રૂપિયાની નવી સંજ્ઞા માટે શોધ-સંશોધન

ભારતમાં પંદરમી સદી દરમ્યાન દાખલ કરાયેલા રૂપિયાના ચલણને ડોલરની, પાઉન્ડની તેમજ યુરોની માફક પોતાની આગવી સંજ્ઞા નથી. આંકડાની આગળ Rs શબ્દ લખવાનો ધારો આપણે ત્યાં વર્ષોથી ચાલ્યો આવે છે. પરંતુ એ સંજ્ઞા ભારત ઉપરાંત પાકિસ્તાન, શ્રી લંકા, નેપાળ જેવા દેશો પણ વાપરે છે. વિશ્વબજારમાં ભારતીય રૂપિયાની લેવડદેવડ જોતાં ભારતના નાણાં મંત્રાલયે થોડા વખત પહેલાં રૂપિયાનો નોખો સિમ્બોલ તૈયાર કરવાનું ઠરવ્યું. ભારતની અસ્મિતાની ઝલક જેમાં જોવા મળે, Indian Rupee નો પ્રથમદર્શી ભાવ જેમાં વ્યક્ત થતો હોય અને કમ્પ્યૂટરના યુનિકોડમાં જેને ઢાળવાનું શક્ય બને તેવા સિમ્બોલની ભારતના નાણાં મંત્રાલયને તલાશ હતી--અને તે માટે તેણે ઓપન ફોર ઓલ સ્પર્ધા રાખી. નાણાં મંત્રાલયે નક્કી કરેલાં ધારાધોરણો જાળવીને ભારતીય રૂપિયા માટે નવો સિમ્બોલ તૈયાર કરનારે પોતાના બે આર્ટવર્ક રૂપિયા ૫૦૦ના ડ્રાફ્ટ સાથે નાણાં મંત્રાલયને મોકલવાનાં હતાં. જે સ્પર્ધકનો સિમ્બોલ ફાઇનલ પસંદગી પામે તેને ભારત સરકારે રૂપિયા અઢી લાખનું કેશ પ્રાઇઝ આપવાનું ઠરવ્યું છે. માર્ચમાં શરૂ થયેલી સ્પર્ધા ૧૫મી એપ્રિલે પૂરી થઇ. હવે રિઝલ્ટની રાહ જોવાઇ રહી છે.
આ સ્પર્ધામાં ભાગ લેવાનો અવસર તો જાણે (આ લખનારથી) ચૂકી જવાયો, પણ રૂપિયાના નવા સિમ્બોલ વિશે મગજમાં જે રૂપરેખા હતી તેને ગ્રાફિક સ્વરૂપે અહીં રજૂ કરી છે. સિમ્બોલ થ્રી ઇન વન જેવો છે. અર્થાત્ તેમાં એકસાથે ત્રણ બાબતો વ્યક્ત થાય છે. અંગ્રેજી I અને R શબ્દો Indian Rupee ના સૂચક છે. R શબ્દને રુ નું સ્વરૂપ આપવાનો ઉદ્દેશ હિન્દી શબ્દ રુપયાને બહાર લાવવાનો છે, જ્યારે I ની ઉપર મૂકેલું ૨૪ દાંતાવાળું અશોક ચક્ર ભારતની અસ્મિતાનું પ્રતીક છે. ભારતે એ ચક્રને તેની રાજમુદ્રા (સારનાથ) પર તેમજ રાષ્ટ્રધ્વજ પર સ્થાન આપ્યું છે. પરિણામે Indian Rupee ના સિમ્બોલને અશોક ચક્ર ભારતીય ટચ આપે છે.

આ પ્રકારનો સિમ્બોલ જો કે રોજિંદા વ્યવહારમાં વાપરવાનું જરા કડાકૂટિયું બને. સિમ્બોલને કમ્પ્યૂટરના યુનિકોડમાં એક સમયે ઢાળી દો તો પણ લેખિત સ્વરૂપે અશોકચક્રનાં ૨૪ દાંતા દર્શાવવા મુશ્કેલ છે. આ તકાદાને ધ્યાનમાં લેતાં અશોકચક્ર વિનાનો બીજો સિમ્બોલ અહીં રજૂ કર્યો છે. તકલીફ એક જ છે--ભારતના નાણાં મંત્રાલયે રૂપિયાના સિમ્બોલમાં ભારતની અસ્મિતાની ઝાંખી વ્યક્ત કરવા અંગે જે ભાર મૂક્યો છે તે તકાદો બીજા સિમ્બોલમાં જળવાતો નથી.

પ્રસ્તુત સિમ્બોલ તૈયાર કરતી વખતે ગ્રાફિકલ સેન્સ લડાવવામાં મગજનો પૂરો કસ નીકળ્યો એ તો જાણે સમજ્યા, પણ નાણાં મંત્રાલયે બાંધેલી શરતોને ધ્યાનમાં રાખીને કંઇક રચનાત્મક સર્જન કરવાનો તકાદો વધુ ચેલેન્જિંગ જણાયો. ગણીને બે અક્ષરમાં ભારતીય રૂપિયાને તેમજ ભારતીય અસ્મિતાને કેમ વ્યક્ત કરવી એ ખરેખર બહુ મોટો તકાદો છે. આ બાબતનો જાતઅનુભવ કરવો હોય તો કલ્પનાશક્તિને પૂરજોશમાં દોડાવો. શક્ય છે મગજના કોઇ અજ્ઞાત ખૂણે ઢબૂરાયેલી કળાશક્તિ ખીલી ઉઠે અને કઈંક રચનાત્મક સર્જન થાય. નાણાં મંત્રાલય એ કૃતિને સ્વીકારે કે ન સ્વીકારે, અહીં પોસ્ટિંગ માટે બ્લોગના દરવાજા ખૂલ્લા છે!

Comments

  1. Fantastic design sir but do you think we can create simpler looking ASCII symbol out of this?
    like $ & € because this is also important thing for any currency symbol design..

    ReplyDelete
  2. khub sundar design, pan harshal bhai... sarkare avu karvani kharekhar kai jarur chhe??? aam karva thi thata kathit kharchaao no ketlo hisaab thay???

    ReplyDelete
  3. Dear Harshalbhai,
    I read you’re article in SAFARI magazine, and in that i found your BlogSpot. I took part in that competition and send my entry. Your creation is also good. I am surprise that you missed this opportunity.
    Harshalbhai I need your help. Your blog in gujarati language how can i write my blog in gujarati. I am not gating any help. Please kindly help me to write my blog in gujarati. Send me e-mail on nitinprahaladbhaisharma@gmail.com

    ReplyDelete
  4. First, get a Gujarati font(s)/software installed in your PC. (E.g. Bhasha Bharti, Shreelipi, Indica). Type in Gujarati and convert the text into Unicode by visiting the following website:
    www.gurjardesh.com
    After this you can put your Unicode Gujarati text onto the blog.

    ReplyDelete
  5. Felt nice to read you at blog. I am always an ardent fan of Safari and Scope since childhood.

    Pranam,
    Chirag
    http://rutmandal.info

    ReplyDelete
  6. Harshalbhai - I am hardcore fan of Safari & Scope since my childhood. Using ideas of Scope (safari was not born at that time), I have even participated manier times in science fairs in my school. I am happy be part of your blog.

    Pls inform about further developments in this matter of chnaging Rupee sign.

    Warm Regards,

    Ketan

    ReplyDelete
  7. Hi Harshal,

    I liked your blogs. I also write blogs at
    http://vikasgnayak.blogspot.com and http://blognezarookhethee.blogspot.com

    Can I publish your 'Indian Rupee' blog as a Guest Blog in my column 'Blog ne zarookhe thee' in Gujarati newspaper 'Janmabhoomi'?

    Please reply at vikas.nayak@gmail.com soon.

    Thanks & Rgds,
    Vikas G. Nayak

    ReplyDelete
  8. Mr. Nayak,

    Yes, you can reproduce the post titled રૂપિયાની નવી સંજ્ઞા માટે શોધ-સંશોધન for your column in 'Janmabhoomi' by giving proper credit line at the start/end of the article.

    ReplyDelete
  9. Dear Harshal,

    Your blog was published in last sunday (Dt:11-Jul-10) Janmabhoomi, with due credits.

    Thanks for letting me use your blog for my column and being a guest blogger.

    You will find this guest blog at URL:

    http://blognezarookhethee.blogspot.com/2010/07/blog-post_11.html

    Thanks & Rgds,
    Vikas G. Nayak
    (P.S. : Pls write me a mail at vikas.nayak@gmail.com so that I can communicate with you directly on your Id)

    ReplyDelete
  10. Finally approved Rupee symbol
    please check the links below

    http://en.wikipedia.org/wiki/Indian_rupee

    if any one want to create your own blog with a professional looking templates please download from my blog

    Free Premium Blogger Templates

    ReplyDelete
  11. new symbol is come now click on the link that milan gave....udaykumar's symbol is selected for this new symbol.

    ReplyDelete
  12. Dear Mr. Harshal Pushkarna,
    In July 2010, I had used this Blog in my column in Janmabhoomi.I want to share the payment for the same. Kindly write your mailing address to me at vikas.nayak@gmail.com
    Thanks & Rgds,
    Vikas G. Nayak

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

Vijaygupta Maurya

પચ્ચીસ વર્ષે કપિનું પુનરાગમન