ગ્લોબલ વોર્મિંગમાં અાપણો ફાળો કેટલો ? અા રહ્યો (અનેક પૈકી અેક) હિસાબ--
ક્લાઇમેટ ચેન્જ કોન્ફરન્સના બેનર હેઠળ જગતનાં ૧૯૬ દેશો હમણાં પેરિસમાં ભેગાં મળ્યાં. ગ્લોબલ વોર્મિંગના મુદ્દે તેમની વચ્ચે વૈચારિક આદાનપ્રદાનો ઘણાં થયાં, પરંતુ અંતે તો દરેકનો સાર રેતી પીલીને તેલ કાઢ્યા જેવો હતો. ક્લાઇમેટ ચેન્જને લગતી તમામ કોન્ફરન્સમાં આમ જ ‘ખાધું-પીધું ને રાજ કીધું’ જેવું બનતું હોય છે. એક નક્કર વાસ્તવિકતા તેમાં કદી ચર્ચાતી નથીઃ જગતનું પર્યાવરણ બચાવવામાં હવે આપણે મોડા પડી ચૂક્યા છીએ. વળી ગ્લોબલ વોર્મિંગની સમસ્યા પ્રતિદિન વકરતી જાય છે. આમાં બહુ મોટો નકારાત્મક ફાળો આપણી આધુનિક જીવનશૈલીનો છે. ઉદાહરણો ઘણાં છે, પણ બધાંનો સાર જેમાં આવી જાય તેવું એક ઉદાહરણ બટાટાની વેફરના રૂા.૫ વાળા પેકેટનું લઇએ. આ પેકેટમાં માંડ એક બટાટાની કાતરી હોય છે, પણ તે પેકેટ બનાવવાની પ્રોસેસ લાંબી છે અને દરેક સ્ટેજે તેમાં પુષ્કળ energy / ઊર્જા વપરાય છે. જેમ કે-- આનું વેચાણમૂલ્ય જે હોય તે ખરું, પરંતુ પર્યાવરણની દ્રષ્ટિઅે પડતરમૂલ્ય કેટલું ? (1) પેકેટ લેમિનેટેડ એલ્યુમિનિયમનું બનેલું હોય છે. એલ્યુમિનિયમ મેળવવા માટે ડીઝલ બાળતા યા...