ઘરબેઠા વીજળી કાંતી દેતો ચરખો Free Electric : પીછેહઠ વડે પ્રગતિની અાગેકૂચ !
આજથી ચારેક લાખ વર્ષ પહેલાં ગુફાવાસી આદિમાનવે પાણા ઘસીને અગ્નિ પ્રગટાવ્યો ત્યારે માનવજાતના હસ્તે પહેલવહેલી ‘વૈજ્ઞાનિક’ શોધ થઇ હતી. અગ્નિનો આવિષ્કાર ઊર્જાનો પહેલો સ્રોત હતો, જેનું મહત્ત્વ અબુધ આદિમાનવને સમજાયું નહોતું. ચકમકનો તણખો મૂળ તો તેની જરૂરિયાતના તેમજ જિજ્ઞાસાના સમન્વયને લીધે ઝર્યો હતો. બાકી તો ઊર્જાના બહોળા વપરાશને આદિમાનવના સીધાસાદા ગુફાજીવનમાં સ્થાન ન હતું. લાખો વર્ષ સુધી તેણે પોતાની શારીરિક ઊર્જા વડે જે તે કાર્યો પાર પાડ્યાં. આખરે અઢારમી સદીમાં ઔદ્યોગિક યુગ ખીલ્યો ત્યારે વરાળની શક્તિ વડે માનવજાતે પહેલી જ વાર ઉદ્યોગોનાં ચક્રો ફરતાં કર્યાં અને ૧૫૦ વર્ષ સુધી તેમને ગતિમાન રાખ્યાં. વીજળીના અને પેટ્રોલિયમના આગમન સાથે વૈજ્ઞાનિક પ્રપ્રગતિના ભાગરૂપે માનવજાત મિકેનિકલ યુગને તજી ઇલેક્ટ્રોનિક્સના આધુનિક યુગમાં પ્રપ્રવેશી, જ્યાં તેણે અભૂતપૂર્વ હરણફાળ ભરી. ફાળ ભરવાનું હજી પણ ચાલુ છે, છતાં ઊર્જાની કટોકટી વચ્ચે ટેમ્પો તૂટી રહ્યો છે. આથી જગતના સૌ ઊર્જાનિષ્ણાતોના મનમાં આજકાલ એક સાહજિક પ્રપ્રશ્ન ઊઠે છે ઃ માનવજાતના કલ્યાણ માટે ઊર્જાના એકાદ નવા તેમજ વાતાવરણના પ્રપ્રદૂષણમાં નવો વધારો કરે નહિ તેવા ...