મધ્યાહ્ન ભોજન : રૂ‌.૧૩,૧૨પ કરોડનું રાંધણ કે આંધણ ?

જથી નવ દાયકા પહેલાં બ્રિટિશ હકૂમતે મદ્રાસની સરકારી શાળાઓમાં Midday Meal Programme/મધ્યાહ્ન ભોજન કાર્યક્રમ દાખલ કરી ગરીબ વિદ્યાર્થીઓને બપોરનું ભોજન વિનામૂલ્યે આપવાનું શરૂ કર્યું હતું. આમ કરવા પાછળ અંગ્રેજોનો આશય નિઃસંદેહ લોકહિતનો હતો--અને તેમનો એ આશય સારી પેઠે બર આવ્યો. અંગ્રેજોએ દાખલ કરેલો મધ્યાહ્ન ભોજનનો કાર્યક્રમ ભારતે આઝાદી પછી ચાલુ રાખ્યો એટલું જ નહિ, પણ તેને દેશભરમાં વ્યાપક રીતે ફેલાવ્યો. આજે દેશભરની ૧૨,૬૫,૦૦૦ સરકારી શાળાઓમાં અંદાજે ૧૨,૦૦,૦૦,૦૦૦ બાળકોને મધ્યાહ્ન ભોજન કાર્યક્રમ અંતર્ગત નિશાળમાં વિનામૂલ્યે ખાવાનું મળે છે. આમ, ભારતનો Midday Meal Programme જગતનો સૌથી મોટો સ્કૂલ-ભોજન કાર્યક્રમ છે, જેની પાછળ વર્ષેદહાડે રૂા.૧૩,૨૧૫ કરોડનો ખર્ચ થાય છે. ખર્ચનો આંકડો સ્વાભાવિક રીતે જંગી છે અને દેશના ૧૨ કરોડ બાળકો એક ટંક ભરપેટ (તેમજ સ્વચ્છ, સાત્વિક) ભોજન પામતાં હોય તો ખર્ચ લેખે લાગ્યો ગણાય. દુર્ભાગ્યે એમ બનતું નથી. મધ્યાહ્ન ભોજન કાર્યક્રમને ભ્રષ્ટાચારનો સડો લાગી ચૂક્યો છે--અને તેય કેટલી હદે તે જુઓ :

કુલ ૧૨,૬૫,૦૦૦ સરકારી માધ્યમિક શાળાઓ પૈકી અનેક સ્કૂલો એવી છે કે જ્યાં વિદ્યાર્થીઓની સંખ્યાનો આંકડો વાસ્તવિક આંકડા કરતાં ક્યાંય ઊંચો છે. અર્થાત્ શાળાના શિક્ષકો તેમના સરકારી ચોપડે વિદ્યાર્થીઓની સંખ્યા સહેજ વધુ બતાવી મધ્યાહ્ન ભોજન હેઠળ વધુ અનાજ મેળવે છે અને વધારાનું અનાજ સ્થાનિક બજારમાં વેચીને રોકડી કરી લે છે. બીજી તરફ સેંકડો સ્કૂલો એવી છે કે જ્યાં બાળકોને બપોરનું ભોજન પીરસવામાં આવતું જ નથી. દા.ત. નવેમ્બર, ૨૦૦૬માં હાથ ધરવામાં આવેલી સઘન તપાસ દરમ્યાન જાણવા મળેલું કે પશ્ચિમ બંગાળની એક સરકારી શાળામાં લાગલગાટ ૧૮ મહિના સુધી બાળકોને મધ્યાહ્ન ભોજન અપાયું નહોતું. એક તાજા સર્વેક્ષણ મુજબ બિહારમાં પુરેના અને નાલન્દા ખાતેની સરકારી શાળાઓમાં વર્ષના અનુક્રમે ૧૬૯ અને ૧૬૩ દિવસ મધ્યાહ્ન ભોજન પીરસાયું, જ્યારે બેય સ્કૂલો અનુક્રમે ૨૩૯ અને ૨૩૨ દિવસો કાર્યરત્ રહી હતી. નવાઇની વાત એ કે આવી સ્કૂલોના સરકારી ચોપડે બાળકોને રોજેરોજ ભોજન અપાયાની નોંધ બોલતી હોય છે, જ્યારે હકીકતે બાળકોને મળવાપાત્ર અનાજ સ્કૂલના સંચાલકો ‘ચાંઉ’ કરી ગયા હોય છે.

મધ્યાહ્ન ભોજનના સરકારી ધોરણ મુજબ માધ્યમિકના પ્રત્યેક વિદ્યાર્થીને જમવામાં ૧૦૦ ગ્રામ અને ઉચ્ચતર માધ્યમિકના દરેક વિદ્યાર્થીને ભોજનમાં ૧૫૦ ગ્રામ ધાન્ય મળવું જોઇએ. આની સામે બિહારની કેટલીક સ્કૂલો અનુક્રમે ૭૫ ગ્રામ અને ૧૪૪ ગ્રામ ધાન્ય પીરસે છે. કહેવાની જરૂર ખરી કે ‘બચત’ના ધાન્યની રોજિંદી કટકી કોના ખિસ્સામાં જાય છે ? ડિસેમ્બર, ૨૦૦૫માં બનેલો ભ્રષ્ટાચારનો વધુ એક પ્રસંગ જુઓ. ઉત્તર પ્રદેશના સરકારી ગોદામમાંથી આઠ ખટારા ચોખાની કુલ ૨,૭૬૦ બોરીઓ સાથે ઉપડ્યા. આ માલ તેમણે ઉત્તર પ્રદેશની સરકારી શાળાઓને પહોંચતો કરવાનો હતો, પરંતુ તેને બદલે ખટારા દિલ્હી તરફ હંકાર્યા. દિલ્હી પુલિસે આઠેય ખટારાને અધરસ્તે આંતર્યા ત્યારે ચોખાની ગેરકાયદે હેરાફેરીનો મામલો બહાર આવ્યો. અનાજની ઉચાપતના આવા તો બીજા સંખ્યાબંધ દાખલા ટાંકી શકાય તેમ છે, પણ છેલ્લે તે યોજનાના લાપરવાહીભર્યા સંચાલનનું વધુ ગંભીર પાસું નોંધીએ, જે ખોરાકના hygiene/સ્વચ્છતાને લગતું છે. લાખો સરકારી શાળાઓમાં મધ્યાહ્ન ભોજન રાંધવાની સ્વચ્છ સગવડ આજની તારીખેય નથી. પરિણામે બાળકો વખતોવખત ફૂડ પોઇઝનિંગનો ભોગ બને છે અને ક્યારેક મોતને ભેટે છે. ૨૦૧૧માં જુદી જુદી ૪૬૬ સરકારી શાળાઓનાં ફૂડ સેમ્પલનું લેબોરેટરીમાં પરીક્ષણ કરાયું ત્યારે માત્ર ૫ ફૂડ સેમ્પલ hygieneની વ્યાખ્યામાં બંધબેસતાં જણાયાં. બીજે વર્ષે ૫૧૧ સેમ્પલ્સ પૈકી માત્ર ૨૭ને પાસિંગ માર્ક્સ મળી શક્યાં. મધ્યાહ્ન ભોજનના ભાણામાંથી માખી, અળશિયાં અને ગરોળી જેવાં જીવજંતુઓ મળ્યાંના તો સંખ્યાબંધ કેસો આજ દિન સુધી નોંધાયા છે. સૌથી ઘૃણાસ્પદ કેસ ગયે મહિને બિહારમાં બન્યો, જ્યાં જંતુનાશક દવાયુક્ત મધ્યાહ્ન ભોજન આરોગીને ૨૭ ભૂલકાં મોતની ગોદમાં પોઢી ગયાં.

આમ, રૂપિયા સવા તેર હજાર કરોડનું સરકારી રાંધણ સરવાળે આંધણ સાબિત થઇ રહ્યું છે. ખરું જોતાં મધ્યાહ્ન ભોજનનો સંપૂર્ણ કાર્યક્રમ સરકારે અક્ષયપાત્ર જેવી સ્વયંસેવી સંસ્થાઓને સુપરત કરી દેવો જોઇએ, પણ શાણપણનું એ પગલું તે ક્યારે ભરશે એ કોણ જાણે. દરમ્યાન મધ્યાહ્ન ભોજનના નામે ભ્રષ્ટાચાર કરીને સરકારી બાબુઓના ખિસ્સા ભરાઇ રહ્યાં છે, જ્યારે લાખો બાળકો નિશાળેથી ભૂખ્યા અગર તો માંદા ઘરભેગા થઇ રહ્યા છે. તાજેતરમાં બિહારની શાળામાં બન્યું તેમ અમુક દુર્ભાગી તો ઘરભેગા પણ થવા પામતા નથી.

Comments

  1. Akshay Patr truly help the society and serve the nation...they shows that how technology would change the world in efficient manner.

    ReplyDelete
  2. સારી યોજનામાં લોકો કે સમાચાર પત્રો ભાગીદાર થતા નથી અને પછી પેટ કુટે છે એનો આ ઉત્તમ નમુનો છે...

    ReplyDelete
    Replies
    1. પેટ કુત્વાની વાત નથી ટોપા,

      આમાં ક્યાંય નાગરીક હિત છે જ નહિ આ યોજના માં.....માત્ર અને માત્ર વોટ બેંક સાચવવા ના મરણીયા પ્રયાસ છે.......

      ઉપર દર્શાવેલ દરેક ડેટા જરા ક્રોસ ચેક કરી જોજો.....આવી આડી વાત પછી ક્યારેય નહિ કરો vkvora Atheist Rationalist.....

      Rationalist લખવાથી Rationalist થઇ જવાતું નથી......એના માટે પેહલા ડેટા ભેગા કરો અને પછી આવી કમેન્ટ કરજો......


      Delete
    2. નાના ગામડામાં પ્રાથમીક શાળા હોય છે અને શાળા સમિતિ હોય છે. એટલે સમિતિ જેવું કાંઈજ નહીં હોય એમ?

      આ સમિતિમાં ગામના લોકો કેવી રીતે સભ્ય બને એની પણ ગાઈડ લાઈન છે.

      શાળામાં કોઈજ જતું નહીં હોય એમ બને ખરું?

      સર્વે કરનારા કે ડેટા ભેગા કરનાર આ સમિતિ બાબત અજાણ હશે?

      શું બધું જ પેપર ઉપર હશે?

      Delete
  3. sorry sir according to me all this idiotic schemes must have to STOP ASAP.... Because this schemes killing our rupee since so long i mean since we get our independence... we already have Ration Card stores where poor people can purchase subsidies food for them, then why this food security bill... just another way to grab Vote and kill rupee nothing else....

    ReplyDelete
  4. food security bill says (garib koi nahi, saare bhikhari)
    in INDIA (shining???) poors are dying,
    now will born only beggers........

    because for such a low cost food people will not try to work or earn,
    that amount can be easily collected across the traffic signals by just raising hands, there are too many donnnners across our country.

    ReplyDelete
  5. ek upay chhe balko ne mafat nu khavdava karata temne pela thodu kam apo jenathi tema maftiya vruti na ave ane pachhi jamvanu apo jethi teo sara jamavni demand kari sake .

    ReplyDelete
  6. આ દેશની ખુબી જુઓ.

    બાળકો નીશાળમાં જતા નથી અને જમવા માટે નીશાળમાં જંઈ કંઈક શીખે.

    ઉપરની કોમેન્ટસમાં એ મુદ્દાને બદલે મધ્યાન ભોજન પ્રવૃત્તી બંધ થાય તો નીશાળમાં બાળકો કેવી રીતે જશે?

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

Vijaygupta Maurya

પચ્ચીસ વર્ષે કપિનું પુનરાગમન