Posts

Showing posts from September, 2009

દશેરાની ‘સફારી’ સ્ટાઇલની ઉજવણી

દોઢ-બે મહિનાથી ‘સફારી’ની ઓફિસમાં રોજેરોજ રહેતું ભારે ઉચાટનું વાતાવરણ આખરે રવિવારે પૂરૂં થયું. ‘આસાન અંગ્રેજી’નું પુસ્તક, દિવાળીનો વધુ પાનાંવાળો અંક તથા અંગ્રેજીનો નિયમિત અંક તૈયાર કરવા ઉપરાંત નવેમ્બર માસના બે અંકો એડવાન્સમાં તૈયાર કરી દેવાનો બહુ મોટો તકાદો ‘સફારી’ની ટીમ સમક્ષ હતો. ઘડિયાળ સામે જોયા વિના આખી ટીમે દોઢ મહિનો જે મહેનત કરી એ બદલ તેને બિરદાવી રહી. બે મહિનાથી તંગ રહેલું ઓફિસનું વાતાવરણ હળવુંફૂલ બનાવવાના આશયે આજે ‘સફારી’ના કાર્યાલયમાં એક નાનકડું ગેટ-ટુ-ગેધર રાખ્યું છે. વિજ્ઞાન, ટેક્નોલોજિ, ભૂસ્તરશાસ્ત્ર, ખગોળશાસ્ત્ર, ઇતિહાસ વગેરે જેવા વિષયો સાથે ટીમ ‘સફારી’નો કાયમી નાતો છે, પણ આજે એમાંનો એકેય વિષય ચર્ચાવાનો નથી. દશેરાનો પર્વ ફાફડા-જલેબીનું ભક્ષણ કરીને ‘ઉજવવાના’ રિવાજને કાયદેસર રીતે આજે ટીમ ‘સફારી’ અનુસરવાની છે. અલબત્ત, સહેજ જુદી રીતે--એટલે કે વિજ્ઞાનથી થોડુંક અંતર રાખીને ! દશેરા નિમિત્તે ‘સફારી’ની ઓફિસે મંગાવવામાં આવતા ફાફડા સામાન્ય હોતા નથી, પણ ‘અવૈજ્ઞાનિક’ પદ્ધતિએ બનાવેલા હોય છે. અર્થાત સોડિયમ કાર્બોનેટ/Na2CO3 નું ‘અપાચ્ય’ સાયન્સ ફાફડામાં ભેળવેલું હોતું નથી. ઓફિસનું વાતાવરણ ત...

રૂકાવટ કે લિયે ખેદ હૈ...

Image
આ ફોટો ‘સફારી’ની ઓફિસમાં લેવાયો નથી, પણ છેલ્લા દસેક દિવસથી ત્યાં માહોલ કંઇક આવો જ છે. બ્લોગ પર નવી પોસ્ટની ગેરહાજરી માટે એ માહોલ ઘણે અંશે જવાબદાર છે. ગુજરાતી તેમજ અંગ્રેજી ‘સફારી’ના દિવાળી અંક વત્તા નવેમ્બરના પણ અંકની પૂર્ણાહૂતિ બાદ બ્લોગ રાબેતા મુજબ...

સ્વાઇન ફ્લૂઃ આમ ફેલાયો હાહાકારનો હાઉ

સંપાદકનો પત્ર 'સફારી' September, 2009 મે, ૨૦૦૯માં મેક્સિકો ખાતે એકાએક ફૂટી નીકળેલો સ્વાઇન ફ્લૂનો વાયરસ અમેરિકા, કેનેડા તેમજ કેટલાક યુરોપી અને એશિયાઇ દેશોમાં ફેલાયા બાદ ગયે મહિને ભારત પર ત્રાટક્યો ત્યારે દેશભરમાં ભારે હાહાકાર મચ્યો. વર્ષેદહાડે જગતભરમાં ચારેક લાખ લોકોનો ભોગ લેતા ફ્લૂના સામાન્ય વાયરસ કરતાં સ્વાઇન ફ્લૂનો વાયરસ થોડા ઘણા અંશે જુદો છે. જૈવિક બંધારણ નોખું છે, એટલે માનવશરીરનું રોગપ્રતિકારક તંત્ર તે વાયરસ સામે લડત આપવામાં ક્યારેક અસફળ રહે છે. અહીં ‘ક્યારેક’ શબ્દ ચાવીરૂપ ગણવો રહ્યો, કેમ કે સ્વાઇન ફ્લૂનો ચેપ જેને લાગ્યો હોય એ દરેક દરદી મોતને ભેટે એવું નથી. વિશ્વમાં સ્વાઇન ફ્લૂનો ચેપ અત્યાર સુધી અંદાજે ૨,૭૦,૦૦૦ લોકોને લાગ્યો છે અને તે પૈકી લગભગ ૨,૪૦૦ જણા માટે વાયરસ ઘાતક નીવડ્યો છે. જર્મની, ચીન, પોર્તુગાલ, ગ્રીસ, ઇટાલિ, નોર્વે, ડેન્માર્ક, મકાઉ, તુર્કી, સર્બિયા વગેરે દેશોમાં સ્વાઇન ફ્લૂના કુલ ત્રીસેક હજાર કેસ નોંધાયા, છતાં જાનહાનિનો એકેય બનાવ બન્યો નથી. સ્વાઇન ફ્લૂ જેવા ચેપી રોગના આગમનના પગલે લોકોમાં દેકારો મચે એ વાત સ્વાભાવિક છે. છતાં એ પણ ખરૂં કે ભારતમાં સ્વાઇન ફ્લૂને લઇને...