Posts

Showing posts from September, 2013

ગગડતા રૂ‌પિયાની પડતીમાં મલ્ટિનેશનલ કંપનીઓની ચડતી

Image
ઇ. સ. ૧૫૪૦થી ૧૫૪૫ સુધી દિલ્લી પર રાજ કરનાર મોગલ સમ્રાટ શેરશાહ સૂરીએ પહેલી વાર હિંદુસ્તાનમાં રૂપાનો જે સિક્કો બહાર પડાવ્યો એ તેમાં રહેલી નગદ રૂપેરી ધાતુને કારણે રૂપિયો કહેવાયો હતો. આ સિક્કા વડે તે જમાનામાં ૯૦ શેર ઘઉં અથવા ૫૪ શેર ચોખા કે પછી ૧૩૦ શેર ચણાની દાળ અગર તો ૧૦ શેર ઘી ખરીદી શકાતું હતું. (૧ શેર = આશરે અડધો કિલોગ્રામ). હવે એ સિક્કો ઐતિહાસિક ગણાય છે અને ફક્ત મ્યુઝિયમમાં શોભે છે, એટલે તેનું બજારમૂલ્ય આંકી શકાય નહિ. આમ છતાં તેને ત્રાજવે જોખીને ધાતુના ભાવે વેચી નાખવામાં આવે તો પણ લગભગ રૂા.૯,૫૦૦ ઉપજે, કેમ કે તેમાં ૧૭૫ ગ્રામ જેટલું નિર્ભેળ રૂપું હતું. આ દષ્ટિએ ભારતનો ૧ રૂપિયો આજના ૯,૫૦૦ નિકલછાપ રૂપિયાના સિક્કા બરાબર હતો. છેલ્લાં સાડા ચારસો વર્ષમાં રૂપિયો આટલો ઘસાયો છે. ઘસારો હજી પણ ચાલુ છે. પરિણામે વર્તમાન સંજોગોમાં રૂપિયાની ખરીદશક્તિનું જે રીતે અવમૂલ્યન થઇ રહ્યું છે તેની સામે રૂપિયાનો ભૂતકાળ પ્રમાણમાં સારો લાગે તે દેખીતું છે. આંતરરાષ્ટ્રીય બજારમાં રૂપિયાનું મૂલ્ય કથળી રહ્યા પાછળ અને ઘરઆંગણે તેની ખરીદશક્તિ ઘટ્યા પાછળ એક કરતાં વધુ કારણો જવાબદાર છે. અહીં તેમના વિશે પિષ્ટપેષણ કર...