Posts

Showing posts from August, 2012

રાજકારણના ટોરપિડોનું ટારગેટ બનતું 'વિક્રાંત' જહાજ

Image
દેશની સુરક્ષા માટે લેવાતાં પગલાં બાબતે આપણા રાજકીય શાસકો બોલે તે કરતાં વધુ તો તેમનાં નસકોરાં બોલતાં હોય છે. દક્ષિણ ચીની સમુદ્રમાં પેટ્રોલિયમની તથા નેચરલ ગેસની કાયદેસર શોધ ચલાવી રહેલાં આપણાં જહાજોની ચીનના નૌકાદળ દ્વારા થતી રંજાડ જોતાં તેમના રક્ષણ માટે ભારતે નૌકાકાફલો મોકલવો જોઇએ. આમ છતાં વડા પ્રધાને ગયે મહિને કમજોરીના પ્રદર્શન જેવી સ્પષ્ટતા કરી કે ભારત મધદરિયે ચીન જોડે ઘર્ષણમાં આવવા માગતું નથી. ઠંડીગાર વાસ્તવિકતા એ છે કે ચીન જોડે સંઘર્ષમાં આવવા જેટલી ભારતીય નૌકાદળમાં ત્રેવડ જ નથી. ડિફેન્સના ક્ષેત્રે બળપ્રદર્શન માટે કાયમી પ્રથા અનુસાર જે નૌકાકાફલો રચવો પડે તેમાં કેંદ્રસ્થાને હુકમના પત્તા જેવું સંખ્યાબંધ લડાયક વિમાનો ધરાવતું વિમાનવાહક જહાજ હોય છે. આજુબાજુ તથા આગળપાછળ સંરક્ષક ડિસ્ટ્રોયર તથા ફ્રિગેટ મનવારો હંકારે છે, જ્યારે સાગરસપાટી નીચે શસ્ત્રસજ્જ સબમરિનો કાફલા સાથે પ્રવાસ ખેડતી હોય છે. એન્ટિ-સબમરિન હેલિકોપ્ટરો પેટ્રોલિંગ માટે હવામાં તૈનાત રહે છે. કાફલાને બળતણનો પુરવઠો આપવા ટેન્કર જહાજો પણ સાથે હંકારે છે. રોજનો સરેરાશ ૧,૧૦૦ કિલોમીટરનો પ્રવાસ ખેડી નાખતા આવા પરિપૂર્ણ અને પ્રબળ નૌકાબે...