ભારતના અેકમાત્ર સંસ્કૃત દૈનિકનો મદદ માટે છેલ્લો SOS સંદેશો
એક જાણીતા અંગ્રેજી ન્યૂઝ મેગેઝિનના તંત્રીને કેટલાંક વર્ષ પહેલાં તેના વાચકે ફરિયાદભર્યો પત્ર લખ્યો કે, ‘તમારા સામયિકમાં દર ત્રીજે પાને જાહેરાત હોય છે, જેને કારણે માહિતીલેખોના વાંચનમાં વારંવાર બાધા આવે છે. એકાગ્રતા તૂટે છે અને રસભંગ થાય છે. આનો કોઇક ઉપાય કરો તો સારું !’ બીજા જ અંકે તંત્રીએ ફરિયાદનો પ્રત્યુત્તર સંપાદકીયમાં આપતા જણાવ્યું કે, ‘માન્યું કે સામયિકના દર ત્રીજે પાને જાહેરાત હોય છે, પણ એમ ન કરીએ તો કાગળ, પ્રિન્ટિંગ, વિતરણ, પગાર-ભથ્થાં વગેરેના ખર્ચા કાઢવા માટે સામયિકની કિંમત રૂા.૬૦ રાખવી પડે. અત્યારે તમે સામયિક માટે ફક્ત રૂા.૧૫ ચૂકવો છો તે એટલા માટે કે જાહેરાતોની આવકમાંથી અમારા ઘણાખરા ખર્ચ નીકળી જાય છે.’ આ બનાવને આજે તો લગભગ વીસેક વર્ષ થયાં. પેલા સામયિકની કિંમત રૂપિયા પચાસના આંકડે પહોંચી છે, તો અંકનાં પાનાંમાં અગાઉ કરતાં પચાસ ટકાથી વધુનો કાપ આવી ગયો છે. દર ત્રીજે-ચોથે પાને જાહેરાતની વર્ષો પુરાણી પ્રથા હજી ચાલુ છે, એટલે વાચકોને વાચનસામગ્રીના નામે મળતાં પાનાંનો જુમલો સાવ કંગાળ બન્યો છે. જાહેરાત પર નભતા (અગર તો જાહેરાત થકી ધરખમ આવક સારુ જ પ્રગટ થતા) મોટા ભાગના સામયિકોનું બિ...