Posts

Showing posts from April, 2015

Comfort Zone : સાહસ અને સર્જનાત્મકતા જેમાં નજરકેદ છે

Image
અબુ ધાબી શહેરથી જગતના રાઉન્ડ-ધ-વર્લ્ડ પ્રવાસ માટે નીકળેલું SolarImpulse નામનું વિમાન ગયે મહિને અમદાવાદ ‘પગથોભ’ માટે ઊતર્યું ત્યારે તેને નજીકથી જોવાનો તેમજ તેના પાયલટો સાથે વાર્તાલાપ કરવાનો લહાવો ‘સફારી’ની ટીમને મળ્યો. પરંપરાગત વિમાન કરતાં SolarImpulse વિશેષ હતું, કેમ કે કોઇ પણ પ્રકારના બળતણ વિના તે માત્ર સૌરશક્તિથી ઊડતું હતું. ‘સફારી’ના મતે જો કે વિમાનની તે એકમાત્ર વિશેષતા ન હતી. આ સૌરપ્લેનને અસાધારણ બનાવતું બીજું પણ કારણ હતું : પ્લેનનો દોરીસંચાર બર્ટનાર્ડ પિકાર્ડ નામના સાહસિક પાયલટે સંભાળ્યો હતો, જે પોતે વળી સાધારણ વ્યક્તિ નથી. બાપ તેવા બેટા એ કહેવતને પિકાર્ડ પરિવાર માટે જરા લંબાવીને એમ કહેવી પડે કે બાપ તેવા બેટા અને તેવા જ બેટાના પણ બેટા ! પહેલી વખત પૃથ્વીના ઉર્ધ્વમંડળનો (૨૩,૦૦૦ મીટર / ૭૫,૪૫૯ ફીટ ઊંચેનો) પ્રવાસ બર્ટનાર્ડના દાદા ઓગસ્ટ પિકાર્ડે ૧૯૩૨ની સાલમાં ખેડીને રેકોર્ડ સ્થાપ્યો હતો. વર્ષો પછી જાન્યુઆરી, ૧૯૬૦માં ઓગસ્ટ પિકાર્ડનો પરાક્રમી પુત્ર જાકી પિકાર્ડ (તેના પિતાએ તૈયાર કરેલા) બેથિસ્કાફ કહેવાતા સબમર્સાઇલ વાહનમાં જગતના સૌથી ઊંડા (૧૦,૯૧૧ મીટર / ૩૫,૪૯૭ ફીટ) સમુદ્રી તળિયે પહોંચ્યો...