Posts

Showing posts from August, 2013

મધ્યાહ્ન ભોજન : રૂ‌.૧૩,૧૨પ કરોડનું રાંધણ કે આંધણ ?

Image
આ જથી નવ દાયકા પહેલાં બ્રિટિશ હકૂમતે મદ્રાસની સરકારી શાળાઓમાં Midday Meal Programme /મધ્યાહ્ન ભોજન કાર્યક્રમ દાખલ કરી ગરીબ વિદ્યાર્થીઓને બપોરનું ભોજન વિનામૂલ્યે આપવાનું શરૂ કર્યું હતું. આમ કરવા પાછળ અંગ્રેજોનો આશય નિઃસંદેહ લોકહિતનો હતો--અને તેમનો એ આશય સારી પેઠે બર આવ્યો. અંગ્રેજોએ દાખલ કરેલો મધ્યાહ્ન ભોજનનો કાર્યક્રમ ભારતે આઝાદી પછી ચાલુ રાખ્યો એટલું જ નહિ, પણ તેને દેશભરમાં વ્યાપક રીતે ફેલાવ્યો. આજે દેશભરની ૧૨,૬૫,૦૦૦ સરકારી શાળાઓમાં અંદાજે ૧૨,૦૦,૦૦,૦૦૦ બાળકોને મધ્યાહ્ન ભોજન કાર્યક્રમ અંતર્ગત નિશાળમાં વિનામૂલ્યે ખાવાનું મળે છે. આમ, ભારતનો Midday Meal Programme જગતનો સૌથી મોટો સ્કૂલ-ભોજન કાર્યક્રમ છે, જેની પાછળ વર્ષેદહાડે રૂા.૧૩,૨૧૫ કરોડનો ખર્ચ થાય છે. ખર્ચનો આંકડો સ્વાભાવિક રીતે જંગી છે અને દેશના ૧૨ કરોડ બાળકો એક ટંક ભરપેટ (તેમજ સ્વચ્છ, સાત્વિક) ભોજન પામતાં હોય તો ખર્ચ લેખે લાગ્યો ગણાય. દુર્ભાગ્યે એમ બનતું નથી. મધ્યાહ્ન ભોજન કાર્યક્રમને ભ્રષ્ટાચારનો સડો લાગી ચૂક્યો છે--અને તેય કેટલી હદે તે જુઓ : કુલ ૧૨,૬૫,૦૦૦ સરકારી માધ્યમિક શાળાઓ પૈકી અનેક સ્કૂલો એવી છે કે જ્યાં વિદ્યાર્થી...