સ્વાઇન ફ્લૂઃ આમ ફેલાયો હાહાકારનો હાઉ

સંપાદકનો પત્ર
'સફારી' September, 2009

મે, ૨૦૦૯માં મેક્સિકો ખાતે એકાએક ફૂટી નીકળેલો સ્વાઇન ફ્લૂનો વાયરસ અમેરિકા, કેનેડા તેમજ કેટલાક યુરોપી અને એશિયાઇ દેશોમાં ફેલાયા બાદ ગયે મહિને ભારત પર ત્રાટક્યો ત્યારે દેશભરમાં ભારે હાહાકાર મચ્યો. વર્ષેદહાડે જગતભરમાં ચારેક લાખ લોકોનો ભોગ લેતા ફ્લૂના સામાન્ય વાયરસ કરતાં સ્વાઇન ફ્લૂનો વાયરસ થોડા ઘણા અંશે જુદો છે. જૈવિક બંધારણ નોખું છે, એટલે માનવશરીરનું રોગપ્રતિકારક તંત્ર તે વાયરસ સામે લડત આપવામાં ક્યારેક અસફળ રહે છે. અહીં ‘ક્યારેક’ શબ્દ ચાવીરૂપ ગણવો રહ્યો, કેમ કે સ્વાઇન ફ્લૂનો ચેપ જેને લાગ્યો હોય એ દરેક દરદી મોતને ભેટે એવું નથી. વિશ્વમાં સ્વાઇન ફ્લૂનો ચેપ અત્યાર સુધી અંદાજે ૨,૭૦,૦૦૦ લોકોને લાગ્યો છે અને તે પૈકી લગભગ ૨,૪૦૦ જણા માટે વાયરસ ઘાતક નીવડ્યો છે. જર્મની, ચીન, પોર્તુગાલ, ગ્રીસ, ઇટાલિ, નોર્વે, ડેન્માર્ક, મકાઉ, તુર્કી, સર્બિયા વગેરે દેશોમાં સ્વાઇન ફ્લૂના કુલ ત્રીસેક હજાર કેસ નોંધાયા, છતાં જાનહાનિનો એકેય બનાવ બન્યો નથી.

સ્વાઇન ફ્લૂ જેવા ચેપી રોગના આગમનના પગલે લોકોમાં દેકારો મચે એ વાત સ્વાભાવિક છે. છતાં એ પણ ખરૂં કે ભારતમાં સ્વાઇન ફ્લૂને લઇને વ્યાપેલો હાહાકારનો હાઉ જરા વધુ પડતો હતોઅને તે હાઉ ફેલાવવામાં આપણી ન્યૂઝ ચેનલો ઘણે અંશે જવાબદાર બની. લોકપ્રિયતા વધારવા ખાતર ન્યૂઝ ચેનલો હંમેશાં સનસનાટીભર્યા સમાચારોની તાગમાં હોય એ બરાબર, પરંતુ એવો એકાદ મુદ્દો હાથ લાગે એ પછી તેઓ રાઇનો પર્વત ઊભો કરે તે યોગ્ય નથી. સ્વાઇન ફ્લૂના કેસમાં એવું જ બન્યું. ઘણી ખરી ન્યૂઝ ચેનલોએ તે વાયરસને મોટી મહામારીના આગમન તરીકે દર્શકો સમક્ષ રજૂ કરી ગભરાટનું બિનજરૂરી વાતાવરણ સર્જ્યું. મહારાષ્ટ્રમાં પૂણે ખાતે સ્વાઇન ફ્લૂના કેટલાક પોઝિટિવ કેસો નોંધાયા ત્યારે બધી ચેનલોનું ફોકસિંગ એ શહેર તરફ મંડાયું. પૂણેમાં જાણે રેડ એલર્ટનું વાતાવરણ હોય અને શહેર આખું સ્વાઇન ફ્લૂના ભરડામાં બૂરી રીતે ફસાયું હોય એ ઢબે લગભગ દરેક ન્યૂઝ ચેનલે સમાચાર વહેતા મૂક્યા. આટલું જાણે ઓછું હોય તેમ પૂણેને સ્વાઇન ફ્લૂનું એપિસેન્ટર જાહેર કરી લોકોમાં તેમણે અભાનપણે ઓર દહેશત ફેલાવી.

હકીકતે પૂણેમાં કટોકટીની સ્થિતિ હતી? ન્યૂઝ ચેનલોના પ્રવક્તાઓએ ઉત્તેજનાભર્યા શબ્દો વડે જે અતિશયોક્તિભર્યું વર્ણન કર્યું એવી તો મુદ્દલે નહિ! પૂણેના જાહેર માર્ગો પર લોકો મુક્ત રીતે આવનજાવન કરતા હતા, વાહનવ્યવહાર નોર્મલ હતો અને નાનામોટા બજારો રાબેતા મુજબ ધમધમતા હતા. ઘણાખરા લોકોએ તો માસ્ક યા રૂમાલ વડે મોં ઢાંકવાનીય દરકાર લીધી ન હતી. ટૂંકમાં, સ્વાઇન ફ્લૂના નામે ગભરાટનું તથા તંગદિલીનું વાતાવરણ ન હતું. (ન્યૂઝ ચેનલોમાં પૂણેની ‘ગંભીર’ સ્થિતિના બુલેટિનો રજૂ થતા હતા તે અરસામાં આ લખનારે કેટલાક દિવસ પૂણેમાં રોકાણ કર્યું હતું). આમ છતાં ન્યૂઝ ચેનલો કાગનો વાઘ કરવામાં મસ્ત રહી અને સ્વાઇન ફ્લૂના મુદ્દાને બહેલાવી, ચગાવી રજૂ કરી સમાચારોમાં સનસનાટીનું તત્ત્વ વધારતી ગઇ.

સદ્ભાગ્યે એ ક્રમ લાંબો ન ચાલ્યો. એક જાણીતા ફિલ્મ કલાકારની અમેરિકાના એરપોર્ટ પર લાંબી પૂછપરછ ચાલી એ ‘મહત્ત્વ’ના બનાવે ન્યૂઝ ચેનલોનું ધ્યાન એકાએક બટાવ્યું. પૂણે પર મંડાયેલું તેમનું ફોકસિંગ અમેરિકામાં ભારતીય કલાકારના કથિત અપમાનને લગતા બનાવ પર કેન્દ્રિત થયું અને સ્વાઇન ફ્લૂ તથા પૂણેની ‘કટોકટી’ બેકગ્રાઉન્ડમાં સરી ગયા. હજી થોડા કલાકો પહેલાં હોટ ટોપિક ગણાતા એ બન્ને વિષયો શુષ્ક બની ગયા હોય એમ ન્યૂઝ ચેનલો માટે તેમનું મહત્ત્વ ઘટી જવા પામ્યું.

પૂણેમાં સ્વાઇન ફ્લૂના કેસ આજે પણ નોંધાય છે. પૂણે ઉપરાંત દેશના બીજા ભાગોમાં એ વાયરસ ક્રમશઃ ફેલાઇ રહ્યો છે, પરંતુ ન્યૂઝ ચેનલોને હવે તેની ફિકર નથી. દરેક સમાચારને પોતાની ચોક્કસ એક્સ્પાયરિ ડેટ હોય, જે પૂરી થયા પછી સમાચારનું મહત્ત્વ રહેતું નથી એ માન્યું, પરંતુ સ્વાઇન ફ્લૂનો કેસ જુદો છે. આજની તારીખે પણ ભારતમાં ક્યાંક ને ક્યાંક એ વાયરસ એકાદબે જણાનો ભોગ લે છે, પરંતુ સ્વાઇન ફ્લૂ નામના તલમાંથી બધું તેલ કાઢી લીધા બાદ ન્યૂઝ ચેનલો નકરાં ફોતરાં શા માટે પીલે?

તા.ક. સ્વાઇન ફ્લૂનો ભોગ બનેલો દરદી વાસ્તવમાં એ બિમારીથી અવસાન પામતો નથી. સ્વાઇન ફ્લૂનો હાઇ-બ્રિડ વાયરસ દરદીની રોગપ્રતિકારક શક્તિ હણી લે છે, જેના નતીજારૂપે દરદી ક્યારેક કોઇક બીજા રોગ (દા.ત. ન્યૂમોનિયા, મેલેરિયા, સામાન્ય ફ્લૂ, બ્લડ પ્રેશર કે ડાયાબિટીઝ) સામે ઝઝૂમી શકતો નથી અને તે રોગ સરવાળે મૃત્યનો કારક બને છે. આ બાબતે સ્વાઇન ફ્લૂના વાયરસની સ્ટ્રેટેજિ એઇડ્ઝના વિષાણુઓ જેવી છે.

Comments

  1. Nice article - people need to be educated - but media has made it a selling point - and they make things worst.

    Pl. keep up the good work by printing facts - as always.

    ReplyDelete
  2. સાચી વાત છે...હું હર્ષલભાઈ ની વાત સાથે સહમત છુ. મીડિયા વાળાઓ એ સમાજ ને knowlege પૂરું પાડવા ના બદલે મસાલો પીરસવા માં રસ હોય છે.. હર્ષલભાઈ આજ ના જમાના માં તમારા જેવા (safafi, harshal publication) મીડિયા વાળા મળવા મુશ્કેલ છે. અમે તો ખરેખર અમારી જાત ને નસીબદાર માનીએ છે કે અમને તમારા થાકી તમારા જ્ઞાન ના ભંડાર માં ભાગ પડાવવાનો મોકો મળ્યો છે. બાકી તો આ બધા મીડિયા અમને જે દુનિયા બતાવે એ જ અમારે જોવાની રહે...હું આભારી છુ નગેન્દ્ર વિજય અને હર્ષલ પુષ્કરના નો.

    (ગુજરાતી લખવા ના પ્રત્યના માં માં થોડી ભૂલ થઇ હશે, માફ કરશો)

    ReplyDelete
  3. harashal bhai hu safari na 3ja ank thi safari no vachak and chahak rahyo chu apna papa dwara pragat thatu scope pan hu vanchto hato apna prakashan dwara jetli pan other books bahare padi che temathi most of mari pase che.

    ap, apna papa and dadaji e je gujaratni janta tatha bharat ne apyu che te amulya che....


    jay mehta
    gandhidham
    m-99099 69683

    ReplyDelete
  4. Harshalji, I have one idea, when these so called media come to the people for their coverage and views on the issue like this one, person being interviewed should not talk to them or only talk on the facts and tell then to stop galvanising wrong notions. They will try to cut the interview and would not telecast it but, when many people start doing this they will learn a lesson.

    ReplyDelete
  5. Due to English we can not comments so may gujarati forms

    ReplyDelete
  6. હર્ષલભાઈ ને જાણવાનું કે તમારો આ સંપાદક લેખ વાંચવાણી મજા આવી. સમાચાર આપતી ચનલો એ તો એટલી હદ કરી નાખી છે ને કેહાવેતો તો NEWS જોવા પણ ગમતા નથી કેમકે દર થોડી મીનીટો માં તેની પેર બ્રેઅકિન્ગ્ NEWS આવી ય જ કરે છે અને એ પણ સાવ મતલબ વગરના. તમારો આ સંપાદકનો પત્ર મેં મારા બ્લોગ પેર અદલ કોપી કરી ને મુકાયો છે. તેની લીંક આમુજબ છે http://jayvir4u.blogspot.com/2009/09/blog-post_03.html મેં એની અંદર કઈ પણ નવું ઉમેરીયું નથી તેજુ તમારા બ્લોગ પેર છે તેવું જે ત્યાં છે. હું મારા આ કામ બદલ માફી માગું છું જો તમને અયોગ્ય લાગતું હોય તો હું સર્વપ્રથમ તે પોસ્ટ રીમુવ કરી નાખીસ. આભાર સહ ....

    ReplyDelete
  7. Harshal,

    You are very right. I just like how you guys put everything very clear. I have been reading Safari since first edition (#1).

    Great article.

    Kind Regards,
    Pinal

    ReplyDelete
  8. news channel jovanu bandh karya pachi etli shanti lage che jane duniya ma kai moti ghatana banti j nathi..

    ReplyDelete
  9. સવાઈન ફ્લૂ ગુજરાતમાં પ્રવેશ્યો એ વખતે હું સોરઠમાં હતો. જન્માષ્ટમીની રાજાઓનો માહોલ હતો. ત્યાં તો ઠેર ઠેર મેળાઓ ભરાય છે. લોકો ફ્લૂ બ્લૂથી ડર્યા વગર રખડતા હતા. મેળાની મજા લેતાં હતા, તેમના માટે સવાઈન ફ્લૂ મંગળ કે ચંદ્ર પર બની રહેલી ઘટના જેવી દૂરની બાબત હતી. થોડો સમય તો એમ જ લાગ્યું કે સમાચાર માધ્યમો સવાઈન ફ્લૂથી પીડાઈ રહ્યા છે! લોકોને કઈ ફરક પડતો ન હતો!

    ReplyDelete
  10. namaskar flu dar varshe aave chhe ne hazaro loko mare chhe parantu aa varshe media e moto bhay ubho karyo chhe tema sauthi moto faydo dr ane pharmacy ne thayo chhe loko bik na marya treatment kare chhe tame sundar artical aapyo aabhar

    ReplyDelete
  11. last 8 years thaya safari vanchu 6u
    bahu ichhha hati ke "samaodak no patra" book format ma bahar pade
    anyway ahi vanchvani maja avi
    safari na shabdo ma kahu ne to"1 j bethak ma vanchi gayo"
    tnx harshal bhai

    ReplyDelete
  12. good article.news channels have to support to stop swine flu.But our news channels are working for publicity.they want to make their channel best.media is one of the terrors.

    ReplyDelete
  13. નમસ્કાર હર્ષલભાઇ,

    હું ભૂજ થી વૈભવ પંડ્યા આ લખી રહ્યો છું. મારે ફરી થી કહેવું પડે છે કે તમે તમારો personal emailId મને આપેલ નથી અને તમેં આપેલો factfinder નો

    email address પણ blackhole જેવો છે અંદર મારો ઇ-મેઇલ જાય તો છે પરંતુ તે તમારા સુધી પહોંચાડવા માં નથી આવતો.

    તો હું વાત કરી રહ્યો હતો યુરેનસ બુક્સ ના પુસ્તક 'આસાન અંગ્રેજી' ની. પુસ્તક ખૂબ જ સરસ રીતે કલ્પાયું છે અને તે પાછળ કરેલી નગેન્દ્ર વિજયજી ની મહેનત તેમાં દેખાઇ આવે છે.

    અંગ્રેજી શબ્દો ની 'etymology' સમજાવતું વિભાગ 'WordProcessor"પણ મનોરંજક છે. આજ સુધી વાંચેલી કોઇ પણ અંગ્રેજી વ્યાકરણ ના પુસ્તક માં આટલી સરસ રીતે અંગ્રેજી વાક્ય
    ના ભાગો દર્શાવીને તબ્ક્કાવાર સરળ સમજૂતી અપાયેલી વાંચી હોવાનું યાદ નથી (Oxford English Grammar માં પણ નહિં). માટે ઘણી વખત એવું થતું કે સમજૂતી તો સમજાતી પરંતુ
    ક્યા આધારે તે સમજૂતી સમજાવી છે તેની કશી ગતાગમ પડતી નહિં અને છેવટે પુસ્તક એકરસ બનવાને બદલે દરેક પ્રકરણ અલગ અલગ વહેંચાઇ જતું હતું. 'આસાન અંગ્રેજી' એ શરૂઆત માં જ
    કલ્પવૃક્ષ (હાસ્તો વળી) આપી ને તે વાતે બાકાત રહી શક્યું તે જ તેની સફળતા નો પાયો છે. તો વળી, દરેક પ્રકરણ ની શરૂઆતે આપવામાં આવતી ડાળીઓ નું વિવિધ ફાંટા એકચિત રહેવામાં મદદરૂપ બને છે.

    તેમ છતાં કેટલીક ખામીઓ વિશે વાત અને અમુક સુચનો કરવા ઇચ્છુક છું.

    આશા છે તમે તેનો જવાબ આપશો.

    • અંગ્રેજી વાક્ય નો સંપુર્ણ ચિતાર આપતા કલ્પવ્રૂક્ષ ની દરેક ડાળ નો દરેક પ્રકરણ ની શરુઆતે પરિચય આપવાની સાથે સાથે તેનો સંપુર્ણ ચિતાર આપતું એકાદું વોલપેપર ટાઇપ મલ્ટિકલર
    પોસ્ટર આપ્યું હોત તો અભ્યાસ હજુ વધુ મજેદાર બનત.

    • કાળ સમજાવતી વખતે ઉદાહરણ નાં વાક્યો નું શા માટે ગુજરાતી આપ્યું નથી? જે તે કાળ નો અર્થ ગુજરાતી તરજુમો વધુ અસરકારક રીતે સમજાવી શકાયો હોત.

    • શાળા માં ભણતી વખતે તો અંગ્રેજી વાક્ય વિશાળ હતું જેનાં ઘણા ટોપિક નો 'આસાન અંગ્રેજી' એ સમાવેશ કરવાનું મુનાસીબ માનેલ નથી જેમ કે Gerund, Active ના
    વાક્યો નું Passive માં રૂપાંતરણ શી રીતે કરવું ,Direct-Indirect Speech ..... વગેરે વગેરે.

    • પુસ્તક ના અંતે એકાદ બે પ્રકરણ "Spoken English" ના પણ આપ્યા હોત તો જમ્યા પછી ઓડકાર આવે તેવો અનુભવ થાત.

    • પુસ્તક ના અંતે થોડાક Simple English માં લખાયેલ પુસ્તક ની યાદી આપવામાં આવેલ હોત તો વધુ મજા પડત.

    • થોડીક Internet Websites ના address પણ આપી શકાયા હોત.


    મારા તરફ થી પુસ્તક ને પાંચ માંથી સાડા ચાર ની રેટિંગ આપુ છું.

    અને હા, તમારું વ્યકિતગત EMail ID આપવા વિનંતિ.

    આભાર,

    વૈભવ. બી. પંડ્યા.
    (vbhvpandya@hotmail.com)

    ReplyDelete
  14. A good informative article. Indian media is only interested in breaking news. Because they have to run 24 hrs. Especially, India TV shows such illogical and incorrect news, that government should take action on them.

    After chicken-guniya, it's turn to swine-flu. Next year, it may be something else. The show will go on....

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

Vijaygupta Maurya