ભારતીય શસ્ત્રાગારના આધુનિકરણમાં ભ્રષ્્ટાચારની અડચણ
પ રદેશી શસ્ત્રઆયાતના મામલે ભારતનું સ્થાન જગતના સૌ દેશો કરતાં મોખરે છે--અને તે સ્થાન ભારતે ૨૦૦૭ની સાલથી જાળવી રાખ્યું છે. સ્વાભાવિક રીતે એમાં ગર્વ લેવા જેવું કશું નથી. સ્વદેશી ટેક્નોલોજિને બાયપાસ કરી વિદેશી શસ્ત્રો પર મદાર રાખવા બદલ ખરેખર તો ગ્લાનિ થવી જોઇએ. ૨૦૦૭ની સાલમાં આપણે ૨.૧૭ અબજ ડોલરનાં શસ્ત્રો આયાત કર્યાં, તો ૨૦૧૦માં આયાતી શસ્ત્રોનું બિલ ૩.૧૧ અબજ ડોલરના આંકડે અને ૨૦૧૨માં વધીને ૧૨ અબજ ડોલરના આંકડે પહોંચ્યું. આટલો મનીપાવર ખર્ચીને ભારતીય સંરક્ષણ દળનો મસલપાવર માફકસરનો વધવો જોઇએ, પરંતુ એવું બન્યું નથી. આજની તારીખે ભારતનું શસ્ત્રાગાર શુષ્ક છે. જૂનવાણી શસ્ત્રોથી ભરપૂર છે. આધુનિક શસ્ત્રો તેમનું સ્થાન લઇ શક્યાં નથી--અને તે બદલ મુખ્ય કારણ શસ્ત્રખરીદીમાં ચાલતો બેફામ ભ્રષ્ટાચાર છે. સંરક્ષણ મંત્રાલય તેના પર કાબૂ રાખી શક્યું નથી, એટલે નવાં શસ્ત્રોની ખરીદી પર લગામ નાખી છે. બોફર્સ તોપના કટકી કૌભાંડથી લઇને તાજેતરમાં બ્રિટન-ઇટાલિ સાથે થયેલા અગોસ્તા વેસ્ટલેન્ડ હેલિકોપ્ટર સુધીના દરેક સોદામાં ભ્રષ્ટાચાર થયાના અનેક બનાવો બહાર આવ્યા છે. પરિણામે નવાં શસ્ત્રો માટે સંરક્ષણ મંત્રાલય સમક્ષ ક...