Posts

ગગડતા રૂ‌પિયાની પડતીમાં મલ્ટિનેશનલ કંપનીઓની ચડતી

Image
ઇ. સ. ૧૫૪૦થી ૧૫૪૫ સુધી દિલ્લી પર રાજ કરનાર મોગલ સમ્રાટ શેરશાહ સૂરીએ પહેલી વાર હિંદુસ્તાનમાં રૂપાનો જે સિક્કો બહાર પડાવ્યો એ તેમાં રહેલી નગદ રૂપેરી ધાતુને કારણે રૂપિયો કહેવાયો હતો. આ સિક્કા વડે તે જમાનામાં ૯૦ શેર ઘઉં અથવા ૫૪ શેર ચોખા કે પછી ૧૩૦ શેર ચણાની દાળ અગર તો ૧૦ શેર ઘી ખરીદી શકાતું હતું. (૧ શેર = આશરે અડધો કિલોગ્રામ). હવે એ સિક્કો ઐતિહાસિક ગણાય છે અને ફક્ત મ્યુઝિયમમાં શોભે છે, એટલે તેનું બજારમૂલ્ય આંકી શકાય નહિ. આમ છતાં તેને ત્રાજવે જોખીને ધાતુના ભાવે વેચી નાખવામાં આવે તો પણ લગભગ રૂા.૯,૫૦૦ ઉપજે, કેમ કે તેમાં ૧૭૫ ગ્રામ જેટલું નિર્ભેળ રૂપું હતું. આ દષ્ટિએ ભારતનો ૧ રૂપિયો આજના ૯,૫૦૦ નિકલછાપ રૂપિયાના સિક્કા બરાબર હતો. છેલ્લાં સાડા ચારસો વર્ષમાં રૂપિયો આટલો ઘસાયો છે. ઘસારો હજી પણ ચાલુ છે. પરિણામે વર્તમાન સંજોગોમાં રૂપિયાની ખરીદશક્તિનું જે રીતે અવમૂલ્યન થઇ રહ્યું છે તેની સામે રૂપિયાનો ભૂતકાળ પ્રમાણમાં સારો લાગે તે દેખીતું છે. આંતરરાષ્ટ્રીય બજારમાં રૂપિયાનું મૂલ્ય કથળી રહ્યા પાછળ અને ઘરઆંગણે તેની ખરીદશક્તિ ઘટ્યા પાછળ એક કરતાં વધુ કારણો જવાબદાર છે. અહીં તેમના વિશે પિષ્ટપેષણ કર...

મધ્યાહ્ન ભોજન : રૂ‌.૧૩,૧૨પ કરોડનું રાંધણ કે આંધણ ?

Image
આ જથી નવ દાયકા પહેલાં બ્રિટિશ હકૂમતે મદ્રાસની સરકારી શાળાઓમાં Midday Meal Programme /મધ્યાહ્ન ભોજન કાર્યક્રમ દાખલ કરી ગરીબ વિદ્યાર્થીઓને બપોરનું ભોજન વિનામૂલ્યે આપવાનું શરૂ કર્યું હતું. આમ કરવા પાછળ અંગ્રેજોનો આશય નિઃસંદેહ લોકહિતનો હતો--અને તેમનો એ આશય સારી પેઠે બર આવ્યો. અંગ્રેજોએ દાખલ કરેલો મધ્યાહ્ન ભોજનનો કાર્યક્રમ ભારતે આઝાદી પછી ચાલુ રાખ્યો એટલું જ નહિ, પણ તેને દેશભરમાં વ્યાપક રીતે ફેલાવ્યો. આજે દેશભરની ૧૨,૬૫,૦૦૦ સરકારી શાળાઓમાં અંદાજે ૧૨,૦૦,૦૦,૦૦૦ બાળકોને મધ્યાહ્ન ભોજન કાર્યક્રમ અંતર્ગત નિશાળમાં વિનામૂલ્યે ખાવાનું મળે છે. આમ, ભારતનો Midday Meal Programme જગતનો સૌથી મોટો સ્કૂલ-ભોજન કાર્યક્રમ છે, જેની પાછળ વર્ષેદહાડે રૂા.૧૩,૨૧૫ કરોડનો ખર્ચ થાય છે. ખર્ચનો આંકડો સ્વાભાવિક રીતે જંગી છે અને દેશના ૧૨ કરોડ બાળકો એક ટંક ભરપેટ (તેમજ સ્વચ્છ, સાત્વિક) ભોજન પામતાં હોય તો ખર્ચ લેખે લાગ્યો ગણાય. દુર્ભાગ્યે એમ બનતું નથી. મધ્યાહ્ન ભોજન કાર્યક્રમને ભ્રષ્ટાચારનો સડો લાગી ચૂક્યો છે--અને તેય કેટલી હદે તે જુઓ : કુલ ૧૨,૬૫,૦૦૦ સરકારી માધ્યમિક શાળાઓ પૈકી અનેક સ્કૂલો એવી છે કે જ્યાં વિદ્યાર્થી...

ભારતમાં ટેલિગ્રાફ સેવાનું ૧૬૩ વર્ષે ગૂડબાય!

Image
વિજ્ઞાન અને ટેક્નોલોજિના આધુનિક યુગમાં પુરાણી છતાં ક્રાંતિકારી વૈજ્ઞાનિક શોધોની એક પછી એક મરણનોંધ   લખાતી જાય છે. આવી જ એક શોધ ટેલિગ્રાફની છે, જેને ભારતે આજે (જુલાઇ ૧૩, ૨૦૧૩ના રોજ) હંમેશ માટે તિલાંજલી આપી દીધી. ટેલિગ્રાફ વિશે આજની પેઢી બહુ વાકેફ ન હોય તે બનવાજોગ છે, કેમ કે મોબાઇલ ફોનના અને ઇન્ટરનેટના ઝડપી યુગમાં તે જીવે છે.  બીજી તરફ, જૂની પેઢીના અનેક લોકો એવા છે કે જેમને પોતાના જીવનમાં ટેલિગ્રાફ કરવાનો તથા મેળવવાનો એક કરતાં વધુ વખત મોકો મળ્યો. આવા ‘જૂના જમાના’ના કેટલાક લોકો આજે અમદાવાદની ભદ્ર ખાતેની તાર-ટપાલ કચેરીએ જોવા મળ્યા. ભારતમાંથી ટેલિગ્રાફ સેવા વિદાય પામે તે પહેલાં પોતાનાં સગાં-મિત્રોને અંતિમ ટેલિગ્રામ પાઠવવા તેઓ આવ્યા હતા. ટેલિગ્રાફના ભૂલાયેલા યુગની ભવિષ્યમાં યાદગીરી રહે એ ખાતર બે ટેલિગ્રાફ મેં પણ મોકલ્યા--એક ‘સફારી’ના તંત્રી નગેન્દ્ર વિજયને અને બીજો મને ખુદને ! ભદ્રની ટે‌‌લિગ્રાફ ઓફિસ, જેને ટે‌લિગ્રામની ‌સેવાની વિદાયના અવસરે ફૂલોથી સુશો‌ભિત કરવામાં આવી હતી ભદ્રની તાર કચેરીએ ટેલિગ્રામ નોંધનારા બેઉ ક્લાર્ક ભારે ઉત્સાહી હતા. એક તરફ ટેલિગ્રાફની વિદાય...

ફ્લડ ડિઝાસ્ટર મેનેજમેન્ટનું (ભારતે અપનાવવા જેવું) સ્વિસ મોડલ

Image
ઉ ત્તરાખંડમાં ગયે મહિને જે વિનાશકારી હોનારાત સર્જાઇ તે અભૂતપૂર્વ હતી તેમ હોનારત બાદ ભારતીય સૈન્ય દ્વારા હાથ ધરવામાં આવેલી બચાવ તથા રાહત કામગીરી પણ અભૂતપૂર્વ કહી શકાય તેવી હતી. બીજી તરફ એ પણ ખરું કે ઉત્તરાખંડમાં નદીઓ ગાંડીતૂર થયાનો તાજેતરમાં બનેલો પ્રસંગ પહેલી વારનો નથી. અગાઉ ઘણી વખત એ રાજ્યએ ઘોડાપૂર જોયાં છે અને દર વખતે જાન-માલનું વધુઓછા અંશે નુકસાન વેઠ્યું છે. એક સવાલ સહજ રીતે મનમાં થવો રહ્યો કે ગંગા, યમુના, અલકનંદા, કાલિ, પિંડર, સરયુ, મંદાકિની વગેરે જેવી નદીઓ ધરાવતું ઉત્તરાખંડ રાજ્ય અવારનવાર જે તે નદીઓના દુર્વાસા મિજાજનો ભોગ બને છે તો પછી સરકારે ત્યાં ફ્લડ ડિઝાસ્ટર મેનેજમેન્ટની ટકોરાબંધ સુવિધા હજી કેમ રચી નથી ? માણસોના તેમજ માલસામાનના પરિવહન માટે રેલવેનું તેમજ રસ્તાનું ગીચ નેટવર્ક કેમ સ્થાપ્યું નથી ? તેમજ અગાઉ જ્યાં વારંવાર પૂર આવ્યાં હોય તેવા વિસ્તારો નજીક હેલિપેડ કેમ બનાવ્યાં નથી ? આ બધી પ્રાથમિક જરૂરિયાતો છે, જેમના થકી પૂર વખતે જાન-માલનું ગંભીર નુકસાન થતું અટકાવી શકાય છે. આમ છતાં ઉત્તરાખંડમાં આવી સગવડો ઊભી કરવામાં આવી નથી. આ અંગેની સૂઝ બોગદાદષ્ટિ ધરાવતા સરકારી તંત્રને ...