Posts

Showing posts from December, 2013

સાઉન્ડિંગ રોકેટથી મંગળયાન : ભારતીય સ્પેસ પ્રોગ્રામનાં પ૦ વર્ષ

Image
આ લખાય છે ત્યારે ઇસરોનું (નવેમ્બર ૫, ૨૦૧૩ના રોજ લોન્ચ કરાયેલું) મંગળયાન અંતરિક્ષમાં પૃથ્વી ફરતે લંબગોળ ભ્રમણકક્ષામાં પ્રદક્ષિણા કરી રહ્યું છે. આ વાંચી રહ્યા છો ત્યારે લગભગ ૧,૩૦૦ કિલોગ્રામનું એ યાન પૃથ્વીનું બંધન હંમેશ માટે છોડીને મંગળના ૭૮ કરોડ કિલોમીટર લાંબા અવકાશી પ્રવાસ માટે પ્રયાણ કરી ચૂક્યું છે. યાત્રા લાંબી છે, માટે રાતા ગ્રહ મંગળ સાથે મંગળયાનના મિલાપનું મુહૂર્ત સપ્ટેમ્બર ૨૪, ૨૦૧૪ પહેલાં આવવાનું નથી. લગભગ સવા ટનના પેકેજને પૃથ્વી પરથી રોકેટ વડે લોન્ચ કરીને ૭૮ કરોડ કિલોમીટર છેટે મંગળની ભ્રમણકક્ષામાં સહીસલામત પહોંચતું કરવું એ સિદ્ધિ નાનીસૂની ન ગણાય. યુરોપ, અમેરિકા અને રશિયા સિવાય કોઇ તે સિદ્ધિ મેળવી શક્યું નથી. મંગળયાન થકી હવે ભારતનું નામ એ મોભાદાર લિસ્ટમાં સામેલ થવા જઇ રહ્યું હોય ત્યારે સપ્ટેમ્બર ૨૪, ૨૦૧૪ નો દિવસ સ્પેસ પ્રોગ્રામની ભારતીય તવારીખ માટે સીમાચિહ્ન ગણવો રહ્યો.   ક્રાંતિની જ્વાળા પ્રગટાવવામાં નાનો અમથો તણખો પૂરતો છે. આ જાણીતી વાત ભારતીય સ્પેસ પ્રોગ્રામને માત્ર અલંકારિક નહિ, પ્રેક્ટિકલ સ્વરૂપે પણ લાગૂ પડે છે. કારણ કે આજથી પચાસ વર્ષ પહેલાં સ્વદેશી સ્પે...