સિઅાચેન હિમપહાડોના પ્રહરીઅોની મુલાકાતે 'સફારી'
નોંધ : નવેમ્બર ૧૧, ૨૦૧૫, દિવાળીના દિવસે ‘સફારી’ની પ્રવાસી ટીમે લદ્દાખના સિઆચેન ક્ષેત્રની મુલાકાત લીધી. અા સ્ટડી-ટુરનું વિસ્તૃત વર્ણન ‘સફારી’ના ડિસેમ્બર, ૨૦૧પના અંકમાં 'પરિવારથી દૂર બર્ફીલા પર્વતોમાં કેવી વીતી સિઆચેનના જવાનોની દીવા વગરની દીવાળી ?' શીર્ષક હેઠળ રજૂ કર્યું છે. અહીં તે લેખની પૂર્વભૂમિકારૂપે સિઅાચેન ક્ષ્ાેત્રનો ટૂંકપરિચય અાપ્યો છે.
૧૯૪૭-૪૮માં પાકિસ્તાને આપણા કાશ્મીર પર ઓચિંતો હુમલો કરીને આશરે ૭૮,૧૧૪ ચોરસ કિલોમીટર પ્રદેશ પોતાની છાબડીમાં ખેરવી લીધો હતો. પાકિસ્તાનની મુરાદ તો આખું કાશ્મીર હડપ કરી લેવાની હતી, પરંતુ આપણા જવાનોએ જોરદાર લડત આપી હુમલાને આગળ વધતો રોકી પાડ્યો. પાકિસ્તાન આખું કાશ્મીર તો જીતી શક્યું નહિ, છતાં કાશ્મીરનો ૭૮,૧૧૪ ચોરસ કિલોમીટર પ્રદેશ તેના કબજામાં જ રહ્યો. દુશ્મનના હાથમાં આવડો મોટો ભૌગોલિક પ્રદેશ જતો રહે તે નુકસાન જેવું તેવું ન ગણાય. કોઇ પણ ભોગે તેને પાછો મેળવી લેવો જોઇએ. ભારતની તત્કાલીન સરકારે એમ ન કર્યું. ઊલટું, શાંતિનો સફેદ વાવટો ફરકાવ્યો અને લોહી રેડાતું બંધ થાય એટલા ખાતર જાન્યુઆરી ૧, ૧૯૪૯ના રોજ યુદ્ધવિરામ સ્વીકારી લીધો. દુશ્મનના કબજા હેઠળનો કાશ્મીર પ્રદેશ પાછો મળવાનો એ પછી સવાલ ન રહ્યો. આ ભયંકર ભૂલ આચર્યા પછી વધુ એક અક્ષમ્ય ભૂલ તત્કાલીન સરકારે કરી નાખી : યુદ્ધવિરામની કાયમી રેખા આંકવા માટે તેણે પોતાના લશ્કરી અમલદારોને પાકિસ્તાન મોકલ્યા. નકશા પર નવું સીમાંકન કરવાનો સ્પષ્ટ મતલબ એ નીકળે કે ભારતના કે પાકિસ્તાનના લશ્કરે તે સીમા પાર કરવાની નહિ. ભવિષ્યમાં ત્યાં યુદ્ધ ખેલવાનું નહિ--અને માટે ભારતે કાશ્મીરનો (૭૮,૧૧૪ ચોરસ કિલોમીટરનો) જે પ્રદેશ ગુમાવ્યો એ પણ હંમેશ માટે તેણે ભૂલી જવાનો. કેટલી હદની મૂર્ખામી !

શિખરો ઊંચા ને માર્ગ આકરા:
સિઆચેનના ચોકિયાત જવાનો માટે વધુ એક અડચણ વિષમ હવામાનની પણ ખરી !
|
ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધવિરામ રેખા આંકવાના અત્યંત કુથ્થા કાર્યમાં ઘણો
સમય નીકળી ગયો. બેઉ દેશો વતી નિમવામાં આવેલા લશ્કરી અમલદારો દર થોડા અંતરે સીમાચિહ્ન
તરીકે પિરામિડ આકારના પથ્થરો મૂકતા ગયા અને તેમને ક્રમવાર નંબરો પણ આપતા ગયા. જમ્મુની
પશ્ચિમે નીકળતી એ રેખા ઉત્તર-પૂર્વમાં ૭૯૦ કિલોમીટર સુધી કાશ્મીરના નકશા પર દોરાયા
બાદ NJ9842 નંબરના ત્રિકોણિયા સીમાચિહ્ન
પાસે કામ અટકી ગયું. અહીંથી આગળ વધવાના ભૌગોલિક સંજોગો ન હતા, કેમ કે ઉત્તર તરફ સાલ્ટોરો
રેન્જ કહેવાતી ગગનચુંબી પર્વતમાળાનો આરંભ થતો હતો. આ પ્રદેશનું કોલ્ડ સ્ટોરેજ જેવું
વાતાવરણ એટલું વિષમ હતું કે માણસનો વસવાટ ત્યાં કદાપી શક્ય ન બને. સાલ્ટોરોની પૂર્વે
આવેલી સિઆચેન હિમનદી પણ હંમેશાં ભેંકાર રહેતી હતી. (લદ્દાખના ઉત્તરી પ્રદેશોમાં બોલાતી
બાલ્ટિ ભાષા મુજબ સિઆ = ગુલાબ અને ચેન = સ્થળ. આમ, ગુલાબથી આચ્છાદિત પ્રદેશ એટલે સિઆચેન.)
લંબાઇમાં સિઆચેન હિમનદી ૭૬.૪ કિલોમીટરની અને પહોળાઇ મહત્તમ ૧૦ કિલોમીટર, એટલે બન્ને
ધ્રુવપ્રદેશો સિવાયના જગતમાં સૌથી મોટો હિમપ્રદેશ કશે હોય તો તે સિઆચેનનો. સાલ્ટોરો
પર્વતમાળા તેમજ સિઆચેન હિમનદીના દુર્ગમ પ્રદેશમાં યુદ્ધવિરામ રેખા આંકવાનું ભારતે અને
પાકિસ્તાને માંડી વાળ્યું. બેય દેશો વચ્ચેની આપસી સમજૂતીના દસ્તાવેજ પર માત્ર એટલું
લખ્યું કે NJ9842 સુધીનું માર્કિંગ થયા પછી બાકીની
રેખા ઉત્તરે સિઆચેન હિમનદી તરફ આગળ જાય છે એવું સમજી લેવામાં આવે છેે.
સિઅાચેન બેઝ કેમ્પના જવાનો સાથે અા લખનાર (છેક જમણે) |
yesterday I read full topic of siachin visit in safari magazine. it was really heart touching and i glad to know another great real story of army. i appreciate that u celebrate Diwali with them behalf of safari viewer. hats off to you sir
ReplyDeleteWhen i see someone reading safari (other then me) i really proud ... i don't know wether safari is commercial or noncommercial org. But i love it like every reader
ReplyDeleteWhen i see someone reading safari (other then me) i really proud ... i don't know wether safari is commercial or noncommercial org. But i love it like every reader
ReplyDeleteI read your full article in Safari magazine today. It was heart felt and one can't read the article without a tear in the eyes. Team Safari brings real inspirational and patriotism to the readers. I salute brave Indian army the real heroes, and team Safari. Thank you so much.
ReplyDeleteNahru & Ghandhi ki gandi soch ka parinaam aaj pura desh bhugat raha hey....Pakistan na hota or na Terrorism hota ..na Defance ministry ka itna jyada buget rehta BHARAT ka..
ReplyDelete