૧૯૬૨ના યુદ્ધમાં ભારતીય છબરડાઓનો પર્દાફાશ કરતો હેન્ડરસન બ્રૂક્સ રિપોર્ટ
ઓક્ટોબર, ૧૯૬૨માં ચીનના હાથે બૂરી રીતે હાર્યા પછી ભારતના સંરક્ષણ ખાતાએ પરાજયનાં કારણો તપાસવા માટે વિસ્તૃત દસ્તાવેજી રિપોર્ટ તૈયાર કરવાનું ઠરાવ્યું. ૧૯૬૨માં જાલંધર ખાતેની ૧૧મી કોરના કમાન્ડિંગ ઓફિસર લેફ્્ટનન્ટ-જનરલ હેન્ડરસન બ્રૂક્સને તે કામ સોંપાયું, જેણે બ્રિગેડિઅર પી. એસ. ભગતના સહયોગમાં વિશ્લેષણાત્મક રિપોર્ટ તૈયાર કરી જુલાઇ, ૧૯૬૩માં સંરક્ષણ ખાતાને સુપરત કર્યો. બ્રૂક્સનો અને ભગતનો રિપોર્ટ ચોંકાવનારો હતો. યુદ્ધ માટે ભારતની અપૂરતી લશ્કરી તૈયારીના સંખ્યાબંધ દાખલા તેમાં ટાંક્યા હતા. અલબત્ત, વધુ ભાર તેમણે એ વાતે મૂક્યો કે યુદ્ધકાળના રાજકીય આગેવાનોની લાપરવાહી તેમજ વ્યૂહાત્મક લઘુદષ્ટિ સરવાળે ભારતની હારમાં વધુ ભાગે જવાબદાર ઠરી હતી. દોષનો ટોપલો માથે આવતો દેખાયો, એટલે તત્કાલિન સરકારે હેન્ડરસન બ્રૂક્સના અને પી. એસ. ભગતના રિપોર્ટને ‘ક્લાસિફાઇડ’નું લેબલ મારીને ગુપ્ત સરકારી ફાઇલો વચ્ચે ગોંધી દીધો. ભારતીય કાયદા મુજબ ‘ક્લાસિફાઇડ’ સરકારી દસ્તાવેજો ૨૫મે વર્ષે જાહેર જનતા સમક્ષ ખૂલ્લાં મૂકાવાં જોઇએ, પરંતુ બ્રૂક્સ-ભગતના રિપોર્ટ પરથી દેશની એકેય સરકારે સિક્રેટનો પડદો ઊઠાવ્યો નહિ. સરકાર દ્વારા રિપોર્ટ હજી પણ ...