પારકો કાગળ, પારકી લેખણ, પારકી શાહી ને મતું મારે માવજીભાઇ !
ક્રિકેટ વર્લ્ડકપમાં ભારત આખરે ૨૮ વર્ષે જીત્યું. બહુ મોટી સિદ્ધિ આપણા ખેલાડીઓએ હાંસલ કરી ગણાય. જીતનો પ્રસંગ બેશક ટીમ ઇન્ડિયા માટે તેમજ ભારતના સરેરાશ ક્રિકેટપ્રેમી માટે ઉજવણીનો હતો. અલબત્ત, ઉજવણીની આપણા દલા તરવાડી રાજકારણીઓએ અપનાવેલી પદ્ધતિ ભારે અતિશયોક્તિભરી હતી. ભારતે ક્રિકેટ વર્લ્ડકપ જીત્યો એ પછી દિલ્હી સરકાર વતી ત્યાંનાં મુખ્યમંત્રી શીલા દીક્ષિતે ટીમ ઇન્ડિયાના કપ્તાન માટે રૂપિયા ૨ કરોડ તેમજ ચાર બીજા ખેલાડીઓ માટે અકેક કરોડ એમ કુલ રૂપિયા ૬ કરોડનું કેશ પ્રાઇઝ જાહેર કરી નાખ્યું. મહારાષ્ટ્રની રાજ્ય સરકારે બે ખેલાડીઓને અકેક કરોડની રોકડ રકમ ઇનામરૂપે આપી. પંજાબ સરકારે કુલ બે કરોડ રૂપિયાની લ્હાણી કરી, વર્લ્ડકપના નામે તામિલ નાડુની સરકારે પોતાની તિજોરીમાં રૂપિયા ૩ કરોડનું ગાબડું પાડ્યું, તો કર્ણાટકની સરકારે બેંગ્લોર ડેવલપમેન્ટ ઓથોરિટી તરફથી દરેક ખેલાડી માટે અકેક રહેણાંક પ્લોટ ફાળવી આપ્યો. ભારતીય રેલવે ખાતાએ ટીમ ઇન્ડિયાના પ્રત્યેક ખેલાડી તેમજ તેના પરિવાર માટે ફર્સ્ટ ક્લાસ એરકંડિશન્ડ ક્લાસના આજીવન ફ્રી પ્રવાસની ઘોષણા કરી વર્લ્ડકપ જીત્યાની ખુશાલી મનાવી. રુપિયામાં(ટે) રમતો માણસ ! કમ...