Posts

Showing posts from April, 2012

પોલિટિકલ વિલના અભાવે વધી રહેલું ભારતનું શસ્ત્ર-આયાતબિલ

Image
પચ્ચીસેક વર્ષની એકધારી તપશ્ચર્યાના અંતે ભારતીય નિષ્ણાતોએ તૈયાર કરેલું વિમાનવિરોધી ‘આકાશ’ મિસાઇલ ગયે મહિને આપણી વાયુસેનામાં તેમજ ખુશ્કીદળમાં સામેલ કરવામાં આવ્યું. આ બનાવે સંરક્ષણ ટેક્નોલોજિના ક્ષેત્રે ભારતીય ઇજનેરોની કોઠાસૂઝ, આવડત અને ક્ષમતા તરફ આખા જગતનું ધ્યાન ખેંચ્યું, કેમ કે ભૂમિ પરથી દાગી શકાતાં જગતનાં સૌ વિમાનવિરોધી મિસાઇલોની તુલનાએ આપણું ‘આકાશ’ ઘણી રીતે ચડિયાતું છે. વળી અન્ય મિસાઇલો કરતાં કિંમતમાં ૧૦ ગણું સોંઘું છે. પરિણામે મલયેશિયા જેવા અમુક દેશોએ ‘આકાશ’ મિસાઇલની ખરીદીમાં ઊંડો રસ દાખવ્યો છે. Akash Missile Launcher આ બનાવ એ વાતનો સૂચક છે કે શસ્ત્રઉત્પાદનના મામલે ભારત ધારે તો સ્વાવલંબી બની શકે તેમ છે એટલું જ નહિ, શસ્ત્રનિકાસના બહુ મોટા આંતરરાષ્ટ્રીય બજારમાં કાઠું કાઢી શકે તેમ છે. ‘આકાશ’ મિસાઇલની માફક એન્ટિટેન્ક ‘નાગ’ મિસાઇલ, સરફેસ-ટુ-સરફેસ ‘પૃથ્વી’ તેમજ ‘અગ્નિ’ વગેરે જેવાં સ્વદેશી મિસાઇલોનો પણ આજે જગતમાં જોટો નથી. ‘તેજસ’ જેવું લડાકુ વિમાન તો આજ દિન સુધી કોઇ દેશ બનાવી શક્યો નથી, જ્યારે મઝગાંવ ગોદીમાં બનેલી ‘દિલ્હી’, ‘મુંબઇ’ અને ‘મૈસૂર’ જેવી વિનાશિકાઓ તથા ‘શિવાલિક’ વર્ગની સ્...