બોફર્સ કટકી કેસઃ કાંત્યું પીંજ્યું રૂ નું રૂ !

દિલ્હીની તીસ હજારી કોર્ટમાં ગયે મહિને એક લાંબા કેસનો એકદમ ફિલ્મી ઢબે અંત આવ્યો. કેસ પેલી કાળમુખી બોફર્સ તોપની ખરીદીમાં થયેલા કટકી કૌભાંડને લગતો હતો. છેલ્લાં ત્રેવીસ વર્ષથી તે મંથર ગતિએ, પણ નાટકીય રીતે ચાલતો હતો. અલબત્ત, કેસ પોતે ક્લાઇમેક્સ સુધી પહોંચે એ પહેલાં જ તેના પર પૂર્ણાહૂતિનો પડદો ટ્રેજિક રીતે પડી ગયો. ટ્રેજિક એટલા માટે કે તીસ હજારી કોર્ટમાં ચીફ મેટ્રોપોલિટન મેજીસ્ટ્રેટે એકદમ ફિલ્મી અંદાજમાં બોફર્સ કેસનું ‘ધ એન્ડ’ જાહેર કર્યું. મેજીસ્ટ્રેટનું વાક્ય આમ હતું--

'वो अफ़साना जिसे अंजाम तक लाना ना हो मुमकिन, 
उसे एक खूबसूरत मोड़ दे कर छोड देना ही अच्छा !'

આ ફિલ્મી ડાયલોગે ત્રેવીસ વર્ષ લાંબા બોફર્સ કેસના અફસાનાનું માર્ચ ૫, ૨૦૧૧ના રોજ એક ઝાટકે અને એકાએક પૂર્ણવિરામ આણી દીધું છે. ૧૫૫ મીલીમીટરનું નાળચું ધરાવતી કુલ ૪૧૦ બોફર્સ તોપો માટે ભારતે સ્વીડન સાથે માર્ચ ૨૪, ૧૯૮૬માં રૂપિયા ૧,૪૩૭ કરોડનો સોદો કર્યો ત્યારથી એ તોપ યુદ્ધમેદાનમાં ગર્જી નથી એટલી રાજકારણમાં ગાજી છે. 

રણભૂમિને બદલે રાજકારણમાં બોફર્સના નામે પહેલો ધડાકો એપ્રિલ ૧૬, ૧૯૮૭ના રોજ થયો કે જ્યારે સ્વીડિશ રેડિઓએ પહેલી વાર બોફર્સની ખરીદીમાં રૂપિયા ૬૪ કરોડની કટકી લેવાયાના સમાચાર વહેતા મૂક્યા. રેડિઓ રિપોર્ટ મુજબ ઇટાલિયન બિઝનેસમેન ઓટાવિયો ક્વાત્રોચિએ બોફર્સના સોદામાં વચેટિયાનો રોલ અદા કર્યો હતો અને બદલામાં કટકીની અમુક રકમ મેળવી હતી. ચોંસઠ કરોડની કટકીમાં ભારતના તત્કાલિન વડા પ્રધાન રાજીવ ગાંધી સહિત બીજા કેટલાક નેતાઓનો તેમજ લશ્કરી અધિકારીઓનો પણ ભાગ હોવાનું બહાર આવ્યું ત્યારે ભારતના રાજકારણમાં ખળભળાટ મચ્યો. નતીજારૂપે બોફર્સ કૌભાંડની તપાસ માટે ઓગસ્ટ ૬, ૧૯૮૭માં સંયુક્ત સંસદીય કમિટીની નિમણૂંક કરવામાં આવી. જુલાઇ ૧૮, ૧૯૮૯ના રોજ કમીટિએ તેનો રિપોર્ટ તૈયાર કર્યો, જેના આધારે જાન્યુઆરી ૨૨, ૧૯૯૦ ના રોજ સી.બી.આઇ.એ બોફર્સ કેસને ઓફિશ્યલી દર્જ કર્યો અને તપાસકાર્ય શરૂ કરાવ્યું.
‘હાથ’ કી સફાઇ!
આ તરફ પગ તળે રેલો આવતો દેખાતા ઓટાવિયો ક્વાત્રોચિએ (ઉપરનો ફોટો) ભારતમાંથી પોતાનાં બિસ્તરાં સંકેલવા માંડ્યાં. (૧૯૬૦થી ભારતમાં આવીને વસેલા ક્વાત્રોચિને રાજીવ ગાંધી સાથે અને તેમના ઇટાલિયન પત્ની સોનિયા ગાંધી સાથે મિત્રતા હતી). સી.બી.આઇ. દ્વારા પૂછપરછ કરાય એ પહેલાં એક રાત્રે ક્વાત્રોચિ દિલ્હી એરપોર્ટથી મલયેશિયાના પાટનગર કુઆલા લુમ્પુરની ફ્લાઇટ પકડી ગાયબ થઇ ગયો. હેરતની વાત હતી, કેમ કે બોફર્સ કૌભાંડમાં ક્વાત્રોચિનું નામ સંડોવાયેલું હોવાનું જાણવા છતાં દિલ્હી એરપોર્ટ પર તેની અટકાયત થઇ નહિ. કહેવાય છે કે સોનિયા ગાંધીના આદેશ મુજબ તત્કાલિન વડા પ્રધાન પી. વી. નરસિંહ રાવે ક્વાત્રોચિને ભારત છોડી જવાના બધા રસ્તા મોકળા કરી આપ્યા હતા. ક્વાત્રોચિની કાનૂની પૂછપરછ થાય તો રાજીવ ગાંધીનું નામ બહાર આવે એ બનવાજોગ હતું, એટલે ગુપચુપ રીતે તેને ભારત બહાર મોકલી દેવાયો. 

હકીકત જે હોય તે ખરી, પણ ક્વાત્રોચિને અદાલતી કઠેરામાં હાજર કરવાનો આખરી મોકો ભારત ચૂકી ગયું. ઓક્ટોબર ૨૨, ૧૯૯૯માં સી.બી.આઇ.એ બોફર્સ કૌભાંડના સંદર્ભે પ્રથમ ચાર્જશીટ તૈયાર કરી; જેમાં વિન ચઢ્ઢા, ભારતના પૂર્વ ડિફેન્સ સેક્રેટરી એસ. કે. ભટનાગર, બોફર્સ કંપનીના ભૂતપૂર્વ અધ્યક્ષ માર્ટિન એર્ડબો, (સદગત) રાજીવ ગાંધી અને ઓટાવિયો ક્વાત્રોચિનું નામ હતું. ચાર્જશીટના આધારે નવેમ્બર ૭, ૧૯૯૯ના રોજ ક્વાત્રોચિ સામે ધરપકડનું વોરન્ટ નીકળ્યું. સી.બી.આઇ.ની ટીમ એ VIP મહેમાનને તેડવા ખાસ વિમાનમાં મલયેશિયા ગઇ--છતાં કોઇ નક્કર રિઝલ્ટ વિના તેણે પાછા ફરવું પડ્યું, કેમ કે મલયેશિયન સરકારે ક્વાત્રોચિને સુપરત કરવાની સાફ ના પાડી દીધી. સી.બી.આઇ. માટે ક્વાત્રોચિ સુધી પહોંચવાનો આખરી દરવાજો પણ એ રીતે બંધ થયો. 

ક્વાત્રોચિને પકડવા માટે સરકારે ત્યાર પછી તો અનેક પ્રયાસો કર્યા, પણ પૈસાના જોરે કાયદાની ઐસી તૈસી કરી દર વખતે એ ઇટાલિયન બિઝનેસમેન છટકી ગયો. દરમ્યાન બોફર્સ કટકી કેસનું કોકડું ઉકેલવા પાછળ ભારત સરકારે રૂપિયા ૨૫૦ કરોડનો ખર્ચ કરી નાખ્યો. રૂપિયા ૬૪ કરોડની કટકીની તપાસમાં કટકીની રકમના ચાર ગણા રૂપિયાનું આંધણ ચડ્યું--અને સરવાળે રિઝલ્ટ શું આવ્યું ? લગભગ કશું જ નહિ. પેલા ફિલ્મી ડાયલોગ સાથે બોફર્સ કેસના ‘અફસાના’ને ગયે મહિને ‘ખૂબસૂરત’ મોડ પર છોડી દેવામાં આવ્યો છે. ભારતના ન્યાયતંત્ર વિશે એ ડાયલોગ ઘણું બધું કહી જાય છે.

Comments

  1. "Haath" ki Safai : The Best suitable line :)

    bdw Safari : Please provide some detailed Information of Nalanda & Takshshila University of Ancient India in Safari - Gujarati asap.

    ReplyDelete
  2. sonia gandhi and team have made india sellable on each and every points.she is the biggest comission agent of multinational companies.congress party must do revolution against sonia otherwise she will be second mayavati and sell her candidates to each companies.Congressess Start the world cup of revolution against sonia otherwise it will be turned to congress party.
    satyam vora
    porbandar

    ReplyDelete
  3. Corruption and politics are co-related.

    We cant do anything to, what makes the system perfect.
    Instead, we can do protect the system from corruption. But how, i don't know, i m not interested in politics.

    Just create isolated system for yourself from politics, thats the thing we can do.

    ReplyDelete
  4. This shows how Gandhi parivar ruling India.

    ReplyDelete
  5. Nothing related to the above issue but would like you to check this out:
    http://brsinh.wordpress.com/2011/04/01/%e0%aa%b5%e0%aa%b8%e0%ab%81%e0%aa%a7%e0%ab%88%e0%aa%b5-%e0%aa%95%e0%ab%81%e0%aa%9f%e0%ab%81%e0%aa%ae%e0%ab%8d%e0%aa%ac%e0%aa%95%e0%aa%ae/

    ReplyDelete
  6. ગાંધી પરિવારને આવા ગફલા અને દેશને ગાંધી પરીવાર માફક આવી ગયો છે યારે કોઈ શું કરી શકે! તસ્વીર સાથે સ્લગ બહુ ચોટદાર છે- હાથ કી સફાઈ!

    ReplyDelete
  7. Harshal bhai, This is a very good artical. We are eagarly waiting for your blog. Pease update your blogs. We have not seen any new blog since 1st April.

    ReplyDelete
  8. Everybody who is reading my comment now.. I want to ask you all people only one question....

    Is this a country which called : "Soneki Chidiya".

    ReplyDelete
  9. Azhar Massud was Congress's man !!! See this:
    http://www.akilanews.com/daily/news_html/main7.html

    ReplyDelete
  10. Big scam is not Bofors gun but big scam is that swiss company transferred manufacturing technology of bofors howitzer manufacturing to india and Indian government didn't utilize it to make more lethal gun and to improve existing bofors. don't you think its biggest scam when bofors proved its metal in Kargil war.

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

Vijaygupta Maurya

પચ્ચીસ વર્ષે કપિનું પુનરાગમન