'વાંચે ગુજરાત' : Knowledge is power સૂત્રને અમલમાં મૂકતો પ્રોજેક્ટ

સંપાદકનો પત્ર
'Safari' February, 2010

ભારતની શિક્ષણ પદ્ધતિને ધરમૂળથી બદલવાનાં મંતવ્યો, પ્રસ્તાવો અને સૂચનો આજ દિન સુધી એટલી મોટી સંખ્યામાં કરાયાં છે કે તેમનું એક સંકલિત પુસ્તક બનાવો તો તે દળદાર ગ્રંથનું સ્વરૂપ પામે. ભારતમાં અંગ્રેજોએ વર્ષો પહેલાં દાખલ કરેલી (અને એક્સ્પાયરી ડેટ ક્યારની વટાવી ચૂકેલી) શિક્ષણપ્રણાલિમાં શા ફેરફારો કરવા, કેવી રીતે જે તે ફેરફારનું અમલીકરણ કરવું અને શી રીતે સર્વાનુમતે તેને સ્વીકૃતિ અપાવવી તે અંગેનું પિષ્ટપેષણ જો કે આપણે ત્યાં એટલું લાંબું ચાલતું હોય છે કે ઘણાં ખરાં મંતવ્યો, પ્રસ્તાવો અને સૂચનો સહજ કાગળ પર જ રહી જવા પામે છે. દરમ્યાન કિંમતી સમય વીતતો જાય છે અને નવી પેઢી તેના પાઠ્યપુસ્તકિયા જ્ઞાનના આધારે ‘ગ્રેજ્યુએટ’ના સિક્કા સાથે સ્કૂલ-કોલેજોમાં તૈયાર થઇને નીકળે છે. ભારતની ‘ડિગ્રી ડ્રિવન’ સોસાયટીમાં એ પેઢી આજે ભલે પોતાનું ફોડી લેતી હોય, પણ આવતી કાલે જમાનો ‘નૉલેજ ડ્રિવન’ સોસાયટીનો હશે. ડિગ્રીનું ખાસ મહત્ત્વ એવા માહોલમાં રહેવાનું નથી. નેશનલ તેમજ મલ્ટિનેશનલ કંપનીઓમાં ઉમેદવારની પસંદગી જે તે વિષયમાં તેના નૉલેજના આધારે તેમજ વૈચારિક કૌશલ્યના આધારે થવાની છે. ટૂંકમાં, નૉલેજ ઇઝ પાવરનું સૂત્ર પ્રેક્ટિકલ રીતે ત્યારે અમલમાં મૂકાવાનું છે.

વાત ભવિષ્યની છે. વળી ભવિષ્ય બહુ દૂરનુંય નથી, છતાં નવી પેઢીની આવતી કાલ સુધારવા માટે આજે આપણી શી તૈયારી છે ? હાલ તો જવાબમાં હતાશાનો સૂર નીકળે એવી સ્થિતિ છે. બહુધા સ્કૂલ-કોલેજોમાં હજી પણ પ્રેક્ટિકલ તેમજ જનરલ નૉલેજને બદલે પાઠ્યપુસ્તકિયા લેસનો પર ભાર મૂકવામાં આવે છે. પાઠ્યપુસ્તક બહારની દુનિયાથી વિદ્યાર્થીઓને મોટે ભાગે અલિપ્ત રાખવામાં આવે છે. મનમાં પેદા થતા વિવિધ સવાલો પૂછવાની તેમને મોકળાશ નથી અને પાઠ્યપુસ્તકમાં જેનો સમાવેશ ન થયો હોય તેવા મુદ્દા પરીક્ષામાં લખવાની તેમને માટે ગુંજાશ પણ નથી. આ જાતની ગૂંગળામણ વચ્ચે એક ડિગ્રીધારી ગ્રેજ્યુએટ તૈયાર થઇ શકે, વિચારક યાને કે thinker નહિ.

ભારતની જરીપુરાણી શિક્ષણપ્રણાલિમાં આવકારદાયક સુધારા થાય ત્યારની વાત ત્યારે, પણ દરમ્યાન પરંપરાગત એજ્યુકેશન સિસ્ટમ વચ્ચે ઉછરતી નવી પેઢીમાં થોટ પ્રોસેસ ખીલવી શકે એવો કોઇ કીમિયો ખરો ? કેમ નહિ ! એક સરળ અને પ્રેક્ટિકલ ઉપાય નવી પેઢીને ઇતર વાંચન તરફ ઢાળવાનો છે. પાઠ્યપુસ્તક બહારની દુનિયા તેમને વિવિધ વિષયોના પુસ્તકો વાંચતા કરીને દેખાડવાનો છે અને સરવાળે તેમને સવાલો પૂછતા કરી મગજમાં ચાલતી થોટ પ્રોસેસ ટૉપ ગિઅરમાં નાખવાનો છે.

આ સંદર્ભે એક સુખદ સમાચાર થોડા વખત પહેલાં આવ્યા. એક અખબારી રિપૉર્ટ મુજબ ગુજરાતના મુખ્યમંત્રીએ ‘વાંચે ગુજરાત’ બેનર હેઠળ નવી પેઢીને પાઠ્યપુસ્તક ઉપરાંત વિવિધ વિષયોનાં પુસ્તકોના વાંચન તરફ વાળવાની યુનિક યોજના ઘડી છે. ગુજરાતની સુવર્ણ જયંતિના વર્ષ (૨૦૧૦-૨૦૧૧) દરમ્યાન ૫૦ થી વધુ પુસ્તકો વાંચનાર વિદ્યાર્થીઓની મૌખિક કસોટી લઇ તેમને પુરસ્કૃત કરવાનો પણ પ્લાન છે. મુખ્યમંત્રીએ વળી પ્રજાજોગ સૂચન કર્યું છે કે રાજ્યના પચાસ લાખ પરિવારો તેમના ઘરમાં પચાસ પુસ્તકોનું મિનિ પુસ્તકાલય સ્થાપે. ‘વાંચે ગુજરાત’ બેનર હેઠળ નક્કી કરાયેલો પ્લાન નવતર કિસમનો છે. સરકારી લેવલે યોગ્ય રીતે જો તેનું અમલીકરણ થાય અને મુખ્યમંત્રીના સૂચનને અનુસરી ગુજરાતના પચાસ લાખ પરિવારો પોતાના ઘરમાં પુસ્તકોને માનભેર પ્રવેશ આપી સ્વતંત્ર હોમલાયબ્રેરી બનાવે તો નાનપણથી પુસ્તકોના વાતાવરણ વચ્ચે ઉછેર પામનારી ગુજરાતની નવી પેઢીનું (અને સરવાળે ખુદ ગુજરાતનું) ભાવિ સુખદ રીતે બદલાય એ શક્ય છે.

આવતી કાલની ‘નૉલેજ ડ્રિવન’ સોસાયટીમાં પોતાનું આગવું અસ્તિત્વ બનાવવા માટે તેમજ અસ્તિત્વ ટકાવી રાખવા માટે નવી પેઢીને અત્યારથી જ્ઞાન નામના અમોઘ શસ્ત્ર વડે સજ્જ કરવાની જરૂર છે--અને ગુજરાત સરકારના ‘વાંચે ગુજરાત’ જેવા પ્રોજેક્ટ્સ વડે એ કામ અસરકારક રીતે કરી શકાય તેમ છે.

Comments

  1. ઉત્પલ ભટ્ટFebruary 1, 2010 at 5:13 PM

    સમયસરનો પત્ર! નવી પેઢીમાં થોટ પ્રોસેસ ખીલવી શકે તે માટે 'ઇતર વાંચન'નો ઉપાય જડબેસલાક અને નીવડેલો જ છે. મારા સહિત તમામ સ્કોપ-સફારી પ્રેમીઓ તેનું જીવંત ઉદાહરણ છે. હું તો બાળપણથી જ શરૂ થયેલ મારી 'થોટ પ્રોસેસ'નો તમામ શ્રેય સગર્વ અને વિનાસંકોચ સ્કોપ-સફારીને જ આપીશ. નવી પેઢીએ 'ઠોઠ પ્રોસેસ'માંથી નીકળવું હોય તો આ લેખ વાંચીને તાત્કાલિક ઇતર વાંચન તરફ ઢળવું. સાચો થોટ પ્રોસેસ શરૂ થયા પછી ભણતરના ભારને લીધે ક્યારેય આપઘાતનો વિચારેય નહી આવે તેની ગેરંટી. વિજય હમારા હૈ!

    ઉત્પલ ભટ્ટ

    ReplyDelete
  2. Wow !! I don't know about this. Why our media is not highlighting this project? Thanks to Safari and my parents, I have many books in my home library.

    I wish more and more parents, students take initiative to make this project a grand success. I am proud of my Gujarat. Gujarat should be number one state in the country.

    nayan

    ReplyDelete
  3. truly said n should be followed.. Be Knowledge driven!!!

    ReplyDelete
  4. ભઈલા, અમારા માટે તો આ જ સમાચાર સુખદ છે કે 'નોલેજ ઇસ પાવર' નો એક નાનકડો કરંટ તમે તમારા શબ્દો દ્વારા આપો છો. મોદી સાહેબની નોલેજ પ્રત્યેની આ જાગૃતિ ને ચાલો આપને સૌ સાથ આપીએ....આજથી જ...હમણાંથી જ.
    હર્ષલભાઈ, એક વિભાગ (સફારીમાં યા અહિયાં બ્લોગમાં) શરુ કરો તો કેમ? દર મહીને, કેટલા લોકો એ પુસ્તક(ઓ) વસાવ્યા, કેટલાયે કયા કયા સબ્જેક્ટસ પર બૂકસ અને મેગેઝીન્સનું વાંચન કર્યું?.....વગેરેની વિગત નામ સાથે આપવામાં આવે અને લીસ્ટ અપડેટ કરીને મોદી સાહેબ ને મોકલવામાં આવે.

    અહિયાં પણ આ બ્લોગના વાચકોનો અભિપ્રાય આવકાર્ય છે.

    ReplyDelete
  5. I appreciate and support your view mr.Refreshing. I have already started it from my house and i also request to start this service to Harshalbhai. satyam vora 9879870352

    ReplyDelete
  6. Well said.Media is still busy Modibashing to worry for such news.CM needs to be complimented.Compliments to you also sir for [a] Highlighting this campaign and [b] Serving Gujarati readers with "Safari" ,month after month.Your mag in fact is a very good example of nurturing people's desire for knowledge, all, young and old.

    ReplyDelete
  7. Nice. At least something is happening in this area.

    About Textbook... Let me share some thing on it. In fact many professional companies came up with innovative approach for text books. I saw some of them in one fair at Delhi in this Dec - Jan. They narrated full syllabus of all subjects up to 10th standard in the comic book way.
    I guess you people (safari group) can be in this market of text book for innovative approach to boring syllabus. Hope the magician of language and Master of Science "Harshal pushkaran" enter in this to revive education.
    Let me thank you on behalf of my family, friends and... to share your knowledge on varies ways to Gujarati people.

    ReplyDelete
  8. પ્રિય બ્લોગબંધુ,
    દિવ્યેશ વ્યાસના નમસ્કાર,
    વંદે માતરમ સાથે જણાવવાનું કે હું ગૂજરાત વિદ્યાપીઠમાં એમ.ફિલ. કરી રહ્યો છું. એમ.ફિલ.માં `અભિવ્યક્તિ સ્વાતંત્ર્ય અને ગુજરાતી બ્લોગ વિશ્વ ' પર સંશોધન કરી રહ્યો છું, જેમાં આપના સહકારની અપેક્ષા છે. આપનું ઈ-મેલ આઈડી મોકલશો તો હું આપના સુધી મારી પ્રશ્નાવલી પહોચાડી શકીશ. આશા છે કે મોકલાવેલી પ્રશ્નાવલી આપ શક્ય એટલી ઝડપથી (એકાદ અઠવાડિયામાં) ભરીને મોકલી આપશો.
    શું હું એવી પણ આશા રાખી શકું કે તમે મારી પ્રશ્નાવલી તમારા બીજા બ્લોગર મિત્રોને પણ મોકલાવીને મદદરૂપ બની શકશો?
    મારું ઈ-મેલ આઈડી છે divyeshvyas.amd@gmail.com

    સહકારની અપેક્ષાસહ,
    આપનો દિવ્યેશ વ્યાસ.

    ReplyDelete
  9. This comment has been removed by the author.

    ReplyDelete
  10. My name is Harshit..I am studying in Nirma Institute of Diploma Studies.This is the truth which you've written.We are forced to study in same way that you've written..Only Text Book...If you are going to wrie by your own in Examination then you have to pay penalty in the form of marks.and if you want to be ranker of your class then close your mind..and start cramming your text book..This is the situation is in my college. Nobody wants to learn some new knowledge.Everybody wants to earn Good Marks or grades by Cramming.I wish that our Education System will change soon and new Education system will follow "KNOWLEDGE is POWER".

    ReplyDelete
  11. There are ample resources on web to fulfill one's intellectual curiosity.But the main problem is lack of conducive environment and qualified teachers.In Gujarat from school to colleges ,most of teachers are of mediocre quality.There are hardly any places where reciprocation of knowledge is possible.In such a kind of environment one can feed his or her intellectual curiosity but he or she would be reticent.


    Regards,
    Chintan

    ReplyDelete
  12. there were 5 newton,5 leibniz in 17th century, 5 tesla & 5 einstein in 20th century.one was in germany,one was in england,one was in china,one was in india and so on...

    but indian newton,leibniz,tesla,einstein never got recognition as india as country has failed to provide conducive environment where science & tech can foster.
    Even in 21st century indians have to feel proud of meager achievements like invention of 0 and blah blaah blaah...

    But next newton from india has not to worry as he can easily immigrate to wealthy nation and can prove his/her worth .


    Thanks,
    Chintan

    ReplyDelete
  13. i am the student of electronics eng.(degree).what ever you have write for change in present education system, i have take it in execution before many year by ignoring present system of exam & i have totaly focus on to get knowledge and to improve my thinking power so result is that now i have not any on paper proof(marksheet) which show my briliency but i have one great inovative idea, in short still now we belive that any partical or information can't travel more then speed of light said by einstine is true but i say it may be imposibl for partical but information can travel more then speed of light i can prove it practically & i can publish my paper and can get patent for it but problem is that by this way it is chance for leakage of this technology in other country ,there is so much much greatest commercially useful envention even india can be a super power by it so i want some guidence by you personally. i am regular reader of safari & i find that you are real lover of india so i have trie to contect you please send your response at sanedoindia@yahoo.com

    ReplyDelete
  14. આપનું લખાણ વાંચી પ્રેરણા મળી
    કચ્છ બાલ ભવન તરફથી
    તારીખ 2-3-4 એપ્રીલ 2010 ના રોજ
    વાંચન શીબીર નું આયોજન કરવામાં આવેલ છે.
    આ શીબીર ધોરણ 10 અને 12 ના વિધ્યાર્થીઓ માટે છે.
    સમય સવાર ના 8 થી 11 નો રાખેલ છે.
    સંખ્યા 25 થી 30 ની મર્યાદામાં હશે.
    વિધ્યાર્થીઓને ગમતા પુસ્તકો નુ શિબિર ના સ્થળે વાંચન કરશે.
    જુથ ચર્ચા કરશે. પોતાનું મૌલિક પણ રજુ કરશે.
    આવો વિચાર છે.
    આપના સુચનો ચોક્કસ ઉપયોગી થશે.
    આવી વાંચન શિબિર ભવિષ્ય્માં મોટા પાયે પણ કરવા વિચાર છે.
    નરેન્દ્ર ગોર ભુજ
    narendragor@gmail.com

    ReplyDelete
  15. સફારી મેગેઝિન મા આપે ધોરણ 10 નુ વિજ્ઞાન વિશે લખ્યું હતું તે જ રિતે ધોરણ 12 ના વિજ્ઞાન ના વિશયો વિશે લખો તેવુ મારૂં સૂચન છે.

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

Vijaygupta Maurya