Posts

Showing posts from September, 2016

'સ્‍કો‌ર્પ‌િન' સબમરીનના સ‌િક્રેટ ડેટાની તફડંચી ભારત માટે કેમ ચ‌િંતાજનક છે ?

Image
ભારતીય નૌકાદળ માટે અત્યાધુનિક ‘સ્કોર્પિન’ સબમરીન્સનો ફ્રાન્સ જોડે કરાયેલો સોદો કયા ચોઘડિયામાં થયો એ કોણ જાણે, પણ તે થયા પછી ભારતના નસીબે ઉદ્વેગ લખાયો હોય એમ લાગે છે. સોદો છેક ૨૦૦૨ની સાલમાં થયો, જે મુજબ ભારતે ૬ ‘સ્કોર્પિન’ બદલ ફ્રાન્સને રૂા.૧૨,૬૦૯ કરોડ ચૂકવવાના હતા. લેખિત કોન્ટ્રાક્ટ પર સહીસિક્કા કરવામાં ત્રણ વર્ષ નીકળી ગયાં, એટલે ૨૦૦૫માં સોદાની રકમ રૂા.૧૫,૪૪૭ કરોડે પહોંચી. ટેક્નોલોજિના હસ્તાંતરણમાં ફ્રાન્સે વધુ કેટલાંક વર્ષ ખેંચી નાખ્યા, એટલે ‘સ્કોર્પિન’ પેટેનું ભારતીય ચૂકવણું આખરે રૂા.૧૮,૦૦૦ કરોડે પહોંચ્યું. સોદાની મૂળ રકમ કરતાં રૂા.૬,૦૦૦ કરોડ વધારે ! ભારતના પક્ષે ઉદ્વેગનો ક્રમ આટલેથી અટક્યો નહિ. આ સબમરીનના બાંધકામનું વર્ષ ૨૦૧૨ નક્કી કરવામાં આવ્યું હતું, પણ મુહૂર્ત છેક ૨૦૧૫માં આવ્યું. પહેલી ‘સ્કોર્પિન’ એ વર્ષે બની ખરી, પણ બ્લેક શાર્ક નામના ટોરપિડોના અભાવે મારકણી ન બની. ૨૦૦૨થી આજ દિન સુધી ‘સ્કોર્પિન’ને લઇ ભારતને એક પછી એક સંખ્યાબંધ હર્ડલ્સ નડ્યાં. ગયા મહિનાની આખરમાં વળી એક અણધારી રુકાવટ આવી, જેની ગંભીરતા જોતાં તેને હર્ડલ ન કહેતાં રીતસર મુસીબતનો પહાડ ગણવો જોઇએ. ‘સ્કોર્પિન’ સબમરીનન