પાકને ભારતનો ફાયરબ્રાન્ડ પરચો : તોપનો અને મિજાજનો !
‘અચ્છે દિન’ના આગમન વિશે લોકોમાં જે
પણ વિચારભેદ હોય તે ખરો, પરંતુ કમ સે કમ સંરક્ષણના મામલે તાજેતરમાં જોવા મળેલા સકારાત્મક
બદલાવને પ્રત્યેક ભારતવાસીએ બિરદાવવો રહ્યો. કદાચ પ્રથમવાર એવું બન્યું કે જ્યારે આપણા
સીમાવર્તી વિસ્તાર પર વિના કારણે છાશવારે ગોલંદાજી કરતા પાકિસ્તાનને ભારતે તેના એ કાંકરીચાળા
વિરોધાભાસના સામસામા દોન ધ્રુવ જોઇએ. વર્ષો પહેલાં ઓક્ટોબર,
૧૯૬૨માં લદ્દાખ તથા નેફા (અરુણાચલ) સરહદે ચીને આક્રમણ કર્યું એ વખતે મોરારજી દેસાઇ
આપણા નાણાં મંત્રી હતા. સંરક્ષણ તેમનો વિષય નહોતો, પણ વિચારશક્તિ અને સમજશક્તિ અવશ્ય
હતી. શસ્ત્રસજ્જ ચીનાઓ ભારતીય લશ્કરને કારમા ફટકા મારવા લાગ્યું ત્યારે મોરારજીભાઇએ
દુશ્મનો પર મોટા પાયે હવાઇ અટેક કરવાની સલાહ આપી.
અસરદાર રણનીતિ તરીકે સલાહ તાત્કાલિક અમલમાં મૂકવા જેવી હતી.
ભારતીય વાયુસેના પાસે કેનબેરા, વામ્પાયર, હંટર, ઓરેગાન (તૂફાની) અને મિસ્ટિઅર એમ પાંચ
પ્રકારના ડઝનબંધ જેટ ફાઇટર તથા બોમ્બર હતા. આની સામે ચીન પાસે લડાયક પ્લેન તો ઘણાં
હતાં, પરંતુ યુદ્ધરેખાની પાછળ તેમના માટે તિબેટમાં એકેય નજદીકી એરબેઝ ન હતું. પરિણામે
તેના સૈન્યને ‘આકાશી છત્ર’ મળી શકે તેમ ન હતું અને ભારતીય ફાઇટર-બોમ્બરના હવાબાજો બિનધાસ્ત
રીતે બોમ્બ વરસાવી હુમલાખોરોનો ખુરદો કાઢી શકે તેમ હતા.
મોરારજીભાઇની સલાહ પંડિત નેહરુને ગળે ન ઉતરી, જેનું કારણ (તેમના
મતે) એ કે આવું કરવા જતાં તો યુદ્ધ ઓર વ્યાપક સ્વરૂપ પકડે અને શાંતિસુલેહ માટે ગુંજાશ
રહે નહિ. ભારતના કેટલાક પાયલટો માર્યા જાય એવી દહેશત પણ તેમણે રજૂ કરી ત્યારે મોરારજીભાઇએ
સામો પ્રશ્ન કર્યો કે ફાઇટર પાયલટોનું કામ શું ભરઆકાશે લડાયક પ્લેનની કોકપિટમાં બેસીને
નહિ, પણ ઘરમાં બિછાના પર સૂતા સૂતા મોત સામે ઝઝૂમવાનું છે ?
શાંતિનાં જ દિવાસ્વપ્નોમાં મહાલતા પંડિત નેહરુ જો કે માન્યા
નહિ. પરિણામ એ આવ્યું કે ભારતે air attack ન કર્યાના કારણે આપણા પ્રદેશમાં ચીની લશ્કરની વિજયકૂચ બેરોકટોક ચાલુ રહી અને
બીજી તરફ air support ન મળ્યાના કારણે
સખત ખુવારી વેઠી પીછેહઠ કરતું ભારતીય સૈન્ય બહુ ખરાબ રીતે હાર્યું. આપણા ૩,૦૭૮ જવાનો
માર્યા ગયા અને ૩૭,૧૧૪ ચોરસ કિલોમીટર જેટલો પ્રદેશ આપણે હંમેશ માટે ગુમાવી દીધો. એકાદ
નહિ, પણ ઘણા યુદ્ધનિષ્ણાતોનું મંતવ્ય છે કે મોટા પાયે એકધારા હવાઇ બોમ્બમારા વડે દુશ્મનોને
પાછા સરહદ પર ખદેડી મૂકવાનું અશક્ય ન હતું. નામોશીભરી હાર વેઠવાની નોબત કદાચ આવત નહિ.
વાસ્તવમાં હારને બદલે સાચે જ હાર-તોરા થયા હોત કે કેમ તે કોણ જાણે, પરંતુ ૧૯૬૨ના યુદ્ધનો
બોધપાઠ આટલો ઃ દેશના માત્ર સૈનિકો જ ખુમારીવાળા સરફરોશ હોય એ પૂરતું નથી. દેશનો સૂત્રધાર
નેતા પણ ભીરુને બદલે ભડવીરના મિજાજનો હોવો જોઇએ.
કદાચ પહેલી વખત આવો તાલમેળ ગયે મહિને જોવા
મળ્યો. ભારત-પાક Line of Control/ LOC /અંકુશરેખા ૭૪૦ કિલોમીટર લાંબી છે. તદુપરાંત
બન્ને વચ્ચે International Border/ IB/ આંતરરાષ્ટ્રીય
સરહદ ૧૯૨ કિલોમીટર જેટલી છે. અંકુશરેખાની પહેરેદારી ભારતીય ખુશ્કીદળના જવાનો કરે છે,
જ્યારે સરહદ પર સીમાસુરક્ષા દળના જવાનો ડ્યૂટી બજાવે છે. પાકિસ્તાન અવારનવાર ફાયરિંગનો
અટકચાળો કરે છે. ભારત સામા ફાયરિંગ વડે તેનો પ્રત્યુત્તર આપે છે અને પછી શાંતિ બહાલ
કરવા માટે બેય દેશના કમાન્ડરો ફ્લેગ મીટિંગ યોજે છે.
શાંતિનો માહોલ લાંબો સમય ટકતો નથી. પાકિસ્તાન
વળી જાત પર જાય છે. ખાસ કરીને એવે વખતે કે જ્યારે ભારતીય જવાનોનું ધ્યાન ગોળીબારોના
કાર્ય તરફ વાળી સશસ્ત્ર આતંકખોરોને ભારતમાં ગુપચુપ ઘૂસાડવાના હોય છે. રાજકીય સ્તરે
બે દેશો વચ્ચેના સંબધો જરા તરા સુધરે ત્યારે અને જમ્મુ-કાશ્મીરમાં ચૂંટણી યોજાવાની
હોય ત્યારે પણ ઇસ્લામાબાદની સરકાર પર આપખુદ સત્તા ભોગવતું પાક લશ્કર ગોળીબારો કે તોપમારો
કરી વાતાવરણમાં પાછી તંગદિલી ફેલાવી દે છે. ભૂતકાળમાં હંમેશાં બન્યું એવું કે દિલ્લી
સરકારની નીતિ મુજબ ‘શાંતિના હિત’માં જાણે નમતું જોખવાનું હોય તેમ ભારતીય કમાન્ડર ફ્લેગ
મિટિંગ યોજવા માટે પાક કમાન્ડરને કહેણ મોકલે અને ગરજાઉ ભારત પર અહેસાન કરવા પાક કમાન્ડર
તે વિનંતી સ્વીકારી લે. આ વર્ષે જુલાઇ-ઓગસ્ટમાં ૪૨ દિવસો એવા વીત્યા કે જે દરમ્યાન
કુલ ૧૮ વખત ફ્લેગ મિટિંગ યોજવાનું જરૂરી બન્યું. દિલ્લીમાં નવી ચૂંટાયેલી કેંદ્ર સરકાર
અમુક તાકીદનાં કાર્યોમાં વ્યસ્ત રહી, એટલે સીમા સુરક્ષા દળે તેમજ ખુશ્કીદળે અગાઉની
સરકાર દ્વારા વારસામાં મળેલી (ગરજાઉપણાની) નીતિ ચાલુ રાખી.
નીતિમાં બદલાવ થોડા વખત પહેલાં આવ્યો. સીમા
સુરક્ષા દળના જવાનો આંતરરાષ્ટ્રીય સરહદ પાસે આપણા પ્રદેશમાં આંબાનાં છોડવાંની રોપણી
કરી રહ્યા હતા. પાકિસ્તાન રેન્જર્સના સૈનિકો વગર કારણે તેમના પર ફાયરિંગ કરવા લાગ્યા
એટલું જ નહિ, પણ સરહદી નિરીક્ષણ ટાવર પરના જવાનને વીંધી નાખ્યો. જવાનનો દેહ નીચે આવી
પડ્યો. પાકિસ્તાનના ગોળીબારો ત્યાર બાદ પ્રતિદિન વધતા ગયા અને પછી તોપમારો પણ થવા લાગ્યો.
શાંતિ બહાલ કરવા માટે વળી પાછી ફ્લેગ મિટિંગ યોજવાનું જરૂરી બન્યું. હંમેશની જેમ ભારતે
મિટિંગનો પ્રસ્તાવ રજૂ કરવાનો હતો.
પરિસ્થિતિનો અહેવાલ જો કે દિલ્લી પહોંચ્યો
ત્યારે વડા પ્રધાને સૂચના પાઠવી કે ફ્લેગ મિટિંગ યોજવી નહિ. શસ્ત્રોનો પ્રત્યુત્તર
શસ્ત્રો વડે આપવો તે બીજી સૂચના હતી. દુશ્મનો પ્રત્યેના આવા દઢતાપૂર્ણ નવા અભિગમે ભારતીય
જવાનો ને એકદમ જોશમાં લાવી દીધા. સીમા સુરક્ષા દળના ઇન્સ્પેક્ટર-જનરલ રાકેશ શર્માનોે
પ્રતિભાવઃ ‘પાકિસ્તાનીઓ કદાચ એવી ધારણામાં રહ્યા કે અમે હંમેશ મુજબ તેમને શાંતિસુલેહ
માટે અરજ કરીશું, પણ અમને (દિલ્લી સરકાર દ્વારા) મળેલી સૂચના એકદમ સ્પષ્ટ હતી. અમે
જોરદાર પ્રહારો કર્યાં. હવે પછી હુમલાનો જવાબ હુમલા વડે જ મળવાનો એ વાતનું જરૂર તેમને
ભાન થયું હોવું જોઇએ.’
દિલ્લીથી વડા પ્રધાને
સીમા સુરક્ષા દળના ડાયરેક્ટર-જનરલ દેવેન્દ્રકુમાર પાઠકને તો પરબારો ફોન કરી પાકિસ્તાનીઓને
બોધપાઠ ભણાવવા છૂટો દોર આપ્યો. જમ્મુ-કાશ્મીર પહેલાં આસામ સીમાડે પણ ફરજ બજાવી ચુકેલા
પાઠકને (ફેબ્રુઆરી, ૨૦૧૬માં પૂરી થનાર) પોતાની વર્ષો લાંબી કારકિર્દી દરમ્યાન દેશ માટે
રક્ષાત્મક પગલાં લવાતી આવી સત્તાકીય મોકળાશ ક્યારેય મળી ન હતી. બોંતેર કલાક સુધી લગભગ
ઉજાગરા વેઠી તેમણે જવાનોને ઉત્સાહ ચડાવ્યો અને જવાનોએ સખત મારો ચલાવી પાક લશ્કરના ઉપાડાને
શમાવી દીધો. એક ભારતીય અફસરે કેટલાક સમય બાદ સંવાદદાતાને કહ્યુંઃ ‘આશા રાખું છું કે
ફ્લેગ મિટિંગ ન યોજવાની અને આતંકખોરોને ભારતમાં ગુપચુપ ઘૂસાડવાના હોય. રાજકીય સ્તરે
બે દેશો વચ્ચેના સંબધો જરા તરા સુધરે ત્યારે અને જમ્મુ-કાશ્મીરમાં ચૂંટણી યોજાવાની
હોય ત્યારે પણ ઇસ્લામાબાદની સરકાર પર આપખુદ સત્તા ભોગવતું પાક લશ્કર ગોળીબારો કે તોપમારો
કરી વાતાવરણમાં પાછી તંગદિલી ફેલાવી દે છે. ભૂતકાળમાં હંમેશાં બન્યું એવું કે દિલ્લી
સરકારની નીતિ મુજબ ‘શાંતિના હિત’માં જાણે નમતું જોખવાનું હોય તેમ ભારતીય કમાન્ડર ફ્લેગ
મીટિંગ યોજવા માટે પાક કમાન્ડરને કહેણ મોકલે અને ગરજાઉ ભારત પર અહેસાન કરવા પાક કમાન્ડર
તે વિનંતી સ્વીકારી લે. આ વર્ષે જુલાઇ-ઓગસ્ટમાં ૪૨ દિવસો એવા વીત્યા કે જે દરમ્યાન
કુલ ૧૮ વખત ફ્લેગ મીટિંગ યોજવાનું જરૂરી બન્યું. દિલ્લીમાં નવી ચૂંટાયેલી કેંદ્ર સરકાર
અમુક તાકીદનાં કાર્યોમાં વ્યસ્ત રહી, એટલે સીમાસુરક્ષા દળે તેમજ ખુશ્કીદળે અગાઉની સરકાર
દ્વારા વારસામાં મળેલી (ગરજાઉપણાની) નીતિ ચાલુ રાખી.
નીતિમાં
બદલાવ થોડા વખત પહેલાં આવ્યો. સીમાસુરક્ષા દળના જવાનો આંતરરાષ્ટ્રીય સરહદ પાસે આપણા
પ્રદેશમાં આંબાનાં છોડવાંની રોપણી કરી રહ્યા હતા. પાકિસ્તાન રેન્જર્સના સૈનિકો વગર
કારણે તેમના પર ફાયરિંગ કરવા લાગ્યા એટલું જ નહિ, પણ સરહદી નિરીક્ષણ ટાવર પરના જવાનને
વીંધી નાખ્યો. જવાનનો દેહ નીચે આવી પડ્યો. પાકિસ્તાનના ગોળીબારો ત્યાર બાદ પ્રતિદિન
વધતા ગયા અને પછી તોપમારો પણ થવા લાગ્યો. શાંતિ બહાલ કરવા માટે વળી પાછી ફ્લેગ મીટિંગ
યોજવાનું જરૂરી બન્યું. હંમેશની જેમ ભારતે મીટિંગનો પ્રસ્તાવ રજૂ કરવાનો હતો.
પરિસ્થિતિનો
અહેવાલ જો કે દિલ્લી પહોંચ્યો ત્યારે વડા પ્રધાને સૂચના પાઠવી કે ફ્લેગ મીટિંગ યોજવી
નહિ. શસ્ત્રોનો પ્રત્યુત્તર શસ્ત્રો વડે આપવો તે બીજી સૂચના હતી. દુશ્મનો પ્રત્યેના
આવા દઢતાપૂર્ણ નવા અભિગમે ભારતીય જવાનોને એકદમ જોશમાં લાવી દીધા. સીમાસુરક્ષા દળના
ઇન્સ્પેક્ટર-જનરલ રાકેશ શર્માનો પ્રતિભાવ ઃ ‘પાકિસ્તાનીઓ કદાચ એવી ધારણામાં રહ્યા કે
અમે હંમેશ મુજબ તેમને શાંતિસુલેહ માટે અરજ કરીશું, પણ અમને (દિલ્લી સરકાર દ્વારા) મળેલી
સૂચના એકદમ સ્પષ્ટ હતી. અમે જોરદાર પ્રહારો કર્યાં. હવે પછી હુમલાનો જવાબ હુમલા વડે
જ મળવાનો એ વાતનું જરૂર તેમને ભાન થયું હોવું જોઇએ.’
દિલ્લીથી
વડા પ્રધાને સીમાસુરક્ષા દળના ડાયરેક્ટર-જનરલ દેવેન્દ્રકુમાર પાઠકને તો પરબારો ફોન
કરી પાકિસ્તાનીઓને બોધપાઠ ભણાવવા છૂટો દોર આપ્યો. જમ્મુ-કાશ્મીર પહેલાં આસામ સીમાડે
પણ ફરજ બજાવી ચુકેલા પાઠકને (ફેબ્રુઆરી, ૨૦૧૬માં પૂરી થનાર) પોતાની વર્ષો લાંબી કારકિર્દી
દરમ્યાન દેશ માટે રક્ષાત્મક પગલાં લેવાની આવી સત્તાકીય મોકળાશ ક્યારેય મળી ન હતી. બોંતેર
કલાક સુધી લગભગ ઉજાગરા વેઠી તેમણે જવાનોને ઉત્સાહ ચડાવ્યો અને જવાનોએ સખત તોપમારો ચલાવી
પાક લશ્કરના ઉપાડાને શમાવી દીધો. એક ભારતીય અફસરે કેટલાક સમય બાદ સંવાદદાતાને કહ્યું
ઃ ‘આશા રાખું છું કે ફ્લેગ મીટિંગ ન યોજવાની અને ફાયરિંગનો જવાબ ફાયરિંગ વડે આપવાની
નીતિ ચાલુ રહેશે.’
આ તમામ
વર્ણનને ભૂલથીયે રાજકારણની દષ્ટિએ જોવાનું નથી. બલકે ભારતના ડિફેન્સ ક્ષેત્રે military
doctrine/ લશ્કરી નીતિ અને strategic doctrine/ વ્યૂહાત્મક નીતિના સંદર્ભે જોવા જેવું છે. ૧૯૭૧ના બાંગલા દેશ અંગેના યુદ્ધને
તથા ૧૯૯૯ના કારગિલ યુદ્ધને બે સુખદ અપવાદો તરીકે બાદ કરો તો ભારતની સ્થિતિ બોક્સિંગની
રમતના ખેલાડીઓ પ્રેક્ટિસ માટે જેને મુક્કા લગાવે
તે લટકતી punching bag જેવી રહી છે. આ બેગ પોતે સામો મુક્કો લગાવી શકતી
નથી, એટલે બોક્સરો ફાવે એમ તેને ઠોંસા મારે છે. શાંતિભક્ત અને શિયાવિયા ભારતે વર્ષો
સુધી આવી શર્મનાક સ્થિતિ વેઠી, પણ આજે તેમાં બદલાવનો કમ સે કમ આરંભ થતો દેખાય છે. જોઇએ,
પરિવર્તનનો દોર કેવોક આગળ ચાલે છે.
This is the first time India has shown its real strength................ At times it becomes Action is required to prove our existence and to show our enemies that out tolerance level is finished........... Jai Hind
ReplyDeleteProud of Indian Army
ReplyDeletedoda doda ke maaro saalo ko
ReplyDeleteThanks to people of india who elected Modiji....
ReplyDeletebhai rajkaran to safari chella ghana samy thi kari j rahyu che.bhai bo thayu have to modi bhakti chodo,election pati gayu che!!!!!
ReplyDeleteAgreed. મોદી.. મોદી.. મોદી.. જ્યાં જુઓ ત્યાં બસ મોદી..!!
DeleteThe only thing which we should learn from him that 'Whatever we think is wrong is due to us who don't do anything to change it. If we wish to see it being changed then it us only who will need to get involved in it.'
Someone has said very precisely, "अकेला मोदी कितना करेगा?"
In this case it is our heroes at our nation's boundaries who did it and get us feeling of proud and feel good about being Indians.
I proud of Indian Army. UPA ni namali sarkar ne Karne Aapna Javano na Hath bandhayela hata. Have Pakistan ne Dimag (jo hoy to) thekane aavse.
ReplyDeleteAdditionally, War of 1971 and 1999 should not be considered as exceptions..
ReplyDeleteEvery nations first need is to keep its boundaries secured. That can only be done by its soldiers. It is our government only who is every time neglecting the needs (even the basic one like ammunition) of all three wings of our army.just for the sake of our dirty politicians' dirty politics. Due to their inhumane politics our heroes at Himalayan boundary are suffering miserably. Ask 'Modi ji' to bring the change there. Politicians are always just stay busy filling up their pockets disgustedly. None is exception.