૧૯૫૨-૨૦૧૨ : સાંઠ વર્ષમાં સંસદની ગતિ અને અવગતિ
ભારતીય લોકશાહીના સરતાજ ગણાતી લોકસભાની પ્રથમ બેઠક મે ૧૩, ૧૯૫૨ના રોજ મળી તે બનાવને ગયે મહિને ૬૦ વર્ષ થયાં. આ ઐતિહાસિક સીમાચિહ્નની દબદબાપૂર્વક ઉજવણી માટે સંસદભવન ખાતે ૧૫મી લોકસભાના સાંસદો ભેગા મળ્યા ત્યારે એક ટ્રેજિક કોન્ટ્રાસ્ટ પેદા થયો, જે ૬૦ વર્ષમાં સંસદના મોભાનું કેટલી હદે અધઃપતન થયું તેનો ચિતાર આપતો હતો. કોન્ટ્રાસ્ટ એ વાતે કે સંસદ ભવનમાં મે ૧૩, ૨૦૧૨ના દિવસે જે ૫૫૨ મહાનુભાવો એકઠા થયા તેમાં ૧૬૨ સાંસદો એવા હતા કે જેમની સામે અદાલતોમાં કાનૂની ખટલા ચાલી રહ્યા છે. બીજા ૨૦ સંસદસભ્યો એવા કે જેમની સામે ખૂનનો કેસ દર્જ થયો છે. કુલ ૧૪ સભ્યો પર ખૂન કરાવવાના પ્રયાસ બદલ કાનૂની કાર્યવાહી ચાલી રહી છે. અગિયાર સાંસદો સામે ઠગાઇના, તો ૧૩ જણા સામે અપહરણના કેસ નોંધાયા છે. પ્રજાના ફુલટાઇમ સેવક ગણાતા ૩૦૦ જેટલા સંસદસભ્યો તો કરોડપતિ છે. નજીવા સમયગાળામાં કરોડોની સંપત્તિ તેમણે કેવી રીતે મેળવી એ તો કોણ જાણે!
આની સામે હવે સ્વતંત્ર ભારતની પ્રથમ લોકસભાનો દાખલો જુઓ. મે ૧૩, ૧૯૫૨ના દિવસે તે મળી ત્યારે તેના કુલ ૪૬૬ સભ્યો પૈકી ૧૭૭ સાંસદો એવા હતા કે જેમણે પોતાનું ગ્રેજ્યુએશન પૂરું કર્યું હતું, ૭પ જણા વકીલાત ભણ્યા હતા, ૧૫ સાંસદો પાસે PhD ની ડિગ્રી હતી, તો ૩પ જણા આટર્સના તેમજ સાયન્સના સ્નાતક હતા. જવાહરલાલ નેહરુ, સરદાર પટેલ, ડો. ભીમરાવ આંબેડકર, મેજરજનરલ હિમ્મતસિંહજી, હ્દયનાથ કુંઝરુ વગેરે જેવા પંદરેક સાંસદો તો એવા હતા કે જેમણે પરદેશમાં ઉચ્ચ અભ્યાસ કર્યો હતો. આ ધુરંધરોએ સંસદમાં ભારતીય લોકશાહીનો મજબૂત પાયો નાખ્યો. સૌની વિચારધારા રાષ્ટ્રવાદી હતી. ભ્રષ્ટાચારથી તેઓ પર હતા, માટે તેમનો કાનૂની રેકોર્ડ સાફ હતો. સંસદની ગરિમા અને મોભો તેઓ કેટલી હદે જાળવતા તેનો દાખલો જુઓ.
એક વખત વડા પ્રધાન જવાહરલાલ નેહરુએ સંસદ ભવનમાં તેમના કાર્યાલયેથી લોકસભાના પ્રથમ સ્પીકર ગણેશ માવળંકરના નામે ચીઠ્ઠી મોકલાવી, જેમાં તેમણે સ્પીકરને પોતાના કાર્યાલયે રૂબરૂ આવવા માટે વિનંતી લખી હતી. વડા પ્રધાનની વિનંતી ખરું જોતાં તો આદેશ ગણાય, પરંતુ ગણેશ માવળંકર આજના માટીપગા રાજકીય આગેવાનો જેવા નહોતા. બલકે, તેઓ જુદી માટીના બનેલા હાડોહાડ રાષ્ટ્રવાદી તેમજ ક્રાંતિકારી હતા. વડા પ્રધાન નેહરુને તેમણે એ જ ચીઠ્ઠીની પાછળ પ્રત્યુત્તર આપતાં લખ્યું કે, ‘મિસ્ટર પ્રાઇમ મિનિસ્ટર, આપ જો મને મળવા ઇચ્છતા હો તો મારા કાર્યાલયે પધારી શકો છો. સંસદના શિરસ્તા મુજબ વડા પ્રધાન સ્પીકરને મળવા જાય, નહિ કે સ્પીકર વડા પ્રધાનને !’ આ જાતનો જવાબ વાંચીને વડા પ્રધાનની દરજ્જાનો વ્યક્તિ સહેજે પિત્તો ગુમાવે, પરંતુ નેહરુએ પોતાની મર્યાદા ન ઓળંગી. સંસદની ગરિમાને તેમજ શિરસ્તાને ધ્યાનમાં લેતાં તેમણે માવળંકરને બીજી ચીઠ્ઠી મોકલાવી, જેમાં લખ્યું હતું : ‘મારી ભૂલ બદલ દિલગીર છું. મને ક્ષમા કરશો. આપ રજા આપો તો હું આપને મળવા આવી શકું ?’
બીજો પ્રસંગ : એક વાર સંસદમાં પ્રશ્નકાળ દરમ્યાન રામ મનોહર લોહિયા નામના સાંસદે પોતાના વ્યક્તવ્યમાં ટકોર કરતાં કહ્યું કે, ‘आज आम आदमी की रोज़ाना आमदनी २५ पैसे है और यह हज़रत जो बैठे हैं, उनके कुत्ते का रोज़ाना खुराक २५ रूपये है! ’ લોહિયાનો ઇશારો વડા પ્રધાન નેહરુ તરફ હતો. આમ છતાં લોહિયાના વેધક શબ્દોને લઇને કોંગ્રેસી સભ્યોએ સંસદમાં લગીરે શોરશરાબો ન કર્યો. નેહરુએ પણ લોહિયા સામે શબ્દિક યુદ્ધમાં ઉતરવાને બદલે ચહેરા પર સ્મિત રેલાવી વાત હળવેકથી લીધી, કેમ કે સંસદ એ તેમના માટે એવો વિચારમંચ હતો કે જ્યાં દેશનો વહીવટ કરતા આગેવાનોને પોતાના મંતવ્યો રજૂ કરવાની પૂરતી છૂટ હતી.
લોકસભાનો મંચ આજે રાજકીય અખાડો બન્યો છે, જ્યાં વિવિધ પક્ષોના મહાનુભાવો વચ્ચે રોજિંદો શાબ્દિક (ક્યારેક આમનેસામનેનો) જંગ છેડાય છે |
ઉપરોક્ત બેઉ પ્રસંગો લાખોમાં એક જેવા છે. લોકસભાના સ્પીકરનો મોભો શો હોવો જોઇએ તેમજ ચાલુ ગૃહે ધાંધલધમાલ કર્યા વિના લોકસભાની ગરિમા શી રીતે જાળવવી જોઇએ તેના દાખલા બેઉ પ્રસંગોમાં જોવા મળે છે. આવા પ્રસંગો હવે સંસદના ગૃહોમાં બનવા શક્ય નથી, કેમ કે લોકસભા હવે પોલિટિકલ અખાડો બની છે અને સાંસદોએ સ્પીકરનું મૂલ્ય કોડીનું કરી મૂક્યું છે. આ બાબતે પોતાની વ્યથા જણાવતા લોકસભાના ભૂતપૂર્વ સ્પીકર સોમનાથ ચેટરજી કહે છે કે Parliament has become a public street. It is a murder of democracy. સાંઠ વર્ષમાં સંસદની અવગતિનો ખ્યાલ એક જ વાક્યમાં મળી રહે છે.
ભવ્ય બાંધકામની ભીતર ચાલતી સાઠમારી હવે પ્રજાને કોઠે પડી ગઈ છે. લોકો થોડા ઘણા પણ સાવધ થાય અને પોતાના મતનો જવાબ માંગવો શરુ કરે તો કદાચ સંસદની સ્થિતિ થોડી સુધારી શકાય એમ છે.
ReplyDeleteઆ સંસદ ની નહિ ભારત દેશ ની અધોગતિ છે ....
ReplyDelete100% true.........
Deleteતેહીનો દિવસ ગતાહા ... આપણે ચર્ચિલ ને સાચ્ચો પાડી રહ્યા છીએ ....
ReplyDeleteખરેખર શરમ જનક તારણ છે! શિક્ષણ જ આનો ઉપાય છે! જ્યારે સમાજ નો દરેક વર્ગ ભણી ને આગળ આવશે ને રાજકારણ મા આવતા થશે ત્યારે જ મતો માટે ના ગંદા રાજકારણ થી સમાજ નો છુટકારો થશે ને...વિકાશ નુ ફુલ ફરી થી મહેકશે!
ReplyDeleteજય હિંન્દ!!! જય ભારત!!!
Today's education has also turned out to be market driven, morally corrupt and indifferent to social issues.
DeleteEducation can not be a panacea, but society has to work at it continuously.
Superb article...Please post this in English too...& request you to share it on social networking sites....
ReplyDeleteNice article on Politics with inside hint on it.
ReplyDeleteI have compiled small info on Wikipedia about you at http://en.wikipedia.org/wiki/Harshal_Pushkarna , please provide me more information so i can compile more info regarding Safari community, just email me at neostar20 at gmail dot com .
harshal bhai,
ReplyDeleteAa vakhte Gujarat na election ma Aap Shri ni BJP side thi MLA ni seat mate davedari hse ne? ?'kem ke aap e safari na madhyam thi always Congress virodhi and True Bjp person nu example puru padyu 6e. .aap hji pan safari ma Cogress virodhi articals lakhine BJP ne help krso. .
Best of luck
Heil 'Safari BJP
either you are unable to differentiate the message regarding downfalling of parliamentary system as against any political party or you don't want.
Deleteany reader with balanced mind who have read the article, will not conclude the meaning you have got.
have some other magazines to read matching to your interests.
Dear Reader
DeleteI am considering harshal as social activist. as per my knowledge he never favor BJP and wrongly criticize congress also for your information even in this article Harshal two time directly praise Jawaharlal Nehru for his high morale and passion
and I have no need to say that Jawaharlal was belonged with Congress Party
So..Dear analyze before finalize
- Nilesh
It is obviously wrong to interpret some views half minded. you have to read it through and understand it proper way. It is always observed neutral view in this blog, All view in this blog always written with responsibility. To view it politically is wrong as writer writing it putting country in focus , not politics. True is True we have to accept the facts.
DeleteThis comment has been removed by the author.
ReplyDelete