પાકને ભારતનો ફાયરબ્રાન્ડ પરચો : તોપનો અને મિજાજનો !
‘અચ્છે દિન’ના આગમન વિશે લોકોમાં જે પણ વિચારભેદ હોય તે ખરો, પરંતુ કમ સે કમ સંરક્ષણના મામલે તાજેતરમાં જોવા મળેલા સકારાત્મક બદલાવને પ્રત્યેક ભારતવાસીએ બિરદાવવો રહ્યો. કદાચ પ્રથમવાર એવું બન્યું કે જ્યારે આપણા સીમાવર્તી વિસ્તાર પર વિના કારણે છાશવારે ગોલંદાજી કરતા પાકિસ્તાનને ભારતે તેના એ કાંકરીચાળા નો જવાબ તેને સમજાતી ભાષામાં આપ્યો. ડિફેન્સની બાબતમાં હંમેશાં ‘શાંતિપ્રેરિત’ વિવશતા પ્રદર્શિત કરનાર વર્ષો પહેલાંના ભારતનું ચિત્ર તથા આજનું જુસ્સાપ્રેરિત પ્રતિકારનું ચિત્ર એ બન્ને વચ્ચેનો નાટ્યાત્મક વિરોધાભાસ નજર સામે આવ્યો. વિરોધાભાસના સામસામા દોન ધ્રુવ જોઇએ. વર્ષો પહેલાં ઓક્ટોબર, ૧૯૬૨માં લદ્દાખ તથા નેફા (અરુણાચલ) સરહદે ચીને આક્રમણ કર્યું એ વખતે મોરારજી દેસાઇ આપણા નાણાં મંત્રી હતા. સંરક્ષણ તેમનો વિષય નહોતો, પણ વિચારશક્તિ અને સમજશક્તિ અવશ્ય હતી. શસ્ત્રસજ્જ ચીનાઓ ભારતીય લશ્કરને કારમા ફટકા મારવા લાગ્યું ત્યારે મોરારજીભાઇએ દુશ્મનો પર મોટા પાયે હવાઇ અટેક કરવાની સલાહ આપી. અસરદાર રણનીતિ તરીકે સલાહ તાત્કાલિક અમલમાં મૂકવા જેવી હતી. ભારતીય વાયુસેના પાસે કેનબેરા, વામ્પાયર, હંટર, ઓરેગાન (તૂફાની) ...