ચીન સાથે ભારતનો વેપાર: કોણ ખાટ્યું, કોણ ખોટમાં ગયું?
થોડા દિવસ પહેલાં (ઓક્ટોબર ૨૩, ૨૦૧૨ના રોજ) રેડિઓ સ્ટેશન વિવિધભારતી પર એક ન્યૂઝ આઇટમ સાંભળવા મળી: વર્ષ ૨૦૧૧-૨૦૧૨ દરમ્યાન ભારત અને ચીન વચ્ચે કુલ ૭૪ અબજ ડોલરનો આયાતનિકાસ વેપાર થયો અને તે વેપારને આગામી બે વર્ષમાં હજી વધારીને ૧૦૦ અબજ ડોલરના આંકડે પહોંચાડવાની બેઉ દેશોએ મૌખિક સમજૂતી કરી છે. આ ટૂંકા સમાચાર સાંભળ્યા પછી એક વિચાર સહજ રીતે મનમાં આવ્યો કે પોણોસો અબજ ડોલરના માતબર આંકડામાં ભારતના આખરે કેટલા ટકા ? અરુણાચલ પ્રદેશના મામલે ભારતને વારંવાર દમદાટી મારતા ચીન સાથે વેપારમાં ભારતને દમ જણાય છે ખરો ? અર્થાત્ તે ખાટે છે કે પછી ખોટમાં જાય છે ? જવાબ મેળવવા માટે થોડુંક રિસર્ચ કર્યું ત્યારે જે વાસ્તવિકતાઓ જાણવા મળી તેણે આખું ચિત્ર સ્પષ્ટ કરી દીધું. એક નજર તેના પર નાખવા જેવી છે. ભારત અને ચીન વચ્ચે આયાત-નિકાસ વેપાર ઘણાં વર્ષથી ચાલે છે. પરંતુ છેલ્લાં એક દાયકામાં તે વેપારમાં જે ઉછાળો જોવા મળ્યો છે એવો અગાઉ ક્યારેય નોંધાયો નથી. દા.ત. ૨૦૦૧ની સાલમાં બન્ને દેશો વચ્ચે ૨.૯૨ અબજ ડોલરનો વેપાર થયો, જ્યારે આજે આંકડો ૭૪ અબજ ડોલરે પહોંચ્યો છે. આમ, દસેક વર્ષના ગાળામાં ૨૫૦૦ ટકાનો વધારો થયો. વેપાર બેઉ પક્ષે ...