આત્મનિર્ભરતાઃ અર્થ, અર્થબોધ અને અર્થશાસ્ત્ર

આત્મનિર્ભર અર્થતંત્રના પંથે નીકળ્યા છીએ ત્યારે માર્ગદર્શન માટે જાપાનને દીવાદાંડી ગણી ચાલવું જોઈએ રાજકારણનાં ચશ્માં પહેર્યાં હોય તો અત્યારે જ ઉતારી દેજો, કેમ કે અહીં રજૂ થતો મુદ્દો અર્થકારણનો છે. દેશાભિમાન, સ્વાભિમાન, ફરજપાલન, ખંત અને ખુમારીને ઢંઢોળતી વિચારપ્રેરક બાબતોનો પણ છે. સદીઓ પહેલાં ભારતવર્ષની આર્થિક સમૃદ્ધિ કેવીક હતી તેને વ્યક્ત કરવા માટે ગીતકાર રાજેન્દ્ર કૃષ્ણએ ‘ડાલ ડાલ પર સોને કી ચીડિયા’ જેવા અલંકારિક શબ્દો વાપર્યા હતા. કવિ-ગીતકારો રહ્યા શબ્દોના સ્વામી, એટલે અર્થશાસ્ત્રમાં તેમની ચાંચ (ખરેખર તો કલમ) ડૂબે નહિ. પરંતુ એકાદ અર્થશાસ્ત્રીને ભારતવર્ષના ભૂતકાલીન સુવર્ણયુગનું વર્ણન કરવા જણાવ્યું હોય તો તેની નક્કર આંકડાકીય રજૂઆત કંઈક આમ હોયઃ ***ભારતનું અર્થતંત્ર જ્યારે આત્મનિર્ભર હતું*** ■ સત્તરમી સદીના ઉત્તરાર્ધથી લઈને અઢારમી સદીના પ્રારંભ સુધી પોણા ભાગના હિંદુસ્તાન પર હકૂમત જમાવીને બેઠેલા મોગલ વંશના બાદશાહ અૌરંગઝેબે ભારતીય પ્રજા પર વિવિધ પ્રકારના કરવેરા નાખ્યા હતા. ટેક્સના નામે ભારતીયોનું આર્થિક શોષણ કરીને ઔરંગઝેબ વર્ષેદહાડે જે મહેસૂલી આવક મેળવતો તે રકમ તત્કાલ...