Posts

Showing posts with the label Education

જીભ પર નહિ, જીવમાં વસે તે માતૃભાષા

Image
02-08-2020. ગુજરાત સમાચાર. રવિ પૂર્તિમાં પ્રગટ થયેલો લેખ. કોલમનું નામઃ  એક નજર આ તરફ... by હર્ષલ પુષ્‍કર્ણા  (તંત્રીઃ ‘જિપ્સી’ મેગેઝિન  www.iamgypsy.in )

માર્ક્સલક્ષી હેવીવેઈટ ભણતર કે જ્ઞાનલક્ષી હળવુંફુલ ગણતર?

Image
ધોરણ-૧૦ના નબળા પરિણામે ફરી તાજો કરેલો યક્ષપ્રશ્નઃ બેમાંથી કયો વિકલ્‍પ સારો? બસ્‍સો વર્ષના શાસન દરમ્‍યાન સફેદ લૂંટ ચલાવી ભારતને આર્થિક રીતે પાયમાલ કરનાર અને મંગલ પાંડેથી લઈને ભગત સિંહ સુધીના અસંખ્‍ય ક્રાંતિકારો પર અમાનુષી અત્‍યાચારો કરનાર ગોરી (છતાં ગેંડાછાપ) ચામડીના અંગ્રેજો માટે સરેરાશ સ્‍વમાની ભારતીયને ઝાઝું માન ન હોય. છતાં બ્રિટિશરાજના કેટલાક અંગ્રેજો તેમના ઊંચા, સંતુલિત અને સકારાત્‍મક વિચારો બદલ થોડાઘણા આદરને પાત્ર હતા તેમાં શંકા નહિ. આવા ચુટકીભર ચુનંદા ગોરા અમલદારોમાં એક નામ હોરેસ હેમન વિલ્‍સનનું હતું. બહુમુખી પ્રતિભા ધરાવતા હોરેસ વિલ્‍સન ૧૮૦૮માં ભારત આવી બંગાળમાં surgeon/ શલ્‍ય ચિકિત્‍સક તરીકે સેવા આપતા હતા. કલકત્તામાં તેઓ પહેલી વાર ભારતના પ્રાચીન સંસ્‍કૃત ગ્રંથોના સંપર્કમાં આવ્યા, જેમને વાંચવા-સમજવા માટેની અસીમ ઉત્‍કંઠાએ હોરેસને સંસ્‍કૃત ભાષા શીખવાની પ્રેરણા આપી. બહુ નજીવા સમયમાં હોરેસ વિલ્‍સને સંસ્‍કૃતનું ભાષાજ્ઞાન મેળવ્યું અને વેદો-પુરાણો, ઉપનિષદો, કાલિદાસનું ‘મેઘદૂત’ જેવું કાવ્‍ય વગેરેનો ઊંડાણથી અભ્‍યાસ કર્યો. આ સમૃદ્ધ સાહિત્‍યનો પશ્ચિમી દેશોને લાભ મળી શકે તે ખાતર હોરેસે તેમન...

ઇલોન મસ્ક જેવા ઘણાખરા સ્વપ્નદૃષ્‍ટા સાહસિકો અમેરિકામાં જ કેમ પાકે છે?

Image
વિજ્ઞાન-ટેક્નોલોજિના વિકાસ અર્થે અમેરિકાએ અપનાવેલી નીતિનું અનુકરણ કરવા જેવું છે ------------------------------ ઈ.સ. ૨૦૦પનું વર્ષ હતું. અમેરિકાની સ્‍પેસ એજન્‍સી NASA/ નાસાએ તે વર્ષે ઘોષણા કરી કે પૃથ્‍વી અને અંતરિક્ષ વચ્‍ચે ખેપ કરનારા સ્‍પેસ શટલ અવકાશયાનને નાસા હંમેશ માટે તિલાંજલિ આપવાનું ગંભીરતાથી વિચારે છે. આ સમાચારે ફક્ત અમેરિકામાં નહિ, અન્‍ય દેશોમાં પણ ખળભળાટ મચાવી દીધો. સ્‍પેસ શટલને વિદાય દીધા પછી અમેરિકાનો છેક ૧૯૬૮થી ચાલતો સમાનવ સ્‍પેસ પ્રોગ્રામ આગળ શી રીતે ધપશે તે અંગે સવાલો ઊઠ્યા. ચિંતાનું વાતાવરણ સર્જાયું. ચિંતા સકારણ હતી. એપ્રિલ ૧૨, ૧૯૮૧ના રોજ સ્‍પેસ શટલની પહેલી સફળ ફ્લાઇટ યોજાઈ ત્‍યાર પછી એ અવકાશયાને કુલ ૧૩પ વખત પૃથ્‍વી- અંતરિક્ષ વચ્‍ચે આંટાફેરા કર્યા હતા. હબલ જેવા ટેલિસ્‍કોપથી માંડીને ઇન્‍ટરનેશનલ સ્‍પેસ સ્‍ટેશન માટે જરૂરી પુરજા, સામગ્રીઓ તથા અવકાશયાત્રીઓને અંતરિક્ષમાં પહોંચાડ્યા હતા. આથી સ્‍પેસ શટલ નિવૃત્તિ લે તેમાં જગતને સમાનવ અવકાશયાત્રાના સાડા ત્રણ દાયકા લાંબા અમેરિકન યુગનું પૂર્ણવિરામ આવતું દેખાયું.  બીજી તરફ ઇલોન મસ્‍ક નામના સ્‍વપ્નદૃષ્‍ટા શખ્સના મસ્‍તિષ્‍કમાં વિચારો...

'સફારી' : જ્ઞાનવ‌િજ્ઞાનના ન‌િઃસ્‍વાર્થ પ્રચાર-પ્રસારનાં ૩પ વર્ષ

Image
નવી પેઢીનું વ્યક્તિત્વ ઘડતર કરવાના હેતુસર ઓગસ્ટ, ૧૯૮૦માં ‘બુદ્ધિશાળી બાળકો માટેનું મેગેઝિન’ તરીકે શરૂ કરાયેલા ‘સફારી’ને ચાલુ મહિને ૩૫ વર્ષ પૂરાં થાય છે. કોઇ પણ સામયિક માટે પાંત્રીસ વર્ષનો પ્રકાશનગાળો નાનોસૂનો ન ગણાય--અને જ્ઞાનવિજ્ઞાનના સામયિક માટે તો લગીરે નહિ. આનું કારણ છે. ફિલ્મ, ફેશન, મનોરંજન, સોશિયો-પોલિટિકલ, વ્યાપાર વગેરે જેવા વિષયોમાં રસ ધરાવતા વિશાળ વાચકસમુદાયની તુલનાએ જ્ઞાનવિજ્ઞાનમાં રુચિ ધરાવતા વાચકોની સંખ્યા મર્યાદિત છે. પરિણામે એ વિષયને લગતી જ માહિતી પીરસતા મેગેઝિને સીમિત વાચકગણ વડે સંતોષ માનવો પડે છે. આ સંદર્ભે ‘સફારી’નો કેસ જુઓ ઃ પાંત્રીસ વર્ષ પહેલાં ‘સફારી’નું અવતરણ એવા માહોલમાં થયું કે જ્યાં જ્ઞાનવિજ્ઞાન શબ્દ નવી પેઢી માટે અજાણ્યો હતો. જનરલ નોલેજનું મહત્ત્વ આજે છે એટલું ત્યારે ન હતું. બલકે, રાજા-રાણીની વાર્તાઓ વાંચીને નવી પેઢી મોટી થતી હતી. પરિણામે ‘સફારી’એ પોતાનો વાચકગણ જાતે ઊભો કરવાનો વખત આવ્યો. આ પડકારરૂપ કાર્યમાં ઘણાં વર્ષો નીકળી ગયાં. દરમ્યાન પૂરતા વાચકોના અભાવે ‘સફારી’નું પ્રકાશન આર્થિક ભારણ બન્યું અને એકાદ-બે નહિ, કુલ પાંચ વખત પ્રકાશન બંધ કરવાનો વારો આવ્યો. બળીન...

ભારતની ‌શિક્ષ્‍ાણપ્રણા‌લિનો લેટેસ્ટ અેક્સ-રે (જેમાં બધું કાળુંધબ્બ છે)

Image
એકવીસમી સદીને જ્ઞાનની સદી તરીકે ઓળખવામાં આવે છે અને નવી પેઢીમાં જ્ઞાનનું સિંચન થાય તેમજ નોલેજ ઇઝ પાવરનું સૂત્ર મૂર્ત બને એ ભારત સહિત એશિયાના ઘણા દેશોની સરકારોના ટોપ અજેન્ડા પર છે. પરંતુ આવો ઉમદા અજેન્ડા હાથ પર લેવો તે એક બાબત છે અને અજેન્ડાનું એટલું જ ઉમદા રીતે અમલીકરણ થવું એ જુદી બાબત છે. સરકારમાં મોટે ભાગે તો એ બન્ને નોખી બાબતોનો હસ્તમેળાપ થતો નથી, પરંતુ મલયેશિયાની, દક્ષિણ કોરિયાની, સિંગાપુરની અને ચીનની સરકારોને તેમાં અપવાદ ગણવી રહી. નવી પેઢીને જ્ઞાનની સદી માટે તૈયાર કરવા એ ચારેય દેશોએ પોતાની શિક્ષણ પ્રણાલિમાં ધરખમ ફેરફારો આણ્યા છે. મલયેશિયાએ ૨૦૧૩ની સાલમાં Malaysia Education Blueprint તરીકે ઓળખાતી બ્રાન્ડ-ન્યૂ એજ્યૂકેશન સિસ્ટમ અમલમાં મૂકી, તો દક્ષિણ કોરિયાએ TestFree /પરીક્ષામુક્ત શિક્ષણ પદ્ધતિ અપનાવી છે. દેશના તમામ બાળકોને શિક્ષણ આપવાના હેતુએ વિનામૂલ્યે શિક્ષણનો પ્રોગ્રામ પણ દક્ષિણ કોરિયાની સરકારે ઘડી કાઢ્યો છે. આ તરફ મહાસત્તા બનવા માગતા ચીને તો પોતાની વર્ષો જૂની શિક્ષણ પદ્ધતિનાં મૂળિયાં ખેંચી કાઢીને ૨૦૦૩ની સાલથી ફર્સ્ટ ક્લાસ એજ્યૂકેશન નામની આધુનિક સિસ્ટમ અમલમાં મૂકી દીધી છે. આ નવી...

ભારતની ભૂગોળ 'નવેસરથી' આંકતાં મહારાષ્‍ટ્રનાં પાઠ્યપુસ્‍તકો

ઇ શાન દિશામાં આવેલો ૮૩,૭૪૩ ચોરસ કિલોમીટરનો તેમજ લગભગ ૧૧ લાખની આબાદીવાળો અરુણાચલ પ્રદેશ નામનો ભૌગોલિક ટુકડો છેલ્લાં કેટલાંક વર્ષથી ભારતનાં સમાચાર માધ્યમોમાં ન્યૂઝ આઇટમ તરીકે વારંવાર ચમકે છે. ન્યૂઝનો વિષય સામાન્ય રીતે એ રાજ્યની સરહદે ચીની લશ્કરની હિલચાલનો તેમજ ઘૂસણખોરીનો હોય, પણ ગયા મહિને અરુણાચલ પ્રદેશનું નામ અલગ મુદ્દે ન્યૂઝ આઇટમ બનીને છાપાઓમાં ચમક્યું. થયું એવું કે મહારાષ્ટ્ર રાજ્યના પાઠ્યપુસ્તક મંડળે દસમા ધોરણના ભૂગોળની તેમજ અર્થશાસ્ત્રની નવી, અપડેટેડ ટેક્સ્ટબૂક બહાર પાડી, જેમાં બહુ મોટો છબરડો તેણે વાળ્યો. બેઉ વિષયોના પાઠ્યપુસ્તકમાં ભારતનો એવો ભૌગોલિક નકશો છપાયો કે જેમાં અરુણાચલ પ્રદેશનો નામોલ્લેખ ન હતો. ભારતના નકશામાંથી રાજ્ય બાકાત હતું; પડોશી દેશ ચીનના ભૌગોલિક મેપમાં તેને દર્શાવાયું હતું. આ ભૂલભરેલો નકશો ૧૭ લાખ પાઠ્યપુસ્તકોમાં મુદ્રણ પામ્યો. નવાઇ તો એ કે પુસ્તકોનું છાપકામ હાથ ધરાયું એ પહેલાં તેનાં તમામ પૃષ્ઠોનું ચકાસણીના નામે એકાદ-બે નહિ, પણ છ વખત પ્રૂફ-રીડિંગ થયું હતું. ડિઝાઇનિંગ, પ્રૂફ-રીડિંગ અને પ્રિન્ટિંગ એ ત્રણેય તબક્કે ભૂલના નામે આખેઆખો હાથી નીકળી ગયો અને અડધોઅડધ ...

'વાંચે ગુજરાત' : Knowledge is power સૂત્રને અમલમાં મૂકતો પ્રોજેક્ટ

સંપાદકનો પત્ર 'Safari' February, 2010 ભારતની શિક્ષણ પદ્ધતિને ધરમૂળથી બદલવાનાં મંતવ્યો, પ્રસ્તાવો અને સૂચનો આજ દિન સુધી એટલી મોટી સંખ્યામાં કરાયાં છે કે તેમનું એક સંકલિત પુસ્તક બનાવો તો તે દળદાર ગ્રંથનું સ્વરૂપ પામે. ભારતમાં અંગ્રેજોએ વર્ષો પહેલાં દાખલ કરેલી (અને એક્સ્પાયરી ડેટ ક્યારની વટાવી ચૂકેલી) શિક્ષણપ્રણાલિમાં શા ફેરફારો કરવા, કેવી રીતે જે તે ફેરફારનું અમલીકરણ કરવું અને શી રીતે સર્વાનુમતે તેને સ્વીકૃતિ અપાવવી તે અંગેનું પિષ્ટપેષણ જો કે આપણે ત્યાં એટલું લાંબું ચાલતું હોય છે કે ઘણાં ખરાં મંતવ્યો, પ્રસ્તાવો અને સૂચનો સહજ કાગળ પર જ રહી જવા પામે છે. દરમ્યાન કિંમતી સમય વીતતો જાય છે અને નવી પેઢી તેના પાઠ્યપુસ્તકિયા જ્ઞાનના આધારે ‘ગ્રેજ્યુએટ’ના સિક્કા સાથે સ્કૂલ-કોલેજોમાં તૈયાર થઇને નીકળે છે. ભારતની ‘ડિગ્રી ડ્રિવન’ સોસાયટીમાં એ પેઢી આજે ભલે પોતાનું ફોડી લેતી હોય, પણ આવતી કાલે જમાનો ‘નૉલેજ ડ્રિવન’ સોસાયટીનો હશે. ડિગ્રીનું ખાસ મહત્ત્વ એવા માહોલમાં રહેવાનું નથી. નેશનલ તેમજ મલ્ટિનેશનલ કંપનીઓમાં ઉમેદવારની પસંદગી જે તે વિષયમાં તેના નૉલેજના આધારે તેમજ વૈચારિક કૌશલ્યના આધારે થવાની છે. ટૂં...

ભારતનાં સાયન્સ સેન્ટરોઃ પિકનિક + મનોરંજન = સાયન્સની બાદબાકી

સચોટ જવાબ તો જાણે આપવો મુશ્કેલ છે, છતાં માત્ર તર્ક લડાવીને કહો કે બત્રીસ લાખ ચોરસ કિલોમીટરના ભારત દેશમાં કુલ મળીને મંદિરો કેટલા હશે? સવાલ મૂંઝવનારો લાગ્યો? તો જવાબમાં ‘પાસ’ કહીને સવાલને બાયપાસ કરવાની છૂટ છે, પરંતુ એમ કર્યા પછી બીજા એક વાયડા પ્રશ્નનો જવાબ આપવો રહ્યોઃ આખા ભારતમાં કુલ સિનેમાગૃહો કેટલા? ફરી ગૂંચવાડો પેદા થયો હોય તો ચાલો, હવે ત્રીજા (અને બહુ સરળ) સવાલનો જવાબ આપોઃ દેશભરમાં સાયન્સ એન્ડ ટેક્નોલોજિ મ્યુઝિયમ્સ કેટલા છે? આનો જવાબ કદાચ સહેલાઇથી આપી શકો, કેમ કે લાખ, હજાર કે સેકડોના આંકડાની આંટીઘૂંટીમાં પડવાની તેમાં જરૂર નથી. હિસાબ બે આંકડામાં નીકળે એટલો નાનો છે. સાયન્સ સેન્ટરની ગમે તેટલી ઉદાર વ્યાખ્યા બાંધો અને વિજ્ઞાન-ટેક્નોલોજિને ઉપરછલ્લી રીતે દર્શાવતા તદ્દન નાનામાં નાના મથકને પણ ગણતરીમાં લો તોય ભારતમાં એવા કેન્દ્રો ૨૭ થી વધુ નથી. ગુજરાતના સાયન્સ સીટી જેવા મોટા મથકો તો આપણે ત્યાં પૂરા અડધો ડઝન પણ નથી. દેશમાં મંદિરો તેમજ અન્ય ધાર્મિક સ્થળોની ગણતરી કરોડોમાં થાય છે. (એકલા આંધ્ર પ્રદેશમાં જ સવા બે લાખ કરતાં વધુ ‘અધિકૃત’ મંદિરો છે). સિનેમા અને મલ્ટિપ્લેક્સનો હિસાબ હજારોમાં મંડાય છે. (...

...અને હવે આકાશમાંથી જ્ઞાનની સરવાણી (વાયા એજ્યુસેટ)

શાળાના વર્ગખંડોમાં ભણાવવામાં આવતા વિજ્ઞાન, ગણિત, ઇતિહાસ અને અંગ્રેજી જેવા વિષયો સરેરાશ વિદ્યાર્થી માટે હંમેશાં સરદર્દ સાબિત થતા હોય છે. વાસ્તવમાં કોઇ વિષય પોતે કદી નિરસ હોતો નથી, પરંતુ તેની નબળી રજૂઆત વિષય પ્રત્યે અણગમો પેદા કરતી હોય છે. ક્યારેક પાઠ્યપુસ્તકોમાં લખેલાં ભંદ્રભદ્રી વાક્યો તો ક્યારેક વિષયની રજૂઆત મૌલિક રીતે ન કરી શકનાર શિક્ષકો વિદ્યાર્થીને જે તે વિષય પ્રત્યે અણગમો પેદા કરવામાં કારણભૂત બનતા હોય છે. આ હકીકત છે, જેનું ભાન કદાચ ગુજરાત સરકારને બહુ મોડેથી થયું છે. ખેર, મોડું તો મોડું, પરંતુ એક આવકાર્ય પગલું તેણે હમણાં ભર્યું છે. રાજ્યની લગભગ ૨૨,૦૦૦ શાળાઓના વર્ગોને હવે રાજ્ય સરકારે વર્ચ્યુઅલ ક્લાસરૂમમાં ફેરવવાનું નક્કી કર્યું છે. પાંચેક વર્ષ પહેલાં અંતરિક્ષના સરનામે મોકલાયેલા ઇસરોનો એજ્યુસેટ નામનો ઉપગ્રહની તે માટે મદદ લેવાનો પ્લાન છે. પ્લાનની રૂપરેખા ટૂંકમાં આટલી-- (૧) સરકાર હસ્તકની કુલ ૨૨,૦૦૦ સ્કૂલોના પાંચમા અને સાતમા ધોરણમાં ભણતા વિદ્યાર્થીઓને વિજ્ઞાન, ગણિત અને અંગ્રેજી એ ત્રણ વિષયો ઇન્ટરએક્ટિવ ઢબે ભણાવવા. (૨) આ માટે બધી સ્કૂલોમાં ૪૨ ઈંચના એલ.સી.ડી. ટેલિવિઝન સેટ ૨૦૦૯ના અંત સુધ...