Posts

Showing posts from October, 2014

પ્રકાશના પર્વ ‌નિમિત્તે એક દીપક જ્ઞાનનો પણ પ્રગટાવો

Image
કચ્છના પાનન્ધ્રો ખાતે આવેલા થર્મલ પાવર સ્ટેશનમાં ફરજ બજાવતા ‘સફારી’ના નિયમિત વાચક (અને નિયમિત પત્રલેખક) અપૂર્વ ભટ્ટે હમણાં તેમની સાથે બનેલો એક સુખદ તેમજ સરપ્રાઇઝિંગ પ્રસંગ લાગણીભર્યા પત્રમાં લખી મોકલ્યો. વાચકોના પત્રો સામાન્ય રીતે પત્રવિભાગમાં પ્રસ્તુત કરવાના હોય પરંતુ અપૂર્વભાઇનો પત્ર અહીં ટાંકવાનું કારણ છે, જેની ચર્ચા સહેજ વાર પૂરતી મુલત્વી રાખી પહેલાં પત્ર વિશે વાત કરીએ. કચ્છના લખપત તાલુકામાં આવેલું પાનન્ધ્રો પાંખી વસ્તીવાળું ગામ છે. અહીં ગુજરાત સરકારના થર્મલ પાવર સ્ટેશનમાં અપૂર્વભાઇ ડેપ્યૂટી એન્જિનિઅર તરીકે ફરજ બજાવે છે. પાનન્ધ્રોની આસપાસનાં ગામોમાંથી કેટલાક લોકો મજૂરી અર્થે થર્મલ પ્લાન્ટમાં કામ કરવા આવે છે, જે પૈકી બિટીયારી ગામનો એક રહેવાસી અપૂર્વભાઇની ઓફિસમાં સાફસફાઇનું કામ સંભાળે છે. લગભગ ૬ મહિના પહેલાં એક દિવસ તે પોતાના ૯ વર્ષીય પુત્ર ઇબ્રાહીમને ઓફિસે લેતો આવ્યો. અપૂર્વભાઇના ડેસ્ક પર યોગાનુયોગે ત્યારે ‘સફારી’નો અંક પડ્યો હતો. અંક પર ચિત્તાનું મુખપૃષ્ઠ જોઇને ઇબ્રાહીમ આશ્ચર્યભાવે અંકનાં પાનાં ઉથલાવી દરેક ચિત્રોને માણવા લાગ્યો. આ દશ્ય જોઇ અપૂર્વભાઇએ તેની સાથે થોડી વાત કરી ત્...