સૂર્યગ્રહણનું લાઇવ પ્રસારણ--વાયા ઇન્ટરનેટ

જુલાઇ ૨૨, ૨૦૦૯નું ખગ્રાસ સૂર્યગ્રહણ નજરોનજર નિહાળવાનો લાખો મેં એક જેવો અવસર ગુજરાતને મળ્યો. પરંતુ દુર્ભાગ્યે તે અવસરનો લાભ ઉઠાવવાનો મોકો ગુજરાતની જનતાને સંભવતઃ મળવાનો નથી. ચંદ્ર આપણા સૂર્યને ઢાંકે તે પહેલાં અરબી સમુદ્ર પરથી (ભારતીય સમય મુજબ આજે સવારે સાડા ચાર વાગ્યે) ચડી આવેલાં વરસાદી વાદળોએ ખુદ સૂર્યને ઢાંકી દીધો છે. ઇસરોના ઇન્સેટ ઉપગ્રહે લીધેલી તસવીરો જોતાં લાગે છે કે બંગાળના ઉપસાગર પરથી વધુ વાદળો વાયા મધ્યપ્રદેશ ગુજરાતના આકાશમાં કરફ્યૂ ઓર્ડર ફરમાવવા સરકી રહ્યા છે. પરિણામે ગુજરાતમાં અમદાવાદ, નડિઆદ, વડોદરા તેમજ સુરત જેવાં શહેરોમાં વાદળોની ઓથે ઢંકાયેલો સૂર્ય જોવા મળે એવી સંભાવના ઓછી છે. આમ છતાં આવતી કાલે ગુજરાતના માથે વાદળોની સ્થિતિ શી હશે તેનું પૂર્વાનુમાન લગાવવું મુશ્કેલ છે, કેમ કે અરબી સમુદ્રનાં વાદળો ક્રમશઃ ઉત્તર તરફ શિફ્ટ થઇ રહ્યાં છે. વાદળોની હિલચાલ જાણવા માટે ભારતના હવામાનખાતાની વેબસાઇટ http://imd.gov.in તપાસીને ચાહો તો કાલના હવામાનનો વર્તારો મેળવી શકો છો.

બુધવારની સવારે સ્વચ્છ આકાશમાં સૂર્યદેવના દર્શન થાય તો તેના જેવું કંઇ નહિ. નહિતર સૂર્યગ્રહણ જોવા માટેનો બીજો એક વિકલ્પ અજમાવવા જેવો છે. ઇન્ટરનેટ પર કેટલીક વેબસાઇટ્સ જુલાઇ ૨૨ ના સૂર્યગ્રહણનું વિડિઓ સ્ટ્રીમિંગ દ્વારા લાઇવ કવરેજ દર્શાવવાની છે. વિડિઓની ક્વોલિટી તેમજ સ્પીડ જે તે વેબસાઇટ પર તેમજ ઇન્ટરનેટના ટ્રાફિક પર અવલંબે એ સ્વાભાવિક છે, આમ છતાં કેટલીક વેબસાઇટ્સનું લિસ્ટ નીચે આપ્યું છે.
http://www.live-eclipse.org
http://sems1.cs.und.edu/~sems/Sems_Photo.php
http://www.exploratorium.edu/eclipse/2009/index.html
http://www.solar-eclipse-live.info

Comments

  1. Hello Harshalbhai,

    This is vaibhav from bhuj.

    Would you please send me your email ID at vbhvpandya@hotmail.com so that I don't have to communicate with you via posting comment on your blog ?

    Anyway, My question is that recently NASA celebrated 40th anniversary of Apollo 11 mission. I read the story in safari about doubts raised by "Bill Kaysing" in "We never went to the moon." I have one question about that Mission that I would like to ask you. I hope you don't mind. We all have seen that video clip in which Neil Armstrong is coming out of the "Eagle" to put the "First step of 'a' man" on moon. OK!!! But my question is that who did take a shot of that clip I mean buzz was still in "Eagle". OR It was Buzz and the clip shot by Neil ?

    Please tell your reply.

    Thanks in advance.
    t

    ReplyDelete
  2. You can send your queries/questions to info@safari-india.com so that they can be answered well in the Factfinder section.

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

Vijaygupta Maurya

પચ્ચીસ વર્ષે કપિનું પુનરાગમન