાનજક ટ્રેજડિનું મૂળ તે પ્રસંગમાં છે. વર્ષ ૨૦૦૩નું છે. તારીખ ૭ અને મે મહિનો. સ્થળ ભારતીય લોકશાહીના સરતાજ જેવું સંસદ ભવન, જ્યાં ૨૦૧૦ની કોમનવેલ્થ ગેમ્સ/CWG ના આયોજન વિશે સાંસદો વચ્ચે કથિત બ્રેઇન સ્ટોર્મિંગ થઇ રહ્યું છે. ચર્ચા દરમ્યાન એક પ્રશ્ન CWG ના આયોજન પાછળ થનારા ખર્ચનો અને ખર્ચ માટે નાણાં કેમ કરીને ફાળવવા તે અંગેનો ઊઠે છે, જેના જવાબમાં Minister for youth affairs and sports/યુવા કાર્ય અને ખેલ વિભાગના સચિવ ઠંડે કલેજે જવાબ દે છે કે, ‘કોમનવેલ્થ ગેમ્સ પાછળ થનારા ખર્ચ અંગે તેમજ તે માટેનાં નાણાં ક્યાંથી લાવવા તે અંગે ત્યારે જ ચોક્કસ રીતે કહી શકાય કે જ્યારે ભારત એ રમતોત્સવનું આયોજન કરે.’ લો, કરો વાત ! કોઇ પણ નવું વ્યાપારી સાહસ શરૂ કરતાં પહેલાં તે સાહસ માટે જરૂરી મૂડી ઊભી કરવાનો તકાદો સૌ પહેલો હોય. બીજો વિચાર મૂડી ક્યાંથી લાવવી તેનો હોય, ત્યાર બાદ ખર્ચલાભનાં સમીકરણો માંડવાના થાય અને બધું સાજુંસમું જણાય ત્યાર પછી વ્યાપારી સાહસનાં શ્રીગણેશ કરાય. પરંતુ અહીં તો સચિવશ્રીએ ‘યા હોમ’ કરીને કૂદી પડવાની જ દરખાસ્ત મૂકી. કોણ જાણે કેમ પણ આખરે...

લોકશાહી દેશમાં સંસદસભ્યોનો રાજાશાહી ઠાઠ

Image
આઝાદ ભારતની પહેલી લોકસભા ચૂંટણી ૧૯પ૨માં થઇ ત્યારે પાર્લામેન્ટના સભ્યપદને ફુલટાઇમ વ્યવસાય ગણવામાં આવતો ન હતો. લોકસભામાં કે રાજ્યસભામાં બેસીને સરકારના વહીવટીતંત્ર પર જાપ્તો રાખવો તે એક પ્રકારની રાષ્ટ્રસેવા મનાતી હતી, જેમાં એક તરફ મોભો વધવા સાથે બીજી તરફ સંસદસભ્યે પોતાનાં અંગત હિતનો ભોગ પણ આપવો પડતો હતો. ભારતે સંસદસભ્યોનો રોલ નક્કી કરવામાં નજર સામે રાખેલું બ્રિટિશ લોકશાહીનું માળખું પણ આવું જ છે. બ્રિટનના હાઉસ ઓફ કોમન્સનો મેમ્બર પણ ત્યાંની પ્રજાનો સામાન્ય પ્રતિનિધિ ગણાય છે, જેણે પોતાનો કેટલોક સમય કાઢીને મતદારો વતી સરકાર પાસે જે તે મુદ્દા પર ખુલાસા લેવાના હોય છે. સરકારને ખોટાં પગલાં લેતી રોકવાનું કામ પણ તેનું છે. પરંતુ ફુલટાઇમ કામગીરી માત્ર સરકાર બજાવે છે, સંસદસભ્ય નહિ. હાઉસ ઓફ કોમન્સની બેઠક એટલે જ બપોરે મળે છે. સંસદસભ્યો બપોર સુધી તેમનો અંગત વ્યવસાય કે ધંધો ચલાવતા હોય છે, માટે આવકનાં બ્રિટિશ ધોરણ મુજબ તેમને ઊંચા પગારો અને ભથ્થાં અપાતાં નથી. આપણે ત્યાં પણ શરૂઆતમાં આવું જ વલણ અપનાવાયું હતું. પાર્લામેન્ટની બેઠકો ચાલુ હોય એ દરમ્યાન પાટનગરમાં રોકાવા પૂરતો રોજિંદો ખર્ચ નીકળી જાય એટલી જ રકમ સંસદસ...

બિનસાંપ્રદાયિકતાની હાંસી ઊડાડતું અનામતનું રાજકારણ

સંપાદકનો પત્ર 'Safari' April, 2010 આન્ધ્ર પ્રદેશમાં ત્યાંના પછાત વર્ગના મુસ્લિમો માટે શૈક્ષણિક સંસ્થાઓમાં તેમજ સરકારી નોકરીમાં ચાર ટકા અનામત રાખવાના સમાચાર ગયે મહિને આવ્યા. આર્થિક અને સામાજિક રીતે પછાત વર્ગના લોકો ભણીગણીને આગળ વધે અને સરકારી કચેરીઓમાં તેમને નોકરી મળી શકે એ માટે તેમને અમુક ક્વોટા બાંધી આપવો એ બેશક આવકારદાયક પગલું છે, પરંતુ સમાજના અમુક વર્ગને ‘પછાત’નું લેબલ માર્યા પછી એ લેબલ પર વળી ધર્મનું અને જાતિનું લેબલ શા માટે ચિપકાવવામાં આવે છે એ સમજાતું નથી. આર્થિક તેમજ સામાજિક રીતે પછાત રહી જવા પામેલા લોકોને અનામતના કાયદા વડે પગભર બનાવવા જ હોય તો એ લોકો કઇ જાતિના કે ધર્મના છે તેનાથી સરકારે શા માટે નિસ્બત રાખવી જોઇએ ? ક્વોટાની ટકાવારી તેમની આર્થિક પહોંચને અનુલક્ષીને કરવી જોઇએ, નહિ કે તેમના ધર્મને કે જાતિને ધ્યાનમાં લઇને. દિલ્હીની કોંગ્રેસ સરકાર બિનસાંપ્રદાયિકતાની સખત અને સતત તરફેણ કરતી હોય છે. સેક્યુલારિઝમની વ્યાખ્યા એમ કહે છે કે સેક્યુલારિસ્ટ સરકારે દેશના રાજકારણને, કાયદો અને વ્યવસ્થાને તેમજ શિક્ષણપ્રથાને ધર્મસંપ્રદાયોથી તેમજ પ્રજાની નાતજાતથી પર રાખવા જોઇએ. આન્ધ્ર પ્રદેશમા...

MPLADS: ‘વિકાસ’ સંસદસભ્યોનો, રકાસ રાજ્યબંધારણનો

સંપાદકનો પત્ર 'Safari' March, 2010 આ દેશમાં રાજકીય સ્તરે કેટલીક એવી ગેરરીતિઓ ચાલે છે કે જેમનું બિલ આમજનતાએ સીધી કે આડકતરી રીતે ચૂકવવું પડતું હોવા છતાં તેઓ ચર્ચાનો મુદ્દો બનતી નથી. ખરેખર તો સવા ચારસો વર્ષ લાંબો ગુલામીકાળ કોઠે પાડી ચૂકેલા લોકો તેમને ધ્યાન પર જ લેતા નથી. ધ્યાન ફિલ્મોમાં, રેઢિયાળ ન્યૂઝ ચૅનલોમાં, ટી.વી. સીરિઅલમાં, ક્રિકેટમાં અને મોબાઇલ ફોનમાં હોય છે. એક દાખલો કેન્દ્ર સરકાર દ્વારા અને રાજ્ય સરકારો દ્વારા અખબારોમાં છાશવારે કરાતી ફુલપેજ જાહેરખબરોનો છે, જેમાં પહેલો ફોટો યુ.પી.એ.નાં ચેરપર્સન સોનિયા ગાંધીનો હોય છે. આ મહિલાનો કશો સરકારી હોદ્દો નથી, માટે સરકાર તેમની જાહેરખબરોમાં તેમના ફોટાનો ચોરસ સેન્ટિમીટર લેખે ભાવ ચૂકવી સરવાળે એ બોજો પ્રજાના માથે નાખી શકે નહિ. ઇન્કમ ટેક્સ ન ભરતા લોકોએ પણ એક્સાઇઝ ડ્યૂટી જેવા ઇન્ડાયરેક્ટ ટેક્સરૂપે એ ખર્ચ ભોગવવો પડે છે. ૨૦૦૯ ના વર્ષ દરમ્યાન વર્તમાનપત્રોને સૌથી વધુ જાહેરખબરો વિવિધ સરકારોએ આપી, જેમાંની ઘણી ફુલપેજ હતી. પશ્ચિમના લોકશાહી દેશોમાં પ્રજા આવો ખર્ચ કદાપિ સાંખી ન લે, પરંતુ આપણે જુદી પ્રજા છીએ. ઉદાસિનતાનું બીજું ઉદાહરણ--થોડા મહિના અગાઉ ...

પાકિસ્તાનની ઉધાર આર્થિક નીતિ--એક પગ (અમેરિકી) દૂધમાં અને બીજો (યુરોપી) દહીંમાં

આ વર્ષે ભારતીય ઉપખંડમાં મેઘરાજા રીસાયા. ભારતની જેમ પાકિસ્તાનમાંય મોસમી વાદળોએ દગો દીધો. આમ છતાં એ દેશમાં બારેય મેઘ ખાંગા થયાવળી એક નહિ, બબ્બે વાર થયા. પાકિસ્તાનના ટૂંટિયું વાળીને બેઠેલા અર્થતંત્રને ફરી બેઠું કરવા જૂન ૧૪, ૨૦૦૯ના રોજ યુરોપિયન યુનિયને એ દેશ પર ૧૦ કરોડ ડોલર વરસાવ્યા, તો નાણાંવર્ષાની બીજી (વધુ મોટી) હેલી ૨૩ મી જૂને થઇ કે જ્યારે અમેરિકાએ બિનલશ્કરી સહાયના નામે પાકિસ્તાને સાડા સાત અબજ ડોલર આપવાનું ઠરાવ્યું. મોસમ વરસાદી હોય કે ન હોય, પણ પાકિસ્તાન પર આવાં ‘ઝાપટાં’ વખતોવખત પડતા રહે છે અને બારમાસી મંદીવાળા પાક અર્થતંત્રને એ રીતે થોડોઘણો સધિયારો મળ્યા કરે છે. અત્યાર સુધી અમેરિકા પાકિસ્તાનને વાર્ષિક અબજો ડોલરની ખૈરાત આપતું હતું. હવે યુરોપિયન યુનિયનના ૨૭ દેશો પણ અમેરિકાની જેમ દરિયાદિલ બન્યા છે. પાકિસ્તાનને તેઓ શા માટે બબ્બે હાથે આર્થિક સહાય આપી રહ્યા છે? જવાબનું મૂળ વિગતે તપાસવા જેવું છે. પાકિસ્તાનને બિનલશ્કરી તેમજ લશ્કરી સહાય આપવાનો ધારો આજથી ત્રણેક દાયકા પહેલાં અમેરિકાએ શરૂ કર્યો હતો. અફઘાનિસ્તાનમાં ત્યારે રશિયાએ પોતાની લશ્કરી છાવણીઓ સ્થાપી રાખી હતી અને એ દેશનો કેટલોક ભૌગોલિક પ્રદે...

આતંકવાદ સામે ઇઝરાયેલની નીતિ અને ભારતની (કુણી) નીતિ

રશિયા ખાતે શાંતિમંત્રણામાં ભારતે હંમેશની જેમ પાકિસ્તાનને આતંકવાદ નાબૂદ કરવાની નમ્રતાભરી રિક્વેસ્ટ કરી અને જવાબમાં પાકિસ્તાને પણ હંમેશની જેમ જવાબમાં ‘જી હજૂર!’ કહીને મંત્રણાને પૂર્ણવિરામ મૂક્યું. ભારત અને પાકિસ્તાન વચ્ચે આતંકવાદના મામલે રાજકીય લેવલે ગરમાગરમીનું જેવું વાતાવરણ છે લગભગ એવું જ (કેટલાક અંશે વધુ ગરમ) વાતાવરણ ઇઝરાયેલ અને પેલેસ્ટાઇન વચ્ચે છેલ્લાં છએક દાયકાથી છે. ભારતની જેમ ઇઝરાયેલ પણ આતંકવાદી હુમલાઓનો વખતોવખત ભોગ બનતું આવ્યું છે. વેસ્ટ બેન્ક અને ગાઝા સ્ટ્રીપ કહેવાતા પ્રદેશોમાં અડ્ડો જમાવીને બેઠેલા પેલેસ્ટાઇનના આતંકવાદી સંગઠનો વારેતહેવારે ઇઝરાયેલને પોતાનું નિશાન બનાવ્યા કરે છે--અને ઇઝરાયેલ પોતાની કાઉન્ટર ટેરરિઝમની નીતિ અપનાવી વળતો પ્રહાર કરે છે, જેની તીવ્રતા પેલેસ્ટાઇનના આતંકવાદી હુમલા કરતાં ક્યારેક ચારથી પાંચ ગણી હોય છે. દા.ત. કેટલાંક વર્ષ પહેલાં પેલેસ્ટાઇનના એક આતંકવાદી જૂથે ઇઝરાયેલના બે નાગરિકોને બાન પકડ્યા ત્યારે વળતા જવાબરૂપે ઇઝરાયેલે કાકલૂદીનો સૂર છેડવાને બદલે વીરરસ દાખવ્યો. દિવસો સુધી ઇઝરાયેલી એરફોર્સના વિમાનોએ પેલેસ્ટાઇની આબાદી ધરાવતી ગાઝા સ્ટ્રીપ પર હવાઇ બોમ્બમારો કર્યો...

વતન પે મરને વાલોં કા ‘નહીં’ નામોનિશાં હોગા!

Image
ભારતીય ખુશ્કીદળના યુવાન મેજર ઋષિકેશ રામાણી (બાજુનો ફોટો) જૂન ૭ ના રોજ કાશ્મીરમાં આતંકવાદી હુમલામાં શહીદ થયા, મી ડિઆએ તેમની શહાદતના તેમજ તેમના શૌર્યના અખબારી રિપોર્ટ બીજે દિવસે છાપ્યા, હવે કેટલાક દિવસ પછી ભારત સરકાર મેજર રામાણી માટે એકાદ ખિતાબ ઘોષિત કરશે અને પછી થોડા દિવસ બાદ જાણે કશું જ બન્યું નથી તેમ બધું ભૂલાઇ જશે. આવતી કાલે કાશ્મીરમાં ભારતનો વધુ એકાદ વીર જવાન તુચ્છ આતંકવાદીની ગોળીનું નિશાન બની વીરગતિ પામશે અને તેની યાદમાં દેશની સરકાર મગરનાં આંસુ સારી વળી એ જવાનને ભૂલી જશે. આ ક્રમ આજકાલનો નથી. પાકિસ્તાનના સરમુખત્યાર જનરલ ઝિયાએ ભારત સામે ૧૯૮૪માં પ્રોક્સી વોરનો આરંભી ત્યારથી તે ચાલ્યો આવે છે. ઝિયાના પાપે કાશ્મીર ભારત માટે બારમાસી બેટલ ફિલ્ડ બની ગયું છે અને સ્વર્ગભૂમિ કહેવાતો એ પ્રદેશ ભારતીય જવાનો માટે મરૂભૂમિ બની ગયો છે. એક પછી એક કરીને આજ દિન સુધીમાં કોણ જાણે કેટલા જવાનો ભારતે કાશ્મીરમાં ગુમાવ્યા છે--અને તે પણ એવા યુદ્ધમાં કે જેનું સત્તાવાર રીતે કોઇ અસ્તિત્વ છે જ નહિ. કાશ્મીરને ‘આઝાદ’ કરવાના નામે ઝિયાએ શરૂ કરાવેલા આતંકવાદને પાકિસ્તાન ગુપ્તતાના પડદા પાછળ સતત પોષતું રહ્યું છે. બીજી તરફ ...

સંપાદકનો પત્ર

'સફારી' June, 2009 તાકીદે જોઇએ છે--ભારતનું ભાવિ બદલી શકતું નવું રાજ્યબંધારણ આજથી ૬૨ વર્ષ પહેલાં લગભગ પ૬પ દેશી રાજરજવાડાંને એક ગાંસડે બાંધીને ભારત નામના અખંડ દેશનું સર્જન કરવામાં આવ્યું હતું. નાના-મોટા રાજ-રાજવીઓ સાથે રાજકીય વાટાઘાટો કરવામાં આશરે ૭૩ દિવસ વીતાવ્યા બાદ સરદાર પટેલે પ૬પ ચિભડાંનો સંયુક્ત ભારો બાંધ્યો ત્યારે જઇને ભારતમાં લોકશાહી સ્થપાઇ અને લોકશાહીની લગામ દેશના વડા પ્રધાન પંડિત નેહરુને સોંપવામાં આવી. બાંસઠ વર્ષ પછી આજે ઇતિહાસનું પુનરાવર્તન થયું છે. અલબત્ત, સહેજ જુદી રીતે. રાજરજવાડાં નહિ, પણ કુલ ૧૬ રાજકીય પક્ષો એક ગાંસડીએ બંધાયા છે. યુ.પી.એ. નામની તે ગાંસડી ફરી વડા પ્રધાન મનમોહન સિંહના કાંધે નાખવામાં આવી છે. આ પુનરાવર્તન જો કે પહેલી વારનું નથી. કેન્દ્રમાં ભેલપૂરી જેવી મિશ્ર સરકારો આપણને છેલ્લાં કેટલાંય વર્ષથી મળતી રહી છે. આ વખતે પણ મળી તેનું કારણ એ કે ભારતીય રાજ્યબંધારણના ખાટલે જ ખોડ રહી જવા પામી છે. જાન્યુઆરી ૨૬, ૧૯પ૦ના રોજ અમલી બનેલું રાજ્યબંધારણ આજના (તેમજ આવતી કાલના) અનિશ્ચિત તેમજ અસ્થિર રાજકીય સંજોગો વચ્ચે ધાર્યું કામ આપી શકે તેમ નથી. બ્રિટિશ સંસદીય લોકશાહીનું બંધ...

ભાજપને હાર અને કોંગ્રેસને હારતોરા!

૨૦૦૪ની લોકસભા ચૂંટણીનાં પરિણામોનું પાંચ વર્ષ બાદ (જરા જુદી રીતે) વન્સ મોર થયું છે. કોંગ્રેસના સમર્થકો માટે પરિણામો બેશક ખુશાલીના છે, તો ભાજપના સમર્થકોમાં સોપો પાડી દેતો માતમ છવાયો છે. આવું કેમ બન્યું? દેશભરમાં કોંગ્રેસી પંજો કેમ ફરી વળ્યો અને લાખો-કરોડો મતોને કેમ સમેટી ગયો? ભાજપે ક્યાં ખોટ ખાધી અને કોંગ્રેસ ક્યાં ખાટી ગયું? કારણો ઘણાં છે, પરંતુ ત્રણ મહત્ત્વના મુદ્દા તપાસવા જેવા છે. (૧) પંદરમી લોકસભા ચૂંટણી લડવા માટે ન કોંગ્રેસ પાસે કે ન તો ભાજપ પાસે પ્રજાને અપીલ કરી શકતો ઠોસ મુદ્દો હતો. કોંગ્રેસે વિકાસનું ગાણું ગાયું, તો ભાજપે સ્વીસ બેન્કનું કાળું નાણું ખેંચી લાવવાનું સ્વપ્ન પ્રજાને બતાવ્યું. સ્વીસ બેન્ક કઇ ચીડિયાનું નામ છે તે દેશના ઘણાખરા લોકોને ખબર ન હોય એ સ્વાભાવિક વાત છે. પરિણામે ભાજપના પક્ષે કોઇ પણ જાતના અજેન્ડા વિનાની ચૂંટણી લડાઇ. વાસ્તવમાં ભાજપે તેની ભૂતપૂર્વ સરકારે કરેલાં વિકાસકાર્યોને હાઇલાઇટ કરવાની જરૂર હતી, પરંતુ એવું તેણે કર્યું નહિ અને સ્વીસ બેન્કના મુદ્દાને પકડી રાખ્યો. સરવાળે પ્રજાના ઘણાખરા વર્ગનો ઝોક કોંગ્રેસતરફી કદાચ એટલા માટે રહ્યો કે ભાજપના સ્વીસ બેન્ક મુદ્દા કરતાં ક...

સંપાદકનો પત્ર

'સફારી'--મે, ૨૦૦૯ રૂપિયા દસ હજાર કરોડની મોંઘીદાટ ચૂંટણી, જે લોકશાહીના નામે સસ્તી મજાક છે! ભારતીય લોકતંત્રને મજબૂત અને સુદ્રઢ બનાવવાના આશયે દેશના એક જવાબદાર નાગરિક તરીકે વૉટિંગ કરવામાં કર્તવ્ય નિભાવ્યાનો સંતોષ માની રહ્યા હો તો આગામી ફકરાથી શરૂ થતી ચર્ચા અચૂક વાંચો. ચર્ચામાં માયૂસીનો સૂર અનુભવો એ બનવાજોગ છે. પરંતુ ખરૂં પૂછો તો એ માયૂસી દેશના ૭૧ કરોડ મતદારોની ટ્રૅજડિ છે. લોકશાહીની તવારીખમાં સૌથી મોંઘી ચૂંટણીનો રેકૉર્ડ ૨૦૦૯ની લોકસભાની ચૂંટણીએ સ્થાપ્યો છે, પરંતુ ખર્ચનો જંગી આંકડો જાણતા પહેલાં કેટલાક સુપરલેટિવ આંકડા વાંચો. આ વખતે લોકસભાની ચૂંટણી દેશભરનાં કુલ ૮,૦૦,૦૦૦ મતદાન મથકો પર યોજવામાં આવી. બધાં પોલિંગ બૂથ પર ‘કાયદો અને વ્યવસ્થા’ જળવાય એ માટે લગભગ ૨૧,૦૦,૦૦૦ સુરક્ષા કર્મચારીઓને તૈનાત રાખવામાં આવ્યા. મતદાન પહેલાંનાં, મતદાન વખતનાં અને મતદાન પછીનાં ચૂંટણીલક્ષી કાર્યો માટે કુલ ૪૦,૦૦,૦૦૦ સરકારી કર્મચારીઓનો સ્ટાફ કામે લગાડવામાં આવ્યો. લોકસભાની ચૂંટણી પાછળ કરવામાં આવેલો કુલ ખર્ચ--અંદાજે ૧૦,૦૦૦ કરોડ! દેશના પ્રત્યેક મતદારે મતદાનનો વિશિષ્ટાધિકાર ભોગવવા માટે રૂ.૧૪૦નો ખર્ચ ભોગવવાનો થયો. કરદાત...
રૂપિયા ૭૫ લાખ કરોડનો સ્વિસ જેકપોટ--ભેંસ ભાગોળે ને છાશ છાગોળે સ્વિસ બેન્કોમાં પડેલું ૭૫ લાખ કરોડ રૂપિયાનું ભારતીય કાળું નાણું સ્વદેશ લાવવાનો સંકલ્પ ભાજપે ડંકે કી ચોટ પર કર્યો છે. સંકલ્પ રંગેચંગે પાર પડે તો તેના જેવું કંઇ નહિ. અલબત્ત, યાદ રહે કે પોતાના ખાતેદારો વિશે ચૂપકીદી રાખવા માટે સ્વિસ બેન્કો નામચીન છે, ૧૯૩૪માં સ્વિત્ઝરલેન્ડ સરકારે પોતાની મૂનસફી મુજબ ઘડી કાઢેલા કાયદા મુજબ ચૂપકીદી તોડનાર સ્વિસ બેન્કના અધિકારીને જેલની (ઓછામાં ઓછા ૬ માસની) આકરી સજા ભોગવવી પડે છે અને તે બેન્કને જબરજસ્ત પેનલ્ટી ફટકારવામાં આવે છે, કોઇ દેશની સરકાર પોતાને ત્યાં અપરાધી સાબિત થયેલા ખાતેદારના સ્વિસ બેન્ક એકાઉન્ટ વિશે માહિતી માગે તો સ્વિસ બેન્ક એ માહિતી આપવા માટે બંધાયેલી નથી, બોફર્સ કટકી કૌભાંડની તપાસ વખતે રાજીવ ગાંધીના કથિત સ્વિસ બેન્ક એકાઉન્ટની વિગતો મેળવવા સી.બી.આઇ.એ કરેલા (વ્યર્થ) પ્રયત્નો સરવાળે પાણીમાં ગયા હતા, અમેરિકા જેવો સુપરપાવર દેશ પણ સ્વિસ બેન્કોનો કાન આમળી શક્યો નથી, તો ભારતનો (કે પછી ભાજપનો) શો ગજ વાગવાનો? આ નક્કર વાસ્તવિકતાઓ છેપણ એ બધું ઘડીભર ભૂલી જાવ. વાસ્તવિકતાઓેને પૂળો મૂકો અને જરા આશાવાદી બન...
રાજકીય પક્ષોના મેનિફેસ્ટો--કહેતા ભી દીવાના, સુનતા ભી દીવાના કોઇપણ જાતના અજેન્ડા વિના લડાઇ રહેલી લોકસભાની ચૂંટણી, આધેડ વયના રાજકીય આગેવાનો દ્વારા વાણીવિલાસ ભૂલીને પ્રદર્શિત થઇ રહેલી બાલિશતા, નેતાઓ પર જૂતાફેંકના બની રહેલા કિસ્સા, દેશ આખાને માથે લેનાર આઇ.પી.એલ. ક્રિકેટ મેચો, ફિલ્મ પ્રોડ્યુસરોનો અને મલ્ટિપ્લેક્સ માલિકો સાથે ચાલી રહેલો ગજગ્રાહ, તાતાની નેનો કારે મચાવેલી ધૂમ, આર્થિક મંદી, શેરબજારના ઇક્વીટી આંકની રોજિંદી ઉછળકૂદ, પાકિસ્તાની આતંકવાદી કાસબનો અદાલતી કેસ કોણ લડે તે અંગે ચાલી રહેલી ચર્ચાઓ વગેરે જેવા સમાચારો જાણવાચર્ચામાં આજકાલ સરેરાશ ભારતીયનો દિવસ આખો પસાર થઇ જાય છે. બત્રીસ લાખ ચોરસ કિલોમીટરનું ક્ષેત્રફળ ધરાવતા ભારતમાં દિલ્હી, મુંબઇ, બેંગલૂરૂ, હૈદરાબાદ, અમદાવાદ વગેરે જેવાં મુખ્ય શહેરો ઉપરાંત દૂરદરાજનાં વિસ્તારોમાં રોજેરોજ કંઇક નવાજૂની બનતી રહે છે. અલબત્ત, મીડિયાની નજર ત્યાં સુધી પહોંચતી નથી અને રાજકીય મહાનુભાવોને તેની દરકાર કરવાની ફુરસદ નથી. સમાચારોમાં ન ચમકતો અને રાજકીય પાર્ટીઓના મેનિફેસ્ટોમાં કદી સ્થાન ન પામેલો એક સીરિઅસ મુદ્દો ઓરિસ્સાના કાલાહાંડી પ્રદેશના લોકોએ વર્ષો થયે વેઠવા પડ...

સંપાદકનો પત્ર

હોસ્પિટલ વેસ્ટનું રિસાઇકલિંગ સફારી--એપ્રિલ, ૨૦૦૯ જમાનો રિસાઇકલિંગનો છે. ‘પર્યાવરણ બચાવો’ના નામે કાગળથી માંડીને પ્લાસ્ટિક સુધીના પદાર્થોને રિસાઇકલ કરી તેમને (નવા સ્વરૂપે) પુનઃ ઉપયોગમાં લેવાય એ તો જાણે સમજ્યા, પરંતુ કચરામાં નખાયેલી ઇન્જેક્શનની સિરિન્જ તેમજ સલાઇન બોટલો જેવા મેડિકલ વેસ્ટને રિસાઇકલિંગનું ધોરણ લાગૂ પાડવામાં આવે ત્યારે કેવી મોકાણ સર્જાય તેનો દાખલો થોડા વખત પહેલાં ગુજરાતમાં જોવા મળ્યો. સાબરકાંઠામાં મોડાસા ખાતે હેપેટાઇટીસબીનો અસાધ્ય રોગ ફૂટી નીકળ્યા પછી ગણતરીના દિવસોમાં જ બેફામ રીતે ફેલાવા લાગ્યો ત્યારે તેનું કારણ તપાસતાં માલૂમ પડ્યું કે ત્યાંનાં કેટલાંક ખાનગી દવાખાનાં ઇન્જેક્શનની સિરિન્જ રિસાઇકલિંગના ધોરણે વાપરતાં હતાં. પ્લાસ્ટિકની ડિસ્પોઝિબલ સિરિન્જ એક કરતાં વધુ વખત વપરાતી હતી અને સરવાળે હેપેટાઇટીસબીનો ચેપ ફેલાવવામાં નિમિત્ત બનતી હતી. આ ઘટસ્ફોટ છાપરે ચડ્યો (અને વખત જતાં છાપે પણ ચડ્યો) ત્યારે સરકારી લેવલે સઘન તપાસ હાથ ધરવામાં આવી. માત્ર મોડાસામાં નહિ, ગુજરાતનાં બીજાં કેટલાંક શહેરોમાં પણ મેડિકલ વેસ્ટના રિસાઇકલિંગનો વેપલો ચલાવતાં સંખ્યાબંધ ‘કારખાનાં’ એ તપાસમાં પકડાયાં. સ્થાનિક હ...