પાક અણુમથકના સેબોટાજનો ભારતીય પ્લાન, જે પોતે સેબોટાજ થયો
આ વખતે બાવીસ પાનામાં લંબાતી ‘એક વખત એવું બન્યું...’ વિભાગની સત્યકથામાં એ ચોંકાવનારી ઘટનાનું વર્ણન છે કે જેની આપણે ત્યાં મીડિઆ દ્વારા લગભગ કશી જ નોંધ લેવામાં આવી નથી. સ્વાભાવિક છે. ઘટના દેશના સંરક્ષણને લગતી છે. ફિલ્મસ્ટારોને, ક્રિકેટરોને, ગુનાખોરી કે લવારાબાજ પોલિટિશિઅનોને લગતી નહિ. પાકિસ્તાન સામે ભારતે ૮,૦૦,૦૦૦ જવાનોની તાદાદનું અને ‘પૃથ્વી’ મિસાઇલ્સ સહિતનાં લાખો શસ્ત્રોનું ‘ઓપરેશન પરાક્રમ’ કેમ હાથ ધરવું પડ્યું અને બેય દેશો કેમ અણુયુદ્ધ ખેલવાના આરે આવી ગયા તેના ખુલાસા માટે જો કે રાજકર્તાઓને ચિત્રમાં લાવવા પડે તેમ છે. ચિત્રમાં પણ નહિ, આરોપીના પાંજરામાં લાવીને ખડા કરવા પડે તેમ છે. ડિફેન્સની બાબતોનો કક્કો સુદ્ધાં ન જાણતા એ શાસકોએ ભારતની સુરક્ષા કિલ્લેબંધીને કોનિ્ક્રટને બદલે કાર્ડબોર્ડની બનાવી દીધી છે. ડિસેમ્બર ૧૩, ૨૦૦૧ના રોજ વડા પ્રધાન વાજપેયીએ જંગી પાયાનું ‘ઓપરેશન પરાક્રમ’ નછૂટકે હાથ ધરવું પડ્યું અને તેમાં સખત મુશ્કેલીઓ વેઠવી પડી એ તેમના પુરોગામી શાસકોની સંરક્ષણ વિશેની નિરક્ષરતાનું અને નાસમજીનું સીધું પરિણામ હતું. એક વાર ફીલ્ડ-માર્શલ સામ માણેકશાએ કહેલું કે, ‘આપણા રાજકારણીઓ ગન અન...