પોલિટિકલ વિલના અભાવે વધી રહેલું ભારતનું શસ્ત્ર-આયાતબિલ
પચ્ચીસેક વર્ષની એકધારી તપશ્ચર્યાના અંતે ભારતીય નિષ્ણાતોએ તૈયાર કરેલું વિમાનવિરોધી ‘આકાશ’ મિસાઇલ ગયે મહિને આપણી વાયુસેનામાં તેમજ ખુશ્કીદળમાં સામેલ કરવામાં આવ્યું. આ બનાવે સંરક્ષણ ટેક્નોલોજિના ક્ષેત્રે ભારતીય ઇજનેરોની કોઠાસૂઝ, આવડત અને ક્ષમતા તરફ આખા જગતનું ધ્યાન ખેંચ્યું, કેમ કે ભૂમિ પરથી દાગી શકાતાં જગતનાં સૌ વિમાનવિરોધી મિસાઇલોની તુલનાએ આપણું ‘આકાશ’ ઘણી રીતે ચડિયાતું છે. વળી અન્ય મિસાઇલો કરતાં કિંમતમાં ૧૦ ગણું સોંઘું છે. પરિણામે મલયેશિયા જેવા અમુક દેશોએ ‘આકાશ’ મિસાઇલની ખરીદીમાં ઊંડો રસ દાખવ્યો છે.
Akash Missile Launcher |
આ બનાવ એ વાતનો સૂચક છે કે શસ્ત્રઉત્પાદનના મામલે ભારત ધારે તો સ્વાવલંબી બની શકે તેમ છે એટલું જ નહિ, શસ્ત્રનિકાસના બહુ મોટા આંતરરાષ્ટ્રીય બજારમાં કાઠું કાઢી શકે તેમ છે. ‘આકાશ’ મિસાઇલની માફક એન્ટિટેન્ક ‘નાગ’ મિસાઇલ, સરફેસ-ટુ-સરફેસ ‘પૃથ્વી’ તેમજ ‘અગ્નિ’ વગેરે જેવાં સ્વદેશી મિસાઇલોનો પણ આજે જગતમાં જોટો નથી. ‘તેજસ’ જેવું લડાકુ વિમાન તો આજ દિન સુધી કોઇ દેશ બનાવી શક્યો નથી, જ્યારે મઝગાંવ ગોદીમાં બનેલી ‘દિલ્હી’, ‘મુંબઇ’ અને ‘મૈસૂર’ જેવી વિનાશિકાઓ તથા ‘શિવાલિક’ વર્ગની સ્ટેલ્થ મનવારો તેમની હાઇ-ટેક્નોલોજિને કારણે પુષ્કળ ખ્યાતિ પામી છે.
આ બધાં શસ્ત્રોમાં સમયોચિત ફેરફાર કરતા રહી ભારત તેમની નિકાસ કરી શકે, પરંતુ એવું બનતું નથી. કારણ એ કે પરદેશી શસ્ત્રોની ખરીદી વડે પોતાનું આર્થિક હિત સાચવતી બહુ મોટી લોબી આપણા સંરક્ષણ ખાતામાં વર્ષોથી સક્રિય છે. શસ્ત્રઉત્પાદનના સ્વદેશી પ્રોજેક્ટ્સ વેળાસર પાર પડે અને શસ્ત્રોની બાબતે ભારત સ્વાવલંબી બને એ સ્થિતિ તે લોબીને મંજૂર નથી. પરિણામે સ્વદેશી શસ્ત્રોના પ્રોજેક્ટ્સમાં વિવિધ જાતનાં વિઘ્નો નાખી અંતે તેને સેબોટાજ કરી દેવામાં આવે છે. ‘અર્જુન’ રણગાડીનો, એન્ટિ-મિસાઇલ મિસાઇલ ‘ત્રીશૂલ’નો તથા એડવાન્સ્ડ જેટ ટ્રેઇનર વિમાન ‘અજીત’નો પ્રોજેક્ટ વધુઓછા અંશે સેબોટાજ પામ્યો, માટે ભારતે રશિયા પાસેથી ‘ટી૯૦’ રણગાડી, ઇઝરાયેલ પાસેથી ‘બરાક’ મિસાઇલ તથા બ્રિટન પાસેથી ‘હોક’ નામના ટ્રેઇનર વિમાનો તગડા દામે ખરીદવા પડ્યા. આ ત્રણેય જાતનાં શસ્ત્રોના રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ પાછળ ભારતીય નિષ્ણાતોએ કરેલી મહેનત અને સરકારે વેઠેલો ખર્ચ સાવ એળે ગયો. આ જાતના વધુ બે દાખલા ‘તેજસ’ વિમાન અને ‘ધ્રુવ’ હેલિકોપ્ટરના છે. આ બેય શસ્ત્રોના ઉત્પાદનમાં વિલંબ થયો (કહો કે વિલંબ કરાવવામાં આવ્યો) એટલે ભારતે રૂપિયા ૪૨,૦૦૦ કરોડના ખર્ચે ફ્રેન્ચ સુપરફાઇટર ‘રફાલ’ અને રૂપિયા ૬,૦૦૦ કરોડના ખર્ચે અમેરિકી હેલિકોપ્ટર ‘અપાચે’ વસાવવાં પડ્યાં.
શસ્ત્રઉત્પાદન માટે DRDO જેવાં કુલ ૩૯ એકમો સરકારે સ્થાપ્યાં છે. હજારો નિષ્ણાતો તેમાં કામ કરે છે, પરંતુ દરેક એકમનો દોરીસંચાર સરકાર હસ્તક હોવાથી તેમની સ્થિતિ કઠપૂતળી જેવી છે. બજેટકાપથી માંડીને બીજી અનેક અડચણો તેમણે વેઠવી પડે છે, માટે સરેરાશ પ્રોજેક્ટ ડચકાં ખાતો ચાલે છે. દરમ્યાન લશ્કરી જરૂરિયાતોને આયાતી શસ્ત્રોથી પોષી દેવાય છે. પરિણામે બન્યું છે એવું કે શસ્ત્રઉત્પાદનનાં ચાલીસેક એકમો હોવા છતાં ભારતનાં ૭૦% શસ્ત્રો પરદેશી હોય છે. FYI : આયાતી શસ્ત્રોની બાબતે આજે આપણે નંબર વન દેશનો દરજ્જો પામ્યા છીએ.
આ શરમજનક સ્થિતિ બદલવાનો એક જ ઉપાય છે. DRDO અને તેના જેવાં ૩૯ સરકારી એકમો પાસે અબજો રૂપિયાની જે અસ્ક્યામતો છે તે પૈકી ૪૯% અસ્ક્યામતો સામે શેરો આપી દેવાય તો ૫૧% રોકાણના જોરે સરકારનો અંકુશ તેમના પર રહે. બીજી તરફ નાણાંના છલકાટને સીમા રહે નહિ. લાખો શેરહોલ્ડરો ત્યાર પછી વાર્ષિક જનરલ મીટિંગમાં જે તે એકમોના વહીવટકારો પાસે જવાબ માગતા રહે, એટલે વહીવટકારોએ નફાલક્ષી કામ કર્યા વિના છૂટકો નહિ. ખાનગીકરણ પામેલું એકમ નફો રળ્યા વિના સ્પર્ધાત્મક મૂડીબજારમાં ટકી ન શકે. આની સામે સરકારી એકમને મૂડીની ચિંતા ન હોય, કેમ કે પ્રજાના માથે કરવેરા નાખીને સરકાર તેનું ખાલી તરભાણું ગમે ત્યારે ભરી શકે છે. DRDO જેવાં એકમોનું ખાનગીકરણ કરી દેવામાં આવે તો શસ્ત્રઉત્પાદનનાં સાહસો ત્યાર પછી દુઃસાહસ ન રહેતાં (‘આકાશ’ મિસાઇલની જેમ) નક્કર પરિણામરૂપે ઊભરી આવે અને શસ્ત્રોના મામલે ભારત સ્વાવલંબી બની શકે.
you r right parantu aa bhrast neta o ne kya kay padi che!
ReplyDeleteનેતા ઓ જ જયારે આપણે વિદેશ થી આયાત કરીએ છીએ...ત્યાં શાસ્ત્રો ની બાબત માં શી નવાઈ ?...અને ભારતીયો ને આયાતી માલ ની આદત પડી ચુકી છે.......હેર પીન થી માંડી ને પગ નાં ચપ્પલ અને ઘર વપરાશ ની મોટા ભાગ નીવસ્તુ ઓ વિદેશી કંપની અથવા આયાતી જ હોય છે....
ReplyDeleteAbsolutely right my friend until and unless this corruption will not be defeat we will not be a superpower in terms of economy, power etc.. Upto then we will have to see the foreigners visits india and click a photos of poor and babies without clothes, food, water, education etc because our politicians do not have worry what happens with our country because their swiss accounts are updates regularly so no worry for the poor people. Even they are sleeping while knowing the situations at Arunachal Pradesh and Kashmir boarders. Really an ow full situation this is!!!!!
ReplyDeleteAbsolutely correct said sir! I read this in an issue of safari too that late decisions(which are often intentionally taken) have always made India incurring great losses! God knows when these corrupt persons will stop these disgusting things!!
ReplyDeleteVote for Narendra Modi on Time magazine's poll
ReplyDeletehttp://www.time.com/time/specials/packages/article/0,28804,2107952_2107953_2109997,00.html
ખરેખર, જે દિવસે આપણા શાસનકર્તાઓ [માત્ર] દેશનાં હિતને જ લક્ષ્યમાં રાખીને નિર્ણયો લેતા થઇ જશે તે દિવસે હરખ તું હિન્દુસ્તાન.
ReplyDeleteપરંતુ, વો દિન કહાં કે મિયાંકે પાંવમે જૂતીયાં!!!!!
આ બનાવ એ વાતનો સૂચક છે કે શસ્ત્રઉત્પાદનના મામલે ભારત ધારે તો સ્વાવલંબી બની શકે તેમ છે એટલું જ નહિ, શસ્ત્રનિકાસના બહુ મોટા આંતરરાષ્ટ્રીય બજારમાં કાઠું કાઢી શકે તેમ છે......................આ સંદર્ભ માં એક વાત કહેવાનું મન થાય છે.....ઘણા વખત પહેલા '' સફારી'' મેગેઝીને એક લેખ લખ્યો હતો એમાં ભારત દ્વારા ''તેજસ '' માં થયી રહેલી ઢીલ અને પ્રોજેક્ટ નાં લંબાણ નાં સંદર્ભ માં એક સલાહ મુકેલી કે ભારતે શસ્ત્રો ની બાબત માં ઔત્સોર્સિન્ગ કરવું જોઈએ... તો શું ભારતે શસ્ત્રો આઉત્સોર્સિન્ગ કરવા જોઈએ કે પછી જાતે જ બનવા જોઈએ.....?
ReplyDeleteGujarat government has focused on this issue and some time back CM Narendra Modi had arranged meeting with chief army officers to develop a Indian weaponry center in Gujarat for "Swadesi" arms.
ReplyDeleteya exactly....dis-invesment....is the way...to get ridoff corruption in arms development...
ReplyDeleteTo,
ReplyDeleteHarshalbhai,
I can't find a way to contact you so writing here.
In April, I have applied for Gujarati print edition for 2 years...
I applied through credit card and subscription fee was Rs.680. But when I got April issue then I came to know that for the same duration if we apply through DD then fee is Rs. 560. Why so much difference..?
Then I came to know that SAFARI is using payment gateway that accepts foreign currency only and not Indian Rupee.
But I think,
1. most of the subscribers of SAFARI are Indian and specifically Gujarati.
Then why are you using foreign ($) payment gateway?
2. Everyday $ is increasing compare to Rs. so keeping payment in $ currency makes loss of Rs. 120 to your every Indian subscriber.
So why are you using foreign ($) payment gateway?
3. You can check other Gujarati magazines like Chitralekha also. They have also subscribers from out of India but still they provide payment gateway in both the currency.
Then why are you using foreign ($) payment gateway?
4. In magazine also, SAFARI always insist to use Indian resources and also you write it as SAFARI-INDIA.
Then why are you using foreign ($) payment gateway?