Posts

Showing posts with the label Safari

દમદાર માહિતી પીરસતું ‘સફારી’ હવે દમકદાર રંગીન અવતારમાં

Image
આ સામયિકના હજારો જિજ્ઞાસુ વાચકોએ આજ દિન સુધી પૂછેલા ૨,૫૦૦ કરતાંય વધુ પ્રશ્નોના મુદ્દાસર જવાબો ‘ફેક્ટફાઇન્ડર’ વિભાગમાં આશરે ૨૫૦ અંકો થયે અપાતા રહ્યા છે. અનેક વાચકો દ્વારા વારંવાર પૂછાતો રહેલો અને હંમેશાં નિરુત્તર રહી જવા પામેલો એક સવાલ આમ હતો ઃ ‘સફારી’નાં તમામ પાનાં રંગીન કેમ આપતા નથી ? ચાલુ અંકથી ‘સફારી’નાં રૂપ-રંગ બદલી નાખ્યાં પછી ઉપરોક્ત પ્રશ્ન demonetise થયેલી `1000 ની નોટ જેવો નિરર્થક થઇ ગયો. આથી પ્રસ્તુત અંક હાથમાં ઉઠાવતાવેંત વાચકોના મનમાં સંભવતઃ ઉઠેલા ‘સફારી’નાં તમામ પાનાં રંગીન કરવામાં આટલું મોડું કેમ કર્યું ? એ સવાલનો લોજિકલ ખુલાસો અહીં પહેલી વાર રજૂ કરીએ છીએ. જથ્થાબંધ નકલોનો ફેલાવો ધરાવતા ‘સફારી’ જેવા સામયિકોનું મુદ્રણ વેબ ઓફેસટ કહેવાતા પ્રિન્ટિંગ મશીન પર થાય છે, જેમાં મોટા કદના roll / વીંટલામાંથી આસ્તે આસ્તે રીલિસ થતો સફેદ કાગળ વિરાટ પ્રિન્ટિંગ મશીનના સંખ્યાબંધ રોલર્સમાંથી પસાર થતો જાય તેમ તેના પર મુદ્રણ થતું રહે. મશીનના એક છેડે દાખલ થતો કોરો કાગળ અનેક ‘ગલીકૂંચીઓ’ સોંસરવો અંતે સામા છેડે ૧૬ યા ૩૨ પાનાંરૂપે છપાઇને તેમજ આપોઆપ ફોલ્ડ થઇને બહાર નીકળે. વર્ષોથી ‘સફારી’નું બ્લ...

'સફારી' : જ્ઞાનવ‌િજ્ઞાનના ન‌િઃસ્‍વાર્થ પ્રચાર-પ્રસારનાં ૩પ વર્ષ

Image
નવી પેઢીનું વ્યક્તિત્વ ઘડતર કરવાના હેતુસર ઓગસ્ટ, ૧૯૮૦માં ‘બુદ્ધિશાળી બાળકો માટેનું મેગેઝિન’ તરીકે શરૂ કરાયેલા ‘સફારી’ને ચાલુ મહિને ૩૫ વર્ષ પૂરાં થાય છે. કોઇ પણ સામયિક માટે પાંત્રીસ વર્ષનો પ્રકાશનગાળો નાનોસૂનો ન ગણાય--અને જ્ઞાનવિજ્ઞાનના સામયિક માટે તો લગીરે નહિ. આનું કારણ છે. ફિલ્મ, ફેશન, મનોરંજન, સોશિયો-પોલિટિકલ, વ્યાપાર વગેરે જેવા વિષયોમાં રસ ધરાવતા વિશાળ વાચકસમુદાયની તુલનાએ જ્ઞાનવિજ્ઞાનમાં રુચિ ધરાવતા વાચકોની સંખ્યા મર્યાદિત છે. પરિણામે એ વિષયને લગતી જ માહિતી પીરસતા મેગેઝિને સીમિત વાચકગણ વડે સંતોષ માનવો પડે છે. આ સંદર્ભે ‘સફારી’નો કેસ જુઓ ઃ પાંત્રીસ વર્ષ પહેલાં ‘સફારી’નું અવતરણ એવા માહોલમાં થયું કે જ્યાં જ્ઞાનવિજ્ઞાન શબ્દ નવી પેઢી માટે અજાણ્યો હતો. જનરલ નોલેજનું મહત્ત્વ આજે છે એટલું ત્યારે ન હતું. બલકે, રાજા-રાણીની વાર્તાઓ વાંચીને નવી પેઢી મોટી થતી હતી. પરિણામે ‘સફારી’એ પોતાનો વાચકગણ જાતે ઊભો કરવાનો વખત આવ્યો. આ પડકારરૂપ કાર્યમાં ઘણાં વર્ષો નીકળી ગયાં. દરમ્યાન પૂરતા વાચકોના અભાવે ‘સફારી’નું પ્રકાશન આર્થિક ભારણ બન્યું અને એકાદ-બે નહિ, કુલ પાંચ વખત પ્રકાશન બંધ કરવાનો વારો આવ્યો. બળીન...

પ્રકાશના પર્વ ‌નિમિત્તે એક દીપક જ્ઞાનનો પણ પ્રગટાવો

Image
કચ્છના પાનન્ધ્રો ખાતે આવેલા થર્મલ પાવર સ્ટેશનમાં ફરજ બજાવતા ‘સફારી’ના નિયમિત વાચક (અને નિયમિત પત્રલેખક) અપૂર્વ ભટ્ટે હમણાં તેમની સાથે બનેલો એક સુખદ તેમજ સરપ્રાઇઝિંગ પ્રસંગ લાગણીભર્યા પત્રમાં લખી મોકલ્યો. વાચકોના પત્રો સામાન્ય રીતે પત્રવિભાગમાં પ્રસ્તુત કરવાના હોય પરંતુ અપૂર્વભાઇનો પત્ર અહીં ટાંકવાનું કારણ છે, જેની ચર્ચા સહેજ વાર પૂરતી મુલત્વી રાખી પહેલાં પત્ર વિશે વાત કરીએ. કચ્છના લખપત તાલુકામાં આવેલું પાનન્ધ્રો પાંખી વસ્તીવાળું ગામ છે. અહીં ગુજરાત સરકારના થર્મલ પાવર સ્ટેશનમાં અપૂર્વભાઇ ડેપ્યૂટી એન્જિનિઅર તરીકે ફરજ બજાવે છે. પાનન્ધ્રોની આસપાસનાં ગામોમાંથી કેટલાક લોકો મજૂરી અર્થે થર્મલ પ્લાન્ટમાં કામ કરવા આવે છે, જે પૈકી બિટીયારી ગામનો એક રહેવાસી અપૂર્વભાઇની ઓફિસમાં સાફસફાઇનું કામ સંભાળે છે. લગભગ ૬ મહિના પહેલાં એક દિવસ તે પોતાના ૯ વર્ષીય પુત્ર ઇબ્રાહીમને ઓફિસે લેતો આવ્યો. અપૂર્વભાઇના ડેસ્ક પર યોગાનુયોગે ત્યારે ‘સફારી’નો અંક પડ્યો હતો. અંક પર ચિત્તાનું મુખપૃષ્ઠ જોઇને ઇબ્રાહીમ આશ્ચર્યભાવે અંકનાં પાનાં ઉથલાવી દરેક ચિત્રોને માણવા લાગ્યો. આ દશ્ય જોઇ અપૂર્વભાઇએ તેની સાથે થોડી વાત કરી ત્...

'સફારી'ની સફરના seven wonders!

Image
ઓગસ્ટ ૧, ૨૦૧૧ના રોજ ' સફારી'ના ૩૧મા જન્મદિન નિમિત્તે ફેસબુકના www.facebook.com/safari.india પેજ પર ' સફારી'ના પ્રકાશનને કેટલીક જૂની યાદો તાજા કરી હતી. ત્રીસ વર્ષના સમયગાળામાં ' સફારી'ને થયેલા સારા/નરસા અનુભવોના પ્રસંગો તો જાણે અનેક છે, પરંતુ તે પૈકી સાતેક પ્રસંગો ફેસબુક પર વાચકો માટે Flashback ના શીર્ષક હેઠળ પોસ્ટરૂપે મૂક્યા હતા. આ બ્લોગના અમુક વાચકો તે પ્રસંગો વાંચવાનું કદાચ ચૂકી ગયા હોય તેવા અનુમાન સાથે અહીં તેમને રજૂ કર્યા છે. સમયની તાણ હોવાને લીધે ગુજરાતીમાં તેમને ફરી લખવાનો અવસર મળી શક્યો નથી, માટે copy & paste નો શોર્ટ-કટ અપનાવ્યો છે. FLASHBACK-1 'What kind of magazine is this? A knowledge magazine; in India? Believe me, this magazine has no future! Publishing the 2nd issue of this magazine would be a suicide.' Some experienced magazine agents of Gujarat gave this piece of advice, to the editor of 'Safari' when he 'dared' to publish the first issue on August 1, 1980. Moral: Some advices better not entertained FLASHBACK-...

1980-2011: જ્ઞાન-વિજ્ઞાનની દુનિયામાં 'સફારી'નાં ત્રીસ વર્ષ !

Image
‘‘આ અંકથી એક નવા બાળપાક્ષિકનું પ્રકાશન શરૂ થાય છે. નવા પ્રકારનું એટલા માટે કે તેમાં રાજારાણીની કે વેતાળની વાતો નથી. પરીકથાઓ નથી કે કપોળકલ્પિત કહાણીઓ નથી. અંધશ્રદ્ધા ફેલાવે તેવાં ગપગોળાં નથી કે સસ્સારાણાનાં ઉપજાવી કાઢેલાં સાહસો નથી. આ બાળપાક્ષિક તો દર અંકે તેના સૌ બાળમિત્રોને જ્ઞાનવિજ્ઞાનની સફરે લઇ જશે--અને એટલે જ તેનું નામ ‘સફારી’ છે. દુનિયામાં એટલી બધી અજાયબીઓ છે કે તેમના વિશે જાણીએ તો ચકિત્ થઇ જઇએ. એક જમાનામાં એ બધું જાણવા માટે હ્યુએન ત્સાંગ, માર્કો પોલો, રોબર્ટ પિઅરી, કોલમ્બસ વગેરે જિજ્ઞાસુ સાહસિકો નીકળી પડ્યા હતા. કોઇ પગપાળા નીકળ્યા, તો કોઇ વહાણોના સઢ પલાણીને મધદરિયે હંકાર્યા.   આજે માનવીએ પોતાની જિજ્ઞાસા સંતોષવા માટે સાહસો ખેડવાની જરૂર નથી અને ‘સફારી’ના વાચકોએ તો આરામખુરશીમાંથી પણ ઊભા થવાની જરૂર નથી, કારણ કે મહિનામાં બે વખત ‘સફારી’ તેમને આરામખુરશીમાં બેઠા બેઠા જ જ્ઞાનવિજ્ઞાનની સફર કરાવશે અને અવનવી માહિતીઓનો ખજાનો તેમની સામે હાજર કરી દેશે. કોઇ માહિતી ભૂગોળ વિશે, તો કોઇ ઇતિહાસ વિશે; કોઇ સમુદ્ર વિશે, તો કોઇ અવકાશ વિશે; કોઇ પ્રાણી વિશે, તો કોઇ વનસ્પતિ વિશે.’’ આ ટૂંકી છતાં અર્થપ...

...આખરે ‘સફારી’ ફેસબૂક પર !

Image
ઓરકુટ અને ફેસબૂક પર ઘણાં વર્ષથી ‘સફારી’ના નામની (અનધિકૃત) કમ્યૂનિટી ચાલે છે. આ કમ્યૂનિટીઝ સામે કશો વાંધો નથી--અને હોવો પણ ન જોઇએ, કેમ કે ‘સફારી’ના હજારો વાચકોને ઓરકુટ તેમજ ફેસબૂક પર વિચાર-વિમર્શ કરવાનું (અધિકૃત) પ્લેટફોર્મ ખુદ ‘સફારી’એ જ પૂરૂં પાડ્યું ન હતું. આજે તે ઓવરડ્યૂ કામનું કોણ જાણે શી રીતે એકાએક મૂહુર્ત નીકળી આવ્યું અને ફેસબૂક પર ‘સફારી’નું પેજ એકાએક જ ઊભું કરી દીધું. આ પેજ તર્કબદ્ધ અને બુદ્ધિગમ્ય ચર્ચાનું પ્લેટફોર્મ બની રહે તો પેજના સર્જકની ૨૩ મિનિટ અને ૪૦ સેકન્ડની ‘જબરજસ્ત’ મહેનત લેખે લાગશે ! ‘સફારી’ના ફેસબૂક રસિક વાચકો માટે પેજની લિંક... http://www.facebook.com/pages/Safari-India/192397684144829?sk=info

પૃથ્વીના ભૂગર્ભનો પેટ્રોલિયમ ભંડારઃ કેટલોક ભૂસ્તરીય, બાકીનો ભૂતિયો

Image
ધરતીના પેટાળમાં રહેલું પેટ્રોલિયમ તળિયાઝાટક થવા આડે કેટલાં વર્ષ બાકી છે ?  ભલભલા જાણકારોને પૂછો તો પણ તે વર્ષનો ચોક્કસ આંકડો ટાંકીને જવાબ ન આપી શકે એવો સવાલ છે, કેમ કે ઘણાં અનિશ્ચિત પાસાં ગણતરીને ખોટી પાડી શકે છે. સૌથી રહસ્યમય પાસું એ છે કે જેને ગણતરી વખતે કદી ધ્યાન પર લેવાતું નથીઅને ઘણા ખરા લોકોના તો ધ્યાનમાં પણ કદી આવ્યું નથી.  મામલો આમ છે--પૃથ્વીના ભૂગર્ભનો પેટ્રોલિયમ ભંડાર ‘સત્તાવાર’ રીતે ભલે ૧,૧૦૦ અબજ બેરલનો ગણાતો, પણ હકીકતે એટલો છે જ નહિ. અમુક પુરવઠો જ સાચેસાચો ભૂસ્તરીય છે. બાકીનો ભૂતિયો છે, જેનું અસ્તિત્વ નથી. આ કારણસર ભંડારોનું તળિયું ધાર્યા કરતાં ઘણું વહેલું દેખાવાનું છે. ભારત સહિત બધા દેશોનાં અર્થતંત્રો ત્યારે ડગમગી જવાનાં છે. ભૂતિયા પેટ્રોલિયમનું મૂળ વર્ષો પહેલાંના ભૂતકાળમાં રહેલું છે. શરૂઆતથી જ માંડીને વાત કરો તો ઇરાક, સાઉદી અરબસ્તાન, કુવૈત, વેનેઝુએલા અને ઇરાન એ પાંચ દેશોએ સપ્ટેમ્બર ૧૪, ૧૯૬૦ના રોજ Organization of Petroleum Exporting Countries/OPEC નામનું સંગઠન રચ્યું. ઇરાદો એ કે પ્રત્યેક સભ્યદેશનો પ્રોડક્શનને લગતો ક્વોટા નક્કી થાય, આપસની સ્પર્ધા ટળે અને ભાવ કપા...

હેપ્પી 'બર્થ-ડે' ટુ safari-india.com

આપણે ત્યાં Cafe Coffee Day ના નામે કોફી શોપ એક સરસ મજાનું વાક્ય તેની ટેગલાઇન તરીકે લખે છેઃ A lot can happen over coffee. આ વાક્ય ‘સફારી’ની વેબસાઇટના કેસમાં આકસ્મિક બંધબેસતું આવે છે, કેમ કે આજથી બારેક વર્ષ પહેલાં ‘સફારી’ની વેબસાઇટ કોફીના એક જ પ્યાલે  ક્લિક થઇ હતી. કાફે કોફી ડેનું (અને તેની ટેગલાઇનનું પણ કદાચ) ત્યારે અસ્તિત્વ નહોતું. સી.જી. રોડ આજે છે એવો ભરચક ન હતો. સી.જી. રોડના એક કોમ્પ્લેક્સની નીચે એક ખૂલ્લા સ્થળે મારી મુલાકાત બાઇટ ટેક્નોલોજિના (આજે બાઇટ ટેક્નોસિસ પ્રાઇવેટ લિમિટેડના) કર્તાહર્તા ભાઇ વિશાલ અને તેની નાનીશી ટીમ સાથે થઇ. ‘સફારી’ની વેબસાઇટ કેવી હોવી જોઇએ અને તેમાં શી નવીનતા આણી શકાય તેની ઓપન એર (અને ઓપન માઇન્ડેડ) ગંભીર ચર્ચાનો આરંભ થયો. કોફીના અકેક ઘૂંટડે ચર્ચા ક્રમશઃ ઓર ગંભીર બનતી ગઇ, પુષ્કળ બ્રેઇન સ્ટોર્મીંગ થયું--અને અંતે અમે સૌ છૂટા પડ્યા ત્યાં સુધીમાં ‘સફારી’ની વેબસાઇટનો વૈચારિક માંચડો બંધાઇ ચૂક્યો હતો. કેટલાક દિવસ બાદ વિશાલ અને તેની ટીમ ટેક્નિકલ મોરચે અને હું અને મારી ટીમ કન્ટેન્ટના મોરચે યુદ્ધ ખેલવા લાગી. દરમ્યાન ‘સફારી’નું ડમેઇન રજિસ્ટર થઇ ચૂક્યું હતું. (માત...

‘સફારી’ની સફર: કલ, આજ ઔર કલ

અંક નં. ૨૦૦ નિમિત્તે તંત્રી નગેન્દ્ર વિજયનો આભારપત્ર આજથી ચારેક દાયકા પહેલાં મેં વિજ્ઞાનનું  સામયિક ‘સ્કોપ’ શરૂ કરવાનો નિર્ણય લીધો ત્યારે એક અનુભવી ન્યૂઝપેપર એજન્ટે મારા હિતુચ્છુ હોવાના નાતે સલાહ આપી હતી-- પૈસાનો ધૂમાડો કરવો હોય અને વહેલા શહીદ થવું હોય તો જ વિજ્ઞાનનું મેગેઝિન કાઢજો. ગુજરાતની પ્રજા વેપારી વિચારસરણી ધરાવે છે, વૈજ્ઞાનિક અભિગમ નહિ. સલાહ આપવામાં ન્યૂઝપેપર એજન્ટે સહેજ પણ અતિશયોક્તિ કરી ન હતી. ‘સ્કોપ’ અને ત્યાર પછી ‘સફારી’ના અવતરણ પહેલાં ગુજરાતમાં કંઇક એવો જ માહોલ હતો. પરંતુ સ્થિતિ સુખદ રીતે બદલાઇ છે. વેપારી ગણાતી ગુજરાતી પ્રજાએ જ્ઞાનવિજ્ઞાનને આવકાર્યું છે અને ‘સફારી’ને તેમના ઘરમાં માનભેર પ્રવેશ આપ્યો છે. મૂલ્યનિષ્ઠ પત્રકારત્વમાં પ૩ વર્ષ લાંબી કારકિર્દી દરમ્યાન ‘સ્કોપ’ અને ‘સફારી’ જેવા સામયિકોએ મારી અનેક આકરી કસોટીઓ લીધી છે--અને દરેક કસોટીએ મારા મનોબળને ઓર મજબૂતી પ્રદાન કરી છે. આર્થિક પાસા ભૂલીને માત્ર નવી પેઢીના લાભાર્થે મારી કલમ ચલાવવાના નિર્ધારમાં હું એટલે જ કદી ચલિત થયો નહિ. બીજી તરફ વાચકોએ મારી કલમ સ્વીકારી તેમજ વધાવી એ મારે મન બહુ સંતોષની વાત છે. આજે ‘...

અંક નં. ૨૦૦: ‘સફારી’ની અવિરત સફરનું વધુ એક સીમાચિહ્ન

Image
નવી પેઢીને જ્ઞાનવિજ્ઞાનના વાંચન તરફ વાળવાના આશય સાથે ઓગસ્ટ, ૧૯૮0માં શરૂ કરાયેલું બુદ્ધિશાળી વાચકો માટેનું મેગેઝિન ‘સફારી’ ચાલુ અંકે તેની બેવડી સદી પૂરી કરે છે. અંક નંબર મુજબ જોતાં સ્કોર ભલે બસ્સોનો ગણાય, પરંતુ બસ્સો અંકોમાં વિવિધ વિષયોને લગતી જે જ્ઞાનવર્ધક વાંચનસામગ્રી ‘સફારી’માં પ્રગટ થઇ તેના આંકડા હેરત પમાડે તેવા છે. ‘સફારી’ની ટિપિકલ સ્ટાઇલમાં જ એ સ્કોર વાંચો-- આ સામયિકનો દરેક અંક ૬૪ + ૪ એમ ૬૮ પાનાંનો હોય છે. ચિત્રોરેખાંકનોને તેમજ ‘સફારી’નાં અન્ય પ્રકાશનોની જાહેરાતોને બાદ કરો અને વધુ પાનાંવાળા દિવાળી અંક તેમજ અન્ય વિશેષાંકોને ગણતરીમાં લો તો પણ દરેક અંક સરેરાશ પપ પાનાંમાં ઠસોઠસો માહિતી પીરસે છે એમ કહી શકાય. આજ દિન સુધી ‘સફારી’એ આવા ૨૦૦ અંકો આપ્યા, એટલે માહિતીસભર પાનાંનો કુલ જુમલો થયો ૧૧,૦૦૦નો ! ‘સફારી’ના લગભગ દરેક પાને એક કરતાં વધુ ચિત્રો યા રેખાંકનો હોય છે. સરેરાશ ૧.૨પની ગણો તો પણ અત્યાર સુધી ૧૧,૦૦૦ પાનાંમાં લગભગ ૧૩,૭પ૦ ચિત્રોરેખાંકનો ‘સફારી’ આપી ચૂક્યું છે.  આજ દિન સુધી ‘સફારી’એ વિવિધ વિષયો પર કુલ મળીને ૧,૧૧પ લેખો આપ્યા છે, ‘ફેક્ટફાઇન્ડર’વિભાગમાં ૨,૨૧૧ પ્રશ્નોના મુદ્દાસર જવાબ ...

દશેરાની ‘સફારી’ સ્ટાઇલની ઉજવણી...‘સફારીબ્રાન્ડ’ ફાફડા સાથે!

Image
કેમ ? શું ? કેવી રીતે ? ક્યારે ? શા માટે ? વગેરે જેવા પ્રશ્નસૂચક શબ્દો સાથે ‘સફારી’નો નાતો એટલો ગાઢ છે કે એકાદ સામાન્ય બનાવ પાછળનુંય પૂરેપૂરૂં બેકગ્રાઉન્ડ જ્યાં લગી ખણખોદ કરીને શોધી ન કાઢે ત્યાં સુધી ‘સફારી’ની ટીમને ચેન ન પડે. આમાં જો કે ક્યારેક અપવાદ હોય પણ ખરા. દાખલા તરીકે દશેરાનો પર્વ ફાફડા અરોગીને મનાવવાની પરંપરા કોણે શરૂ કરી ? એ સવાલોનો જવાબ શોધવાનો ‘સફારી’ની ટીમે આજ દિન સુધી ક્યારેય પ્રયત્ન કર્યો નથી. વર્ષો થયે દશેરા નિમિત્તે ‘સફારી’ની ઓફિસે ફાફડા મંગાવવામાં આવે છે, પરંતુ દશેરા સાથે ફાફડાનો શો સંબંધ ? એનો ઇતિહાસ ઉખેડવા ટીમ ‘સફારી’ના બુદ્ધિશાળી સભ્યો ક્યારેય તેમનું ભેજું કસતા નથી. ઊલટું, તેમનું બધું કોન્સન્ટ્રેશન માત્ર ફાફડાના ભક્ષણ પર હોય છે. આજે ‘સફારી’ની ઓફિસમાં દશેરાની ઓફિશિયલ ઉજવણી છે. દર વર્ષની જેમ આજે પણ સોડિયમ કાર્બોનેટ વિના બનેલા ફાફડા આવી ચૂક્યા છે. આખા અમદાવાદમાં ‘સફારી’ના ફાફડા યુનિક છે, કેમ કે ધોવાના સોડાનું તેમાં નામોનિશાન હોતું નથી. ધોવાનો સોડા તેના યોગ્ય કામે જ વપરાવો જોઇએ, કેમ કે વોશિંગ મશીન અને માણસના પેટ વચ્ચેનો ભેદ સોડા પામી શકતો નથી એવું ‘સફારી’ની ખણખોદિયા ટીમ...

૨૭ વર્ષ, પ૨૭ જવાનો અને રૂ.૧,૧૦૦ કરોડના ભોગે બની રહેલી રોહતાંગ ટનલ

ભારતનો એકાદ સારો રોડ એટલાસ હાથમાં લો. જમ્મુ-કાશ્મીર રાજ્યનો નકશો બરાબર તપાસો. જુઓ કે મોટરમાર્ગે લેહ-લદ્દાખ પહોંચવા માટે માત્ર બે રસ્તા છે. એક રસ્તો શ્રીનગરથી સોનમર્ગ, દ્રાસ અને કારગિલ થઇને લેહ જાય છે. બીજો માર્ગ મનાલિથી રોહતાંગ ઘાટ થઇને પરબારો લેહને મળે છે. આ બીજો રસ્તો નકશામાં દેખાય છે એવો સીધોસાદો નથી. ભારે અટપટો છે. હિમવર્ષાને લીધે વર્ષના છએક મહિના વાહનવ્યવહાર માટે તે લગભગ નકામો ઠરે છે. કુલ ૪૨૦ કિલોમીટર લાંબા માર્ગમાં ૨૦૦ ઠેકાણે પર્વતીય ઢોળાવો એવા છે કે જ્યાં ગમે ત્યારે હિમપ્રપાત થાય અને ધસી પડેલા હિમનો ઢગલો રસ્તાને બ્લોક કરી દે. આ કારણસર લેહ-લદ્દાખ અને સિયાચીનમાં સ્થિત ભારતીય લશ્કરને શસ્ત્રોનો અને ખોરાકપાણીનો લગભગ ૮૦% પુરવઠો શ્રીનગર-દ્રાસ-કારગિલના માર્ગે મોકલવામાં આવે છે. નેશનલ હાઇવે-૧ આલ્ફા તરીકે ઓળખાતો એ માર્ગ લેહ-લદ્દાખની ધોરીનસ જેવો છે, જે રખે કપાય તો દ્રાસથી માંડીને લેહ સુધીનું કાશ્મીર બાકીના ભારતથી વિખૂટું પડી જાય. આ હકીકતને નજરમાં રાખી આજથી ૨૭ વર્ષ પહેલાં એક સ્ટ્રેટેજિક પ્રસ્તાવ ભારતની સંરક્ષણ સમિતી સમક્ષ મૂકાયો હતો. પ્રસ્તાવ ભારતના લેહ-લદ્દાખને હિમાચલ પ્રદેશના મનાલિ સાથે જો...

ખાનગી ડેટાનો વેપલો કરતી social networking સાઇટ્સ

Image
ઇન્ટરનેટની facebook.com જેવી social networking વેબસાઇટ થકી મિત્રોસગાં સાથે સતત સંપર્કમાં રહેતા લોકો માટે વોર્નંગ સિગ્નલ જેવો એક અહેવાલ થોડા વખત પહેલાં અમેરિકાના વોલ સ્ટ્રીટ જર્નલ નામના અખબારમાં છપાયો. અહેવાલ મુજબ facebook તથા તેના જેવી બીજી social networking વેબસાઇટ્સ તેમના રજીસ્ટર્ડ યુઝર્સનો ખાનગી ડેટા જાહેરાત કંપનીઓને વેચીને તગડો નફો રળે છે. આ રીતે ચોરીછૂપી વેચવામાં આવતા ડેટામાં મુખ્યત્વે યુઝરનું પૂરૂં નામ-સરનામું, જન્મતારીખ, ઇ-મેલ, મોબાઇલ નંબર, ભણતરને લગતી વિગતો તેમજ અંગત જીવનને લગતી માહિતી હોય છે. આ માહિતીના આધારે ત્યાર બાદ જાહેરાત કંપનીઓ પોતાની જે તે ચીજવસ્તુઓની કે સેવાઓની જાહેરાત કરતા થોકબંધ ઇમેલ્સનો તથા મોબાઇલ એસ.એમ.એસ.નો મારો ચલાવવો શરૂ કરી દે છે. ટૂંકમાં, વેબસાઇટ પર રજિસ્ટર થયેલા યુઝરનો ખાનગી ડેટા લગીરે ખાનગી રહેતો નથી. પ્રાયઇસી પોલિસીને લગતાં આંતરરાષ્ટ્રીય ધારાધોરણો મુજબ કોઇ પણ વેબસાઇટ પોતાના ગ્રાહકની મંજૂરી લીધા વિના તેનો પર્સનલ ડેટા કોઇ ત્રાહિત વ્યક્તિને કે કંપનીને આપી શકે નહિ. બીજી તરફ social networking વેબસાઇટ્સ તેમના કરોડો ગ્રાહકોના ડેટાનું જાહેરાત કંપનીઓને પાછલે બારણે વ...

‘સફારી’નો નવો અવતાર : A change for the better

Image
આ લોકપ્રિય સામયિક ઑગસ્ટ, ૧૯૮૧ માં પહેલી વખત પ્રગટ થયું ત્યાર પછી આજ દિન સુધીમાં તેના જુદા જુદા કુલ ૧૪ અવતાર વાચકોએ જોયા છે. અંકની ગ્રાફિકલ રજૂઆતથી માંડીને લેખનશૈલી સુધીના જે ફેરફારો ‘સફારી’માં કરાયા તે બધા સમયને અનુરૂપ હતા એટલું જ નહિ, પણ દરેક નવો અવતાર તેના પૂર્વજ કરતાં ચડિયાતો સાબિત થયો. Change for the better એ અંગ્રેજી ઉક્તિને હર્ષલ પબ્લિકેશન્સ સમયની માગ મુજબ પ્રેક્ટિકલ અમલમાં મૂકતું આવ્યું છે. આ દિશામાં વધુ એક પગલું ચાલુ અંકે ભર્યું છે. અંક નં. ૧પ૦થી અપનાવાયેલું ‘સફારી’નું સ્વરૂપ ચાલુ અંકે બદલાય છે. આ વખતનો પંદરમો અવતાર જો કે તેના પુરોગામી અવતારો કરતાં કેટલીક બાબતે તદ્દન નોખો છે. દાખલા તરીકે ‘સફારી’ના નવા સ્વરૂપમાં સૌથી મહત્ત્વનો (તેમજ પહેલી નજરે ઊડીને આંખે વળગે તેવો) સુધારો કાગળની ગુણવત્તામાં થયો છે. અત્યાર સુધી ‘સફારી’નું મુદ્રણ ન્યૂઝ પ્રિન્ટ પર થતું હતું. આ કાગળની પ્રમાણમાં ટૂંકી આવરદા અનેક વાચકોને કઠતી હતી. મુખ્યત્ત્વે એટલા માટે કે ‘સફારી’નો દરેક અંક વાચકો પોતાના કલેક્શનમાં વર્ષો સુધી સાચવી રાખતા હોય છે અને જરૂર પડ્યે જે તે અંક રેડી રેફરન્સ તરીકે વાપરતા હોય છે. (‘સફારી’ને સામયિ...

દશેરાની ‘સફારી’ સ્ટાઇલની ઉજવણી

દોઢ-બે મહિનાથી ‘સફારી’ની ઓફિસમાં રોજેરોજ રહેતું ભારે ઉચાટનું વાતાવરણ આખરે રવિવારે પૂરૂં થયું. ‘આસાન અંગ્રેજી’નું પુસ્તક, દિવાળીનો વધુ પાનાંવાળો અંક તથા અંગ્રેજીનો નિયમિત અંક તૈયાર કરવા ઉપરાંત નવેમ્બર માસના બે અંકો એડવાન્સમાં તૈયાર કરી દેવાનો બહુ મોટો તકાદો ‘સફારી’ની ટીમ સમક્ષ હતો. ઘડિયાળ સામે જોયા વિના આખી ટીમે દોઢ મહિનો જે મહેનત કરી એ બદલ તેને બિરદાવી રહી. બે મહિનાથી તંગ રહેલું ઓફિસનું વાતાવરણ હળવુંફૂલ બનાવવાના આશયે આજે ‘સફારી’ના કાર્યાલયમાં એક નાનકડું ગેટ-ટુ-ગેધર રાખ્યું છે. વિજ્ઞાન, ટેક્નોલોજિ, ભૂસ્તરશાસ્ત્ર, ખગોળશાસ્ત્ર, ઇતિહાસ વગેરે જેવા વિષયો સાથે ટીમ ‘સફારી’નો કાયમી નાતો છે, પણ આજે એમાંનો એકેય વિષય ચર્ચાવાનો નથી. દશેરાનો પર્વ ફાફડા-જલેબીનું ભક્ષણ કરીને ‘ઉજવવાના’ રિવાજને કાયદેસર રીતે આજે ટીમ ‘સફારી’ અનુસરવાની છે. અલબત્ત, સહેજ જુદી રીતે--એટલે કે વિજ્ઞાનથી થોડુંક અંતર રાખીને ! દશેરા નિમિત્તે ‘સફારી’ની ઓફિસે મંગાવવામાં આવતા ફાફડા સામાન્ય હોતા નથી, પણ ‘અવૈજ્ઞાનિક’ પદ્ધતિએ બનાવેલા હોય છે. અર્થાત સોડિયમ કાર્બોનેટ/Na2CO3 નું ‘અપાચ્ય’ સાયન્સ ફાફડામાં ભેળવેલું હોતું નથી. ઓફિસનું વાતાવરણ ત...