Posts

Showing posts with the label Dussehra

દશેરાની ‘સફારી’ સ્ટાઇલની ઉજવણી...‘સફારીબ્રાન્ડ’ ફાફડા સાથે!

Image
કેમ ? શું ? કેવી રીતે ? ક્યારે ? શા માટે ? વગેરે જેવા પ્રશ્નસૂચક શબ્દો સાથે ‘સફારી’નો નાતો એટલો ગાઢ છે કે એકાદ સામાન્ય બનાવ પાછળનુંય પૂરેપૂરૂં બેકગ્રાઉન્ડ જ્યાં લગી ખણખોદ કરીને શોધી ન કાઢે ત્યાં સુધી ‘સફારી’ની ટીમને ચેન ન પડે. આમાં જો કે ક્યારેક અપવાદ હોય પણ ખરા. દાખલા તરીકે દશેરાનો પર્વ ફાફડા અરોગીને મનાવવાની પરંપરા કોણે શરૂ કરી ? એ સવાલોનો જવાબ શોધવાનો ‘સફારી’ની ટીમે આજ દિન સુધી ક્યારેય પ્રયત્ન કર્યો નથી. વર્ષો થયે દશેરા નિમિત્તે ‘સફારી’ની ઓફિસે ફાફડા મંગાવવામાં આવે છે, પરંતુ દશેરા સાથે ફાફડાનો શો સંબંધ ? એનો ઇતિહાસ ઉખેડવા ટીમ ‘સફારી’ના બુદ્ધિશાળી સભ્યો ક્યારેય તેમનું ભેજું કસતા નથી. ઊલટું, તેમનું બધું કોન્સન્ટ્રેશન માત્ર ફાફડાના ભક્ષણ પર હોય છે. આજે ‘સફારી’ની ઓફિસમાં દશેરાની ઓફિશિયલ ઉજવણી છે. દર વર્ષની જેમ આજે પણ સોડિયમ કાર્બોનેટ વિના બનેલા ફાફડા આવી ચૂક્યા છે. આખા અમદાવાદમાં ‘સફારી’ના ફાફડા યુનિક છે, કેમ કે ધોવાના સોડાનું તેમાં નામોનિશાન હોતું નથી. ધોવાનો સોડા તેના યોગ્ય કામે જ વપરાવો જોઇએ, કેમ કે વોશિંગ મશીન અને માણસના પેટ વચ્ચેનો ભેદ સોડા પામી શકતો નથી એવું ‘સફારી’ની ખણખોદિયા ટીમ...

દશેરાની ‘સફારી’ સ્ટાઇલની ઉજવણી

દોઢ-બે મહિનાથી ‘સફારી’ની ઓફિસમાં રોજેરોજ રહેતું ભારે ઉચાટનું વાતાવરણ આખરે રવિવારે પૂરૂં થયું. ‘આસાન અંગ્રેજી’નું પુસ્તક, દિવાળીનો વધુ પાનાંવાળો અંક તથા અંગ્રેજીનો નિયમિત અંક તૈયાર કરવા ઉપરાંત નવેમ્બર માસના બે અંકો એડવાન્સમાં તૈયાર કરી દેવાનો બહુ મોટો તકાદો ‘સફારી’ની ટીમ સમક્ષ હતો. ઘડિયાળ સામે જોયા વિના આખી ટીમે દોઢ મહિનો જે મહેનત કરી એ બદલ તેને બિરદાવી રહી. બે મહિનાથી તંગ રહેલું ઓફિસનું વાતાવરણ હળવુંફૂલ બનાવવાના આશયે આજે ‘સફારી’ના કાર્યાલયમાં એક નાનકડું ગેટ-ટુ-ગેધર રાખ્યું છે. વિજ્ઞાન, ટેક્નોલોજિ, ભૂસ્તરશાસ્ત્ર, ખગોળશાસ્ત્ર, ઇતિહાસ વગેરે જેવા વિષયો સાથે ટીમ ‘સફારી’નો કાયમી નાતો છે, પણ આજે એમાંનો એકેય વિષય ચર્ચાવાનો નથી. દશેરાનો પર્વ ફાફડા-જલેબીનું ભક્ષણ કરીને ‘ઉજવવાના’ રિવાજને કાયદેસર રીતે આજે ટીમ ‘સફારી’ અનુસરવાની છે. અલબત્ત, સહેજ જુદી રીતે--એટલે કે વિજ્ઞાનથી થોડુંક અંતર રાખીને ! દશેરા નિમિત્તે ‘સફારી’ની ઓફિસે મંગાવવામાં આવતા ફાફડા સામાન્ય હોતા નથી, પણ ‘અવૈજ્ઞાનિક’ પદ્ધતિએ બનાવેલા હોય છે. અર્થાત સોડિયમ કાર્બોનેટ/Na2CO3 નું ‘અપાચ્ય’ સાયન્સ ફાફડામાં ભેળવેલું હોતું નથી. ઓફિસનું વાતાવરણ ત...