ચીન સાથે ભારતનો વેપાર: કોણ ખાટ્યું, કોણ ખોટમાં ગયું?
થોડા દિવસ પહેલાં (ઓક્ટોબર ૨૩, ૨૦૧૨ના રોજ) રેડિઓ સ્ટેશન વિવિધભારતી પર એક ન્યૂઝ આઇટમ સાંભળવા મળી: વર્ષ ૨૦૧૧-૨૦૧૨ દરમ્યાન ભારત અને ચીન વચ્ચે કુલ ૭૪ અબજ ડોલરનો આયાતનિકાસ વેપાર થયો અને તે વેપારને આગામી બે વર્ષમાં હજી વધારીને ૧૦૦ અબજ ડોલરના આંકડે પહોંચાડવાની બેઉ દેશોએ મૌખિક સમજૂતી કરી છે.
આ ટૂંકા સમાચાર સાંભળ્યા પછી એક વિચાર સહજ રીતે મનમાં આવ્યો કે પોણોસો અબજ ડોલરના માતબર આંકડામાં ભારતના આખરે કેટલા ટકા ? અરુણાચલ પ્રદેશના મામલે ભારતને વારંવાર દમદાટી મારતા ચીન સાથે વેપારમાં ભારતને દમ જણાય છે ખરો ? અર્થાત્ તે ખાટે છે કે પછી ખોટમાં જાય છે ? જવાબ મેળવવા માટે થોડુંક રિસર્ચ કર્યું ત્યારે જે વાસ્તવિકતાઓ જાણવા મળી તેણે આખું ચિત્ર સ્પષ્ટ કરી દીધું. એક નજર તેના પર નાખવા જેવી છે.
ભારત અને ચીન વચ્ચે આયાત-નિકાસ વેપાર ઘણાં વર્ષથી ચાલે છે. પરંતુ છેલ્લાં એક દાયકામાં તે વેપારમાં જે ઉછાળો જોવા મળ્યો છે એવો અગાઉ ક્યારેય નોંધાયો નથી. દા.ત. ૨૦૦૧ની સાલમાં બન્ને દેશો વચ્ચે ૨.૯૨ અબજ ડોલરનો વેપાર થયો, જ્યારે આજે આંકડો ૭૪ અબજ ડોલરે પહોંચ્યો છે. આમ, દસેક વર્ષના ગાળામાં ૨૫૦૦ ટકાનો વધારો થયો. વેપાર બેઉ પક્ષે સમાન ધોરણે વધે તો સમજ્યા, પણ અહીં એવું નથી. આ રહ્યો તેનો દાખલો. ચીનની વિવિધ કંપનીઓએ વેપારઅર્થે ભારતમાં ગયે વર્ષે ૨૯.૮ કરોડ ડોલર રોક્યા. આની સામે ભારતે ચીનમાં કરેલું મૂડીરોકાણ કેટલું હતું ? પૂરા ૪૩.૨ કરોડ ડોલર ! જુદા શબ્દોમાં કહો તો ચીનના દર ૧૦૦ ડોલરના મૂડીરોકાણ સામે ભારતે ૧૪૫ ડોલરનું રોકાણ કર્યું. આટો વેચીને ગાજર ખાવાનો ધંધો છે, પણ એ બાબતે કેંદ્ર સરકાર સભાન હશે કે કેમ તે કોણ જાણે.
ચીન સાથેના આયાતનિકાસ વેપારમાં ભારતને પડી રહેલા આર્થિક ફટકાનો બીજો દાખલો જુઓ. ટ્રક અને બસ જેવાં ભારે વાહનો માટે ટાયર્સ બનાવતાં અનેક એકમો ભારતમાં છે અને તેમનું વાર્ષિક ઉત્પાદન ઘરેલુ માગને પહોંચી વળવા ઉપરાંત નિકાસવેપાર ચલાવી શકે એટલું છે. આમ છતાં ૨૦૦૨માં ભારતે ચીનની કેટલીક ટાયર મેન્યુફેક્ચરિંગ કંપનીઓને અહીં વ્યાપારી મંજૂરી આપી. ચીની બનાવટનાં ટાયર્સ ડમ્પિંગના ધોરણે ભારતનાં બજારોમાં ખડકાવાં લાગ્યાં. ૨૦૦૩માં આવાં ૮૮,૦૦૦ ટાયર્સની આયાત થઇ અને ૨૦૦૮માં આંકડો વધીને ૧૨,૦૦,૦૦૦ થયો. ભારે વાહનોનાં ટાયર્સનું ૩૦% ભારતીય બજાર આજે ચીને આંચકી લીધું છે. આ ટકાવારી વધી રહી છે, કેમ કે સ્વદેશી ટાયર્સની તુલનાએ ચીનનાં આયાતી ટાયર્સ ૩૦% સસ્તા હોય છે.
ત્રીજો દાખલો ઇલેક્ટ્રિકલ મશીનરી તેમજ પૂરજાઓનો છે, જેને માટે ચીન પર ભારતની નિર્ભરતા દસેક વર્ષમાં પુષ્કળ વધી છે. (૨૦૦૧ના સંદર્ભે ૬૦૦૦% વધી છે). આના નતીજારૂપે બન્યું છે એવું કે ચીનથી આયાત કરવામાં આવતા માલમાં ૨૭% ફાળો ઇલેક્ટ્રિકલ મશીનરી તેમજ પૂરજાઓનો છે. ભારતના વિવિધ શહેરોમાં આવાં સ્પેરપાર્ટ્સ બનાવતાં સેંકડો એકમોને તાળાં લાગી ગયાં છે. ચીની માલ સામે હરીફાઇ કરીને થાકી ગયેલી એક જાણીતી કંપનીએ કેટલાંક વર્ષથી ટેબલ ફેન બનાવવાનું બંધ કર્યું છે. હવે તે ચીનથી આયાતી પંખાના પૂરજા મંગાવી તેમનું અસેમ્બલિંગ કરે છે. ચીન સાથે વ્યાપારી સંબંધો ખીલવ્યા પછી તેમજ તાજેતરનાં વર્ષોમાં તેને વિકસાવ્યા પછી મહારાષ્ટ્રમાં થાણે અને ભીવંડી ખાતેના ૬૦% ઔદ્યોગિક એકમોના કામધંધા ઠપ્પ થયા છે. ન ભૂલવું જોઇએ કે અમેરિકાએ ૨૦૦૧માં ચીન માટે વ્યાપારનાં દરવાજાં ખોલી દીધાં ત્યાર પછી તેની અનેક ઇન્ડસ્ટ્રીઝ પર ચીને કબજો જમાવ્યો અને કુલ ૧૮,૦૦,૦૦૦ અમેરિકનો ચીનના વાંકે પોતાના નોકરી-ધંધા ખોઇ બેઠા. આજે અમેરિકાનું અર્થતંત્ર ઘણે અંશે ચીનનું મોહતાજ છે એમ કહેવામાં સહેજ પણ અતિશયોક્તિ નથી.
હવે ભારત તેના ટૂંકી દ્રષ્ટિના રાજકારણીઓના વાંકે અમેરિકાનું પુનરાવર્તન કરવા જઇ રહ્યું છે. ભારત-ચીન વેપારને હજી વધારીને આગામી બે વર્ષમાં તેનો આંકડો ૧૦૦ અબજ ડોલરના આંકડે પહોંચાડવામાં આર્થિક ફાયદો તો ચીનના પક્ષે જ છે, કેમ કે એ દેશમાંથી આયાત કરતા માલનું લિસ્ટ ભારત સતત વધારી રહ્યું છે. એક તરફ ચીન અરુણાચલ પ્રદેશ પર બોમ્બગોળા વરસાવવાની તૈયારી કરતું હોય ત્યારે સરકાર તેના માથે નાણાં કેમ વરસાવવા માગે છે એ સમજાતું નથી.
It seems like our government decided that we will not learn any lesson from our past in any case. Its time to have a clear policy with China and Pakistan but we always lagging with time. and then we have to face the results !
ReplyDeleteDear Mr.Pushkarna,
ReplyDeleteI am the big fan of your writing and safari magazine from long time. In my home I have mini size librry of safari magazine and your other magazines like mossad and yudh 71...
You and mr. nagendra vijay has very keen writing skills but mostly I feel negetive after reading your coloumns especially in "sampadak no patra" .... and i always ask question to my self: isnt there any thing to feel proud about our country or govt.?
you are requested to please take this as a feedback, you should also write something positive things which are happening or happend in the country.
again please take it as a humble feedback
Yours truely,
Nishant Bhatt
'Sampadak no patra' is the only platform (in 'Safari') from where I can share completely unknown or lesser-known facts about what's happening in and around our nation. The points raised in this column have deep concern about national interest, and not politics. It allows the reader to think for their nation--and that's the POSITIVE part of it.
DeleteInstead of feeling low about the nation why not put our POSITIVE energy in order to change the situation that makes one feel low. It's all about one's view and perception. I am writing for the national interest because I have deep concern about my nation, and I have been (and I will be) looking forward for its betterment.
Dear MR. Nishant,
DeleteAs you say about to write +/- of our country. Mr. Harshal always write True thing for anything. AS you say to write positive fact's of india. You can write that fact's, and he will try to write on that.
But one thing i want to tell you, from the day our Independence, we always sing a song which is our "National Anthem" which is not written for Bharat mata [there is no anything as Mother Indai], It's written for adulation of "England King George VI". Till date, complication of 65 years.
I am not asking to you to follow Mr. Harshal, just try to share true things. It will change our and next generation views and life better way.
And ya thanks to show positiveness. But show it for Bharat not For India.
Thanks for the reply... according to you what can a comon man do? please suggest, if it is possible will definately do.
ReplyDelete