અંગ્રેજ નરાધમોનાં નામે અોળખાતા અાંદામાનના ટાપુઅોનું 'અાઝાદીકરણ' ક્યારે ?
જ્ઞાન-વિજ્ઞાનની સાડા ત્રણ દાયકા લાંબી સફરમાં ૨૫૦મા અંકના સીમાચિહ્ને પહોંચેલો ‘સફારી’નો પ્રસ્તુત અંક બે કારણોસર વિશેષ છે. (૧) ચાલુ અંકથી ‘સફારી’એ નવું સ્વરૂપ ધારણ કર્યું છે. અંકના લેઆઉટ્સ તેમજ ગ્રાફિક્સ ધરમૂળથી બદલાયાં છે. (૨) અઢીસોમા અંકને વિશેષ અને વજનદાર બનાવતું બીજું કારણ ‘એક વખત એવું બન્યું...’ વિભાગ છે. આંદામાનમાં સેલ્યુલર જેલ નામના દોજખમાં કાળાપાણી કહેવાતી સજા પામેલા ભારતીય ક્રાંતિવીરોની આપવીતી નગેન્દ્ર વિજયે ‘એક વખત એવું બન્યું...’માં વિસ્તારથી વર્ણવી છે. આઝાદીની લડતમાં હીરો બનીને ઊભરી આવેલાં વિરાટ પ્રતિભાનાં નામો વચ્ચે એવા સેંકડો ક્રાંતિવીરોનાં નામો ખોવાઇ ગયાં કે જેમણે અનેક શારીરિક તેમજ માનસિક યાતનાઓ વેઠીને આઝાદીની લડત લડી અને છેવટે આંદામાનની સેલ્યુલર જેલમાં મોતથી પણ બદતર એવું જીવન વીતાવ્યું. આ કથા એ ભૂલાયેલા (તેમજ ભૂલાવી દેવાયેલા) સપૂતોની છે. ઇતિહાસકારોએ તેમને યોગ્ય રીતે શાબ્દિક સન્માન ન આપ્યું, આપણાં પાઠ્યપુસ્તકોએ તેમને સ્થાન ન આપ્યું અને રાજકારણીઓએ તેમની ભારોભાર અવહેલના કરી. આ અક્ષમ્ય ગણી શકાય તેવો અપરાધ છે. અંગ્રેજો પૂરતી વાત કરો તો આંદામાનના કાળાપાણીની સેલ્યુલર જેલ ત...