Posts

Showing posts from June, 2012

૧૯૫૨-૨૦૧૨ : સાંઠ વર્ષમાં સંસદની ગતિ અને અવગતિ

Image
ભારતીય લોકશાહીના સરતાજ ગણાતી લોકસભાની પ્રથમ બેઠક મે ૧૩, ૧૯૫૨ના રોજ મળી તે બનાવને ગયે મહિને ૬૦ વર્ષ થયાં. આ ઐતિહાસિક સીમાચિહ્નની દબદબાપૂર્વક ઉજવણી માટે સંસદભવન ખાતે ૧૫મી લોકસભાના સાંસદો ભેગા મળ્યા ત્યારે એક ટ્રેજિક કોન્ટ્રાસ્ટ પેદા થયો, જે ૬૦ વર્ષમાં સંસદના મોભાનું કેટલી હદે અધઃપતન થયું તેનો ચિતાર આપતો હતો. કોન્ટ્રાસ્ટ એ વાતે કે સંસદ ભવનમાં મે ૧૩, ૨૦૧૨ના દિવસે જે ૫૫૨ મહાનુભાવો એકઠા થયા તેમાં ૧૬૨ સાંસદો એવા હતા કે જેમની સામે અદાલતોમાં કાનૂની ખટલા ચાલી રહ્યા છે. બીજા ૨૦ સંસદસભ્યો એવા કે જેમની સામે ખૂનનો કેસ દર્જ થયો છે. કુલ ૧૪ સભ્યો પર ખૂન કરાવવાના પ્રયાસ બદલ કાનૂની કાર્યવાહી ચાલી રહી છે. અગિયાર સાંસદો સામે ઠગાઇના, તો ૧૩ જણા સામે અપહરણના કેસ નોંધાયા છે. પ્રજાના ફુલટાઇમ સેવક ગણાતા ૩૦૦ જેટલા સંસદસભ્યો તો કરોડપતિ છે. નજીવા સમયગાળામાં કરોડોની સંપત્તિ તેમણે કેવી રીતે મેળવી એ તો કોણ જાણે! આની સામે હવે સ્વતંત્ર ભારતની પ્રથમ લોકસભાનો દાખલો જુઓ. મે ૧૩, ૧૯૫૨ના દિવસે તે મળી ત્યારે તેના કુલ ૪૬૬ સભ્યો પૈકી ૧૭૭ સાંસદો એવા હતા કે જેમણે પોતાનું ગ્રેજ્યુએશન પૂરું કર્યું હતું, ૭પ જણા વકીલાત ભણ્યા હતા,...