26 June: સિઆચેનના ‘ઓપરેશન રાજીવ’નો વિજય દિવસ

પરમવીર કેપ્ટન બાના સિંહને સલામ, અભિનંદન ને વંદન! સમુદ્રસપાટીથી 20,000 ફીટ ઊંચાં હિમશિખરો, ઘૂંટણ સુધી ખૂંપી જવાય તેટલી જાડી હિમચાદર, શૂન્ય નીચે 40 ડિગ્રી સેલ્શિઅસનું અસહ્ય તાપમાન, પાતળી હવામાં ઓક્સિજનનું 40 ટકા જેટલું ઓછું પ્રમાણ, પ્રત્યેક ડગલું શરીરની ઊર્જાનું ટીપેટીપું નીચવી નાખવા જેવું લાગે... આ છે સિઆચેન યુદ્ધક્ષેત્ર! આ બધા પડકારો સામે હંમેશાં ઝઝૂમતા આપણા જવાનોએ ‘ઓપરેશન રાજીવ’ હેઠળ જૂન, 1987માં સિઆચેનના પહાડોમાં પાકિસ્તાન વિરુદ્ધ યુદ્ધ ખેલવાનું થયું હતું. સિઆચેનની સૌથી ઊંચી (21,200 ફીટ) કાઇદ પોસ્ટ પર કબજો જમાવીને બેઠેલા પાકિસ્તાનીઓ સામે લડીને ગમે તે ભોગે ત્યાં ત્રિરંગો લહેરાવવાનો હતો. કાઇદ પોસ્ટ સુધી પહોંચવામાં 1,500 ફીટ ઊંચી, તીવ્ર ખૂણો ધરાવતી હિમકરાડ ચઢવાની હતી. મિશન ઇમ્પોસિબલ જેવું તે કાર્ય નાયબ સુબેદાર બાના સિંહ મુલતાનીના શિરે આવ્યું. ચાર સાથી જવાનોને લઈને તેઓ જૂન 26, 1987ના રોજ ઉપડ્યા. ઊંચી ચોકી પર બેઠેલા શસ્ત્રસજ્જ શત્રુને આગમનની ગંધ ન આવે તે રીતે કરાડ પર ચડયા. પાકિસ્તાનના ૧૭ સૈનિકો સામે સ્વયં સહિત ૫ જવાનોને મેદાને જંગમાં ઊતારીને, સત્તર પૈકી સાત દુશ્મન સૈનિકોને...