સિદ્ધહસ્ત લેખક વિજયગુપ્ત મૌર્યને અંજલિ આપતો કાર્યક્રમ
વિજ્ઞાનમાં આગળ પડતું યોગદાન આપનાર વૈજ્ઞાનિકોને તેમજ વિજ્ઞાનને પોતાની કલમ વડે લોકભોગ્ય બનાવનાર લેખકોને અંજલિ આપતો ‘શતાબ્દિવંદના’ નામનો કાર્યક્રમ બોરિવલી એજ્યુકેશન સોસાયટીનું પાસ્ટ સ્ટુડન્ટ્સ એસોસિએશન ફેબ્રુઆરી ૧૪, ૨૦૧૦ ના રોજ મુંબઇમાં બોરિવલી ખાતે યોજી રહ્યું છે. જ્ઞાનવિજ્ઞાનના વિવિધ વિષયો પર સરળ તેમજ રસાળ શૈલીમાં માહિતીલેખો વડે ગુજરાતી વાચકો સમક્ષ જ્ઞાનનો અઢળક ખજાનો રજૂ કરનાર લેખક વિજયગુપ્ત મૌર્ય ને તેમની જન્મશતાબ્દિ નિમિત્તે ‘શતાબ્દિવંદના’ કાર્યક્રમમાં અંજલિ આપવામાં આવશે. કાર્યક્રમમાં વિજયગુપ્ત મૌર્યના કલમવારસ તેમજ ‘સફારી’ના તંત્રી નગેન્દ્ર વિજય પણ ઉપસ્થિત રહેશે. કાર્યક્રમની તારીખઃ ફેબ્રુઆરી ૧૪, ૨૦૧૦ કાર્યક્રમનો સમયઃ સવારે ૧૦ થી ૧ સ્થળઃ નેત્રમંદિર હોલ, ચોથો માળ, મેડોના કોલોની, સરદાર પટેલ રોડ, ભગવતી હોસ્પિટલ પછીની ગલી, બોરિવલી (પશ્ચિમ). મુંબઈ.