સિઅાચેન હિમપહાડોના પ્રહરીઅોની મુલાકાતે 'સફારી'
નોંધ : નવેમ્બર ૧૧, ૨૦૧૫, દિવાળીના દિવસે ‘સફારી’ની પ્રવાસી ટીમે લદ્દાખના સિઆચેન ક્ષેત્રની મુલાકાત લીધી. અા સ્ટડી-ટુરનું વિસ્તૃત વર્ણન ‘સફારી’ના ડિસેમ્બર, ૨૦૧પના અંકમાં ' પરિવારથી દૂર બર્ફીલા પર્વતોમાં કેવી વીતી સિઆચેનના જવાનોની દીવા વગરની દીવાળી ?' શીર્ષક હેઠળ રજૂ કર્યું છે. અહીં તે લેખની પૂર્વભૂમિકારૂપે સિઅાચેન ક્ષ્ાેત્રનો ટૂંકપરિચય અાપ્યો છે. ૧૯૪૭-૪૮માં પાકિસ્તાને આપણા કાશ્મીર પર ઓચિંતો હુમલો કરીને આશરે ૭૮,૧૧૪ ચોરસ કિલોમીટર પ્રદેશ પોતાની છાબડીમાં ખેરવી લીધો હતો. પાકિસ્તાનની મુરાદ તો આખું કાશ્મીર હડપ કરી લેવાની હતી, પરંતુ આપણા જવાનોએ જોરદાર લડત આપી હુમલાને આગળ વધતો રોકી પાડ્યો. પાકિસ્તાન આખું કાશ્મીર તો જીતી શક્યું નહિ, છતાં કાશ્મીરનો ૭૮,૧૧૪ ચોરસ કિલોમીટર પ્રદેશ તેના કબજામાં જ રહ્યો. દુશ્મનના હાથમાં આવડો મોટો ભૌગોલિક પ્રદેશ જતો રહે તે નુકસાન જેવું તેવું ન ગણાય. કોઇ પણ ભોગે તેને પાછો મેળવી લેવો જોઇએ. ભારતની તત્કાલીન સરકારે એમ ન કર્યું. ઊલટું, શાંતિનો સફેદ વાવટો ફરકાવ્યો અને લોહી રેડાતું બંધ થાય એટલા ખાતર જાન્યુઆરી ૧, ૧૯૪૯ના રોજ યુદ્ધવિરામ સ્વ...