પિક્ચર પરફેક્ટ-૨
ટિવટર પર, ફેસબુક પર, અન્ય સોશિયલ નેટવર્કીંગ સાઇટ પર તેમજ એસ.એમ.એસ. તેમજ ઇ-મેલ મારફત ભ્રષ્ટાચાર સામે લડી લેવાની વાતો કરનાર ભારતીય પ્રજાને અન્ના હજારેના ભ્રષ્ટાચાર વિરોધી આંદોલન સાથે કેટલી નિસ્બત ? જવાબ માટે રીસર્ચ અભિયાન ઉપાડવાની જરૂર નથી. નીચેની તસવીરમાં ટુ-ધ-પોઇન્ટ જવાબ મળી રહે છે. આપણે ત્યાં કલમને તલવાર કરતાંય ધારદાર ગણવામાં આવે છે. અમુક તસવીરો જો કે કલમને સાવ બુઠ્ઠી પૂરવાર કરે તેવી હોય છે--આમ છતાં તે યોગ્ય કદર પામતી નથી. કદાચ એટલા માટે કે ફોટોજર્નાલિઝમ આપણે ત્યાં હજી ઘોડિયામાં છે. કે પછી કલમબાજોએ તેમજ પ્રકાશકોએ તેને ઘોડિયામાં જ ગોંધી રાખ્યું છે? જે હોય તે, પણ ભ્રષ્ટાચાર વિરોધી આંદોલનના નામે છેલ્લા પંદર દિવસમાં જે માહોલ સર્જાયો તેનો સાર એક જ તસવીર આપી દે છે. તસવીરકાર રાઉલ ઇરાનીની ઉપરોક્ત તસવીરને શું લેબલ મારવું જોઇએ ? In a nutshell ? તસવીરકાર: રાઉલ ઇરાની. તસવીર સૌજન્ય: ઓપન