Posts

Showing posts from July, 2014

સામ બહાદુર માણેકશાની જન્‍મશતાબ્‍દિઃ ઉપેક્ષિત ફિલ્ડ-માર્શલની રાષ્‍ટ્રસેવાના પુનર્મુલ્‍યાંકનનો ન ચૂકવા જેવો અવસર

Image
ઓક્ટોબર, ૧૯૭૧નો મહિનો હતો. તારીખ કોને ખબર કઇ હતી, પણ ભારતીય ઉપખંડ માટે ઐતિહાસિક સાબિત થવાની હતી. વડા પ્રધાન ઇન્દિરા ગાંધીના બંધ ઓરડામાં એ દિવસે ફક્ત બે વ્યક્તિ હાજર હતા--ઇન્દિરા ગાંધી પોતે અને બીજા ભારતીય ખુશ્કીદળના વડા જનરલ સામ બહાદુર માણેકશા. વડા પ્રધાન ગાંધીએ નાનકડી ચબરખી પર કશુંક લખીને એ કાગળ જનરલ માણેકશાને વાંચવા માટે આપ્યો. ઊડતી નજરે જ લખાણ વાંચીને જનરલ તરત બોલી પડ્યા, ‘મારું લશ્કર આમ તો તૈયાર છે, પણ... ’ વડા પ્રધાને તરત પોતાના હોઠ પર આંગળી મૂકીને સંકેતમાં જણાવ્યું કે તેમના ઓરડામાં છૂપી વાતચીત સાંભળવા માટેનાં વીજાણું સાધનો કદાચ ગોઠવેલાં હોય, એટલે જનરલ માણેકશાએ કશું બોલવું નહિ. વડા પ્રધાન ગાંધીએ ફરી વખત ચબરખી દ્વારા જનરલ પાસે ચોક્કસ તારીખ માગી. જનરલે બીજી ચબરખી પર લખ્યું : ૪, ડિસેમ્બર. મૂંગા મોઢે કરાયેલી માત્ર ચબરખીની લેવડદેવડો દ્વારા એ જ સમયે બન્ને જણાએ પાકિસ્તાનનું ભાવિ નક્કી કરી નાખ્યું. બાંગલા દેશ કહેવાતા નવા રાષ્ટ્રનો જન્મ પણ તેમણે પાકો કરી નાખ્યો. મહિનાઓ બાદ ડિસેમ્બર ૪, ૧૯૭૧નું પરોઢ થાય તેના થોડા જ કલાકો પહેલાં ભારતનો નૌકાકાફલો પાકિસ્તાનના કરાંચી બંદરમાં ઘૂસી ગયો અ...